________________
સમયસાર : આત્મખ્યાતિ - હવે ત્રીજ મંગલ સમયસાર કળશ કાવ્ય પ્રકાશતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પરમાર્થ પ્રયોજન દર્શાવવા પૂર્વક આ સમયસાર વ્યાખ્યાની શુદ્ધ આત્માર્થ ઉદેશે પરમાર્થ ગંભીર મહાપ્રતિજ્ઞા કરે છે -
માતિની - परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावा - दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते -
તુ સમયસારાવાનુમૂઃ રા - પરપરિણતિ હેતુ મોહ કેરા પ્રભાવે, સતત મલિન થાતી રાગ-દ્વેષાદિ ભાવે; મમ શુદ્ધ ચિનુમૂર્તિ શુદ્ધિ હોજો પરા જ! અનુભૂંતિથી સમે આ સાર વ્યાખ્યાથી આ જ. ૩
અમૃત પદ-૩ (‘અવધૂ વૈરાગ બેટા જાયા' - એ રાગ.) હારી હોજો પરમ વિશુદ્ધિ ! હારી હોજ પરમ વિશુદ્ધિ ! સમયસાર વ્યાખ્યાએ મહારી, હોજો પરમ વિશુદ્ધિ ! મહારી. ૧ અભિધાન જે મોહ ધરાવે, પરપરિણતિ નિપજાવે; રાગ આદિની તાસ પ્રભાવે, સતત મલિનતા આવે. મહારી. ૨ તો પણ હું તો શુદ્ધ ચેતના-મૂર્તિ શુદ્ધ સ્વભાવે; સમયસાર કીર્તનથી ભગવાન, અમૃત અનુભવ પાવે. હારી. ૩
અર્થ : પરપરિણતિ હેતુ મોહના અનુભાવથી (વિપાક રસથી) અવિરતપણે અનુભાવ્યની (અનુભવમાં આવવા યોગ્ય એવા રાગાદિની) વ્યાતિથી જે કલુષિત - મલિન થયેલ છે, એવી હું શુદ્ધ ચિન્માત્રમૂર્તિની (અનુભૂતિની) સમયસાર વ્યાખ્યાથી જ અનુભૂતિ થકી પરમ વિશુદ્ધિ હો !
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “હું અસંગ શુદ્ધ ચેતન છું, વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અંક-૬, હાથ નોંધ ૨-૧૦-૨૮ “શુદ્ધાતમ સંપત્તિ તણા, તુમે કારણ સાર, દેવચંદ્ર જિનરાજની, સેવા સુખકાર.” - શ્રી દેવચંદ્રજી અત્રે આ ત્રીજા કળશ કાવ્યમાં “આત્મખ્યાતિ' મહાટીકાના પ્રણેતા ખ્યાતનામ સમર્થ ટીકાકાર
પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ વ્યાખ્યાની મહાપ્રતિજ્ઞા કરતાં, આનું પ્રતિજ્ઞા : ફલ પ્રયોજનરૂપ ફલ-પ્રયોજન દર્શાવી નિજ આત્મશુદ્ધિરૂપ પરમ ઈષ્ટ ફલની પરમ અલૌકિક પ્રાર્થના ભાવના પ્રદર્શિત કરી છે.
'मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्तेः भवतु !' - શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ એવા મહારી પરમ વિશુદ્ધિ હો ! શાથી ? સમયસારવ્યાધ્યકૈવાનુમૂતે - સમયસારની વ્યાખ્યાથી જ અનુભૂતિ થકી. અર્થાતુ આ શુદ્ધ આત્મારૂપ સમયસારની વ્યાખ્યા કરતાં કરતાં જ મને પદે પદે શુદ્ધ આત્માની ઓર ને ઓર વિશેષ વિશેષ અનુભૂતિ - સંવેદના થતી જશે, તેથી કરીને શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવા મ્હારી પરમ વિશુદ્ધિ હો ! (આ સમયસાર વ્યાખ્યાથી જ અનુભૂતિ
૧૪