________________
સમયસાર : આત્મખ્યાતિ
છે - ‘ભવિયત્ કર્મ સમસ્ત પ્રત્યાખ્યાન કરીને જેણે મોહ નિરસ્ત કર્યો છે, એવો હું નિષ્કર્મ ચૈતન્યાત્મ આત્મામાં નિત્ય આત્માથી વત્તું છું.' ઈ.
આમ ત્રિકાલ સંબંધી કર્મથી નિવર્તી, કર્મસંન્યાસ ભાવના નટાવી, નિર્મોહ આત્મા આત્માવલંબનની કેવી દૃઢ ભાવના કરે છે, તે ૫૨મ ભાવિતાત્મા અમૃતચંદ્રાચાર્યજી આ અમૃત સમયસાર કળશમાં (૨૨૯) દર્શાવે છે ‘એવા પ્રકારે એમ ત્રૈકાલિક સમસ્ત કર્મ નિરસ્ત કરી (ફગાવી દઈ), શુદ્ઘનયાવલંબી વિલીનમોહ વિકારોથી રહિત એવો હું... હવે ચિન્માત્ર આત્માને અવલંબું છું.' ઈ.
-
આમ સકલકર્મ સંન્યાસ ભાવનાનું નાટક કરાવી, પરમ અધ્યાત્મ નાટ્યકાર પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રાચાર્યજી સકલ કર્મફલસંન્યાસ ભાવનાનું નાટક કરાવવાનો ઉપક્રમ કરતાં, તે ભાવનાના - ‘હવે સકલ બીજમંત્રરૂપ આ સમયસાર કળશકાવ્ય (૨૩૦) પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે કર્મફલ સંન્યાસભાવના નટાવે છે ‘કર્મ વિષતરુના ફલો મ્હારી ભુક્તિ (ભોગવટા) વિના જ વિગળી જાઓ ! હું અચલ ચૈતન્યાત્મ આત્માને સંચેતું છું.' ઈ. અને તથાપ્રકારે કર્મપ્રકૃતિની પ્રકૃતિ (૧૪૮) પ્રકારો અંગે પ્રત્યેક કર્મફલ સંન્યાસ ભાવનાની ધૂન પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજીએ પરમ ભાવથી પરમ આત્મભાવોલ્લાસથી ગજવી છે અને આમ જ્ઞાનાવરણીયાદિ આઠ મૂલ કર્મપ્રકૃતિના અને ઉત્તર ભેદરૂપ ફલ એકસો અડતાલીશ ઉત્તર કર્મપ્રકૃતિના ઉદયવિપાકરૂપ કર્મફલના સંન્યાસની ભાવનાનું પરમ અદ્ભુત ધૈર્યસંપન્ન અલૌકિક નાટક ભજવી દેખાડી - અજ્ઞાન ચેતનાને ખતમ કરી, સાથોસાથ ધીરાદાત્ત આત્મ નાયકને ચૈતન્યાત્મા આત્મામાં વર્તવાની અલૌકિક પરમ ગુરુમંત્રરૂપ ધૂન ગોખાવી, અલૌકિક મહામંત્રિક પરમર્ષિ પરમ ગુરુ અમૃતચંદ્રાચાર્યજીએ ઉક્ત સર્વના અર્ક રૂપ આ પરમામૃતસંભૃત અમૃત સમયસાર કળશ (૨૩૧) પરમ ભાવાવેશથી લલકાર્યો છે - ‘એમ નિઃશેષ કર્મફલના સંન્યસને (ત્યજન) થકી, સર્વ ક્રિયાંતરના વિહારમાંથી જેની વૃત્તિ નિવૃત્ત થઈ છે એવા મ્હારી ચૈતન્ય લક્ષણ આત્મતત્ત્વને અત્યંતપણે ભજતાં અચલ એવાની આ કાલાવલી અનંતા વહ્યા કરો !' ઈ.
-
આમ જે કર્મફલોને ભોગવતો નથી તેના નિષ્કર્મ શર્મની મુક્તકંઠે સ્તુતિ કરતા આ સમયસાર કળશ કાવ્યમાં (૨૩૨) શાનાવતાર અમૃતચંદ્રજીએ આ અદ્ભુત ઓર શાનદશા પ્રત્યેનો પોતાનો સ્વાનુભવજન્ય પરમ પ્રેમ પ્રવ્યક્ત કર્યો છે - ‘સ્વત એવ તૃપ્ત થયેલો જે પૂર્વભાવ કૃત કર્મ-વિષ દ્રુમોના ફળો નિશ્ચયે કરીને ભોગવતો નથી, તે આપાતકાલ રમણીય ઉદર્ક (અત્યંત) રમ્ય એવા નિષ્કર્મ શર્મમય દશાંતરને પામે છે.' ઈ.
આમ કર્મચેતના અને કર્મફલચેતના બે વિભાગમાં વિભક્ત અજ્ઞાનચેતનાના સર્વ સંન્યાસનું પરમ અલૌકિક નાટક કરાવી, મહાન્ આધ્યાત્મિક નાટ્યકાર મહાકવિ અમૃતચંદ્રજી હવે જ્ઞાનચેતનાનું પરમ અલૌકિક નાટક સતત આનંદપૂર્વક ભજવતા રહી નિરંતર પ્રશમરસનું પાન કરવાનું આત્માર્થી મુમુક્ષુઓને આ પરમામૃત સંસ્કૃત સમયસાર કળશમાં (૨૩૩) પરમ પરમાર્થ પ્રેમથી આહ્વાન કરે છે કર્મથી અને તેના ફલથી અવિરતપણે વિરતિ અત્યંત ભાવીને, અખિલ અજ્ઞાન સંચેતનાનું પ્રલયન પ્રસ્પષ્ટપણે નટાવીને, સ્વરસપરિગત સ્વભાવને પૂર્ણ કરી સ્વા જ્ઞાનસંચેતનાને સાનંદ નટાવતાં પ્રશમરસ અહીંથી સર્વ કાલ પીઓ !' ઈ.
હવે જ્ઞાનથી અતિરિક્ત સમસ્ત ભાવનું પછીની ગાથાઓમાં પ્રસ્પષ્ટ વિવિક્તપણું કહેવામાં આવે ઈતઃ પદાર્થ છે, તેનું આ સમયસાર કળશમાં (૨૩૪) અમૃતચંદ્રજીએ માર્મિક સૂચન કર્યું છે પ્રથન-અવગુંઠન થકી વિના કૃતિએ એક અનાકુલ જ્વલંત એવું સમસ્ત વસ્તુના વ્યતિરેક નિશ્ચયથી વિવેચિત જ્ઞાન અહીં અવતિષ્ઠે છે.' ઈ. આ કળશમાં સૂચવ્યા પ્રમાણે પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આ ગાથાઓમાં (૩૯૦-૪૦૪) અદ્ભુત ગમિક સૂત્ર શૈલીથી જ્ઞાનનું અન્ય સર્વ દ્રવ્યથી અતિરિક્તપણું - ભિન્નપણું પરિભાવન કરાવ્યું છે શાસ્ત્ર જ્ઞાન નથી હોતું, કારણકે શાસ્ત્ર કાંઈ નથી જાણતું, તેથી જ્ઞાન અન્ય, શાસ્ત્ર અન્ય જિનો જાણે છે. શબ્દ જ્ઞાન નથી હોતો, કારણકે શબ્દ કાંઈ નથી જાણતો,
૧૧૬
-