________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૨
“નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો' ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૧ અત્રે પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં ભાખેલું મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનું આ સુવર્ણ સૂત્ર સ્મૃતિમાં આવે
છે - “રવૈયાના” નેતરાને એક અંતથી (છેડેથી) ખેંચતી અને બીજે અંતથી જય અનેકાંત નીતિઃ જય (છેડેથી) ઢીલું છોડતી ગોવાળણ જેમ માખણ મેળવે છે, તેમ એક અંતથી અનેકાંતમયી મૂર્તિ (ધર્મથી) વસ્તનું તત્ત્વ આકર્ષતી અને બીજેથી શિથિલ (ઢીલું, ગૌણ) કરતી
એવી અનેકાન્ત નીતિ તત્ત્વ-નવનીત વલોવી જયવંત વર્તે છે. આનો જ
પ્રતિધ્વનિ કરતા હોય એમ આ જ પરમર્ષિ અત્રે પ્રકાશે છે - આવી આ અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશ પામો ! વિશ્વમાં નિરંતર પોતાનો પ્રકાશ ફેલાવો ! અમૃત જ્ઞાનજ્યોતિથી જગતમાં સદા જયવંત વર્તો ! આ જ્ઞાન પ્રકાશમય આત્મા–અમૃતચંદ્રની ચેતન મૂર્તિનો દિવ્ય પ્રકાશ અજ્ઞાન અંધકારને દૂર કરી પૂર્ણ કળાએ ખીલી નીકળો ! એકાંતવાદ રૂપ મિથ્યાત્વ તિમિરને પ્રલય કરી આ અનેકાંતમૂર્તિ જિનચંદ્ર-વાણી શાનચંદ્રિકાનો દિવ્ય પ્રકાશ રેલાવો ! એમ આશીર્વચનરૂપ અભિનંદનામય મંગલ વચન અત્ર અનેકાંત તત્ત્વરંગથી અસ્થિમજ્જા રંગાયેલા અમૃતચંદ્રજીએ સહજ અંતરોદ્ગાર રૂપે ઉચ્ચાર્યું છે.
"एकनाकर्षती लषयंती वस्तुतत्त्वभितरेण ।। અતિ પત્તિ મની નીસિયાના ત્રણવ જોશી * - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય.’
૧૩