________________
સમયસાર : આત્મખ્યાતિ
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્યકર્તાનું મંગલાચરણ
જય દેવ આત્મ દેવ ! જય આત્મ ગુરુ ! જય આત્મધર્મ ! જય આત્મ ગુરુ !... જય આત્મ દેવ ! ૧ કુંદકુંદ તે દિવ્યાત્માએ, સમયસાર શુદ્ધાત્મ,
જ્ઞાન ભાણ પ્રગટાવી જગમાં, પ્રગટ કર્યો સહજાત્મ... જય. ૨ દિવ્યાત્મા તે અમૃતચંદ્રે, ઝીલ્યો દિવ્ય પ્રકાશ,
‘આત્મખ્યાતિ’ જ્યોત્સ્ના વિસ્તારી, સોળે કળા પ્રભાસ... જય. ૩ સ્થળે સ્થળે ત્યાં અમૃત સંસ્કૃત, સ્થાપ્યા કળશો' દિવ્ય,
ભવ્ય જીવોને અમૃત પીવા, આત્મ પ્રગટવા દિવ્ય... જય. ૪ દિવ્યાત્મા તે અમૃતચંદ્રનો, ભાસ ઝીલી ચિત્પાત્ર,
દાસ ભગવાન ‘અમૃત જ્યોતિ'થી, વિવેચતો સત્ શાસ્ત્ર... જય. ૫
૧૪૮
(ભગવાનદાસ)