________________
સમયસાર : આત્મખ્યાતિ
અનુભાવથી ‘અવિરતપણે' સતત ‘અનુભાવ્ય' અનુભવમાં આવવા યોગ્ય રાગાદિ સર્વ વિભાવભાવોથી ‘કલ્માષિત' કલુષિત-મલિન-અશુદ્ધ બનેલી છે, એ પણ તેવી જ નિરુપચરિત અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત (Actual real fact) છે. અર્થાત્ પર વસ્તુમાં આત્મભાંતિથી મોહ પમાડી-મુંઝવી નાંખી જે પર પરિણતિનો હેતુ હોય છે, એવો આ યથાર્થનામા ‘મોહ' વિપાકોદય પામી પોતાનો અનુભાવ-અનુભવ રસ દર્શાવે છે, એટલે બધા કર્મોનો દાદો (grand father) આ મોહ જેમાં સર્વત્ર વ્યાપક છે એવી મોહ પરિવારરૂપ રાગાદિ સમગ્ર વિભાવ ભાવની વ્યાપ્તિ (all pervading, whole_packet) નિરંતર અનુભવમાં આવે છે અને આ વિભાવ ભાવોની વ્યાપ્તિમાં (pervading, congregation) ચૈતન્ય વ્યાસ-વ્યાપક ભાવે પરિણમે છે, એટલે આ ચૈતન્ય વિકાર પરિણામરૂપ મોહજન્ય વિભાવ ભાવોથી હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ અનુભૂતિની અશુદ્ધિ પ્રગટ છે જ, એટલે તેની વિશુદ્ધિનો પૂરેપૂરો અવકાશ પણ છે જ.
અને આ અશુદ્ધિના સ્વરૂપનો વિશેષ વિચાર કરતાં જણાય છે કે અશુદ્ધિના બે મુખ્ય પ્રકાર છે એક તો દ્રવ્યકર્મરૂપ દ્રવ્ય અશુદ્ધિ બહિર્ અશુદ્ધિ અને બીજી ભાવકર્મરૂપ ભાવ અશુદ્ધિ - અંતર્ અશુદ્ધિ. આ સર્વ અશુદ્ધિનું મૂળ મોહ છે. આ મોહ જ સર્વ પરભાવનું પ્રભવ સ્થાન અને સર્વ વિભાવનું અધિષ્ઠાન છે. કારણકે મોહ પરપરિણતિનો હેતુ છે. કવિવર બનારસીદાસજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું છે તેમ ધતૂરા રસનું પાન કરતો નર જેમ બહુ પ્રકારે નાચે છે, તેમ મોહકર્મ રૂપ પરહેતુને પામીને ચેતન પરમાં રાચે છે. ‘મોહ કર્મ પરહેતુ પાઈ, ચેતન પર રચ્યઈ' અર્થાત્ પરપરિણતિના હેતુ એવા મોહને લીધે પરવસ્તુમાં આત્મસ્રાંતિથી મોહ પામી મુંઝાઈ જઈ જીવ પરરૂપ નહિ થઈ જતાં છતાં પરમાં એકત્વ બુદ્ધિરૂપ અધ્યાસરૂપે આત્મબુદ્ધિ ધરે છે, પરભાવમાં આત્મભાવ કરે છે, એટલે પરભાવ પ્રત્યે ઢળતી-પરિણમતી રસ-રુચિ-રાગ-રંગરૂપ પરપરિણતિ નીપજે છે, એટલે આત્માની તે પરભાવરુચિમૂલ પરભાવાનુકૂળ પરપરિણતિના નિમિત્તે આત્મા પર પુદ્ગલની પરિણતિનો હેતુ થાય છે, અર્થાત્ આત્માની પરપરિણતિનું નિમિત્ત પામી પર પુદ્ગલ કર્મવર્ગણા સ્વયં દ્રવ્યકર્મરૂપે પરિણમે છે અને આત્માની સાથે એકક્ષેત્રાવગાહ પણે સંયોગ સંબંધથી બંધાય છે, અને આ કર્મબંધથી જ જીવની પરપરિણતિના જીવતા જાગતા પ્રદર્શનરૂપ આ આખું સંસાર ચક્ર ચાલે છે. તે આ પ્રકારે
દ્રવ્યકર્મરૂપ બહિર્ અશુદ્ધિ ઃ ભાવકર્મરૂપ અંતર્ અશુદ્ધિ
-
દ્રવ્ય કર્મ-ભાવ કર્મના દુકથી ભવચક ભ્રમણ
જેમાં મોહનીય મુખ્ય છે એવા અવિધ દ્રવ્યકર્મથી નોકર્મ-દેહાદિ ઉત્પન્ન થાય છે, દેહ ધારણ કરવો પડે છે અને દેહમાં સ્થિતિ કરતા આત્માને મોહ પ્રમુખ દ્રવ્યકર્મનો ઉદય થાય છે, મોહ તેનો અનુભવ રસ ચખાડે છે, એટલે તે મોહના અનુભાવથી ‘અનુભાવ્ય' - અનુભવમાં આવવા યોગ્ય એવા રાગ-દ્વેષ-મોહ રૂપ વિભાવ ભાવે જો આત્મા પરિણમે, તો તે રાગ-દ્વેષ-મોહ રૂપ ભાવકર્મનો બંધ કરે છે અને આ ભાવકર્મના નિમિત્તે પુનઃ દ્રવ્યકર્મ બંધાય છે અને તેથી પુનઃ દેહધારણાદિ ભવપરિપાટી હોય છે. શાસ્ત્ર પરિભાષામાં ભાવકર્મને માટે મલ' અને દ્રવ્ય કર્મને માટે ‘રજ' એવી યથાર્થ સંજ્ઞા છે. જેમ મલ-ચીકાશ હોય તો રજ ચોંટે છે, તેમ ભાવ મલરૂપ આસક્તિ-સ્નેહ-ચીકાશને લીધે દ્રવ્યકર્મરૂપ રજ ચોટે છે. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવે અરઘટ્ટ-ઘટ્ટી ન્યાયે ભાવકર્મ-દ્રવ્યકર્મનો અનુબંધ થયા કરે છે, ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ દુષ્ટ ચક્ર (Vicious circle) ચાલ્યા કરે છે અને તેથી જન્મ મરણના આવર્ત રૂપ-ફેરા રૂપ ભવચક્ર* પણ ઘૂમ્યા કરે છે.
"मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः ।
ત્યર્વનાં પ્રવિશેવન્તર્રદિવ્યાવૃત્તેન્દ્રિયઃ ।' - શ્રી પૂજ્યપાદસ્વામી કૃત ‘સમાધિ શતક’
૧૬
-