________________
પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્ય પ્રણીત - સમયસાર
પરમર્ષિ ભગવત્ અમૃતચંદ્રાચાર્ય વિરચિત આત્મખ્યાતિ ટીકાથી વ્યાખ્યાત
આત્મખ્યાતિ ઉપર ડૉ. ભગવાનદાસ કૃત
‘અમૃત જ્યોતિ' મહાભાષ્ય
આત્મખ્યાતિ'કર્તા અમૃતચંદ્રાચાર્યજીના
મંગલ-પ્રતિજ્ઞાદિ
સમયસાર શાસ્ત્રની ભગવતી “આત્મખ્યાતિ ટીકા પ્રારંભતાં આચાર્યચૂડામણિ ભગવતુ અમૃતચંદ્રાચાર્યજી પ્રથમ સમયસારની પરમ ભાવતુતિ રૂપ આ મંગલ કલશકાવ્ય પ્રકાશે છે -
- (મનુષ્ટ)
नमः समयसाराय, स्वानुभूत्या चकासते । चित्स्वभावाय भावाय, सर्वभावांतरच्छिदे ॥१॥
(સમશ્લોકી અનુવાદ) નમઃ સમયસારને, સ્વાનુભૂત્યા પ્રકાશતા; ભાવને ચિસ્વભાવીને, સૌ ભાવાંતર છેદતા. ૧