________________
સ્વભાવ સ્પર્શી, પૂર્વ - આગામી સમસ્ત કર્મથી ભિન્ન, તદાવ ઉદયથી ભિન્ન એવાઓ, દૂરારૂઢ ચારિત્ર વૈભવ બળ થકી ચંચમ્ (ચમકતી) ચિત્ અર્ચિષમયી એવી સ્વરસથી ભુવનને અભિષિક્ત કરતી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. ઈ. આ અમૃત કળશમાં સૂચવેલા ભાવનું અત્ર આ ગાથામાં (૩૮૩-૩૮૬) પ્રકાશતા કંદકુંદાચાર્યજીએ અત્રે ચેતયિતા જ પ્રતિક્રમણ - પ્રત્યાખ્યાન - આલોચન હોય છે અને એમ હોતો તે નિશ્ચયથી ચારિત્ર હોય છે, એમ પ્રતિપાદન કર્યું છે અને “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ તેનું સાંગોપાંગ સ્પષ્ટીકરણ કરી અપૂર્વ તત્ત્વરહસ્ય પ્રકાશ્ય છે - “નિશ્ચયથી જે ચેતયિતા પુદ્ગલકર્મ વિપાકભવ (જન્ય) ભાવોમાંથી આત્માને નિવર્તાવે છે, તે તેના કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રામતો સ્વયમેવ પ્રતિક્રમણ હોય છે, તે જ તેના કાર્યભૂત ઉત્તર કર્મને પ્રત્યાખ્યાન કરતો પ્રત્યાખ્યાન હોય છે, તે જ વર્તમાન કર્મવિપાકને આત્માથી અત્યંત ભેદથી ઉપલંભતો (અનુભવતો) આલોચન હોય છે. એમ આ નિત્ય પ્રતિક્રામતો, નિત્ય પ્રત્યાખ્યાન કરતો અને નિત્ય આલોચતો, પૂર્વકર્મના કાર્ય ઉત્તર કર્મના કારણ એવા ભાવોથી અત્યંત નિવૃત્ત થયેલો, વર્તમાન કર્મવિપાકને આત્માથી અત્યંત ભિન્ન ઉપલંભતો. નિશ્ચયથી સ્વમાં જ એવા જ્ઞાન સ્વભાવમાં નિરંતર ચરણ થકી ચારિત્ર હોય છે અને ચારિત્ર હોતો, સ્વના જ્ઞાનમાત્રના ચેતન થકી સ્વયમેવ જ્ઞાન ચેતના હોય છે, એમ ભાવ છે.' ઈ.
અત્ર નીચેની ગાથાના આવતા ભાવનું સચન કરતો અમત સમયસાર કળશ (૨૨૪) અમતચંદ્રજી સંગીત કરે છે - “જ્ઞાનની સંચેતનાથી જ નિત્ય જ્ઞાન અતીવ - અત્યંત શુદ્ધ પ્રકાશે છે, પણ અજ્ઞાન સંચેતનાથી દોડતો બંધ તો બોધની શુદ્ધિને નિસંધે છે.' ઈ. આ અમૃત કળશથી સૂચિત આ ગાથામાં (૩૮૭-૩૮૯) કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે – “કર્મફલને વેદતો જે આત્માને કર્મફલ કરે છે, તે પુનઃ પણ તે દુઃખનું બીજ અષ્ટવિધ બાંધે છે. કર્મફલને વેદતો જે કર્મફલને મેં કર્યું જાણે છે, તે પુનઃ પણ તે દુઃખનું બીજ અષ્ટવિધ બાંધે છે. કર્મફલને વેદતો જે ચેતયિતા સુખિઓ અને દુઃખિઓ હોય છે, તે પુનઃ પણ તે દુઃખનું બીજ અષ્ટવિધ બાંધે છે. આ ગાથાના ભાવનું તત્ત્વસર્વસ્વ સમર્પક અલૌકિક અદભુત વિવરણ અમચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશ્ય છે - “જ્ઞાનથી અન્યત્ર “આ હું” એવું ચેતન તે અજ્ઞાન ચેતના, તે દ્વિધા (બે પ્રકારે) કર્મ ચેતના અને કર્મફલ ચેતના. તેમાં જ્ઞાનથી અન્યત્ર “આ હું કરૂં છું' એવું ચેતન તે કર્મ ચેતના, જ્ઞાનથી અન્યત્ર “આ હું વેદું છું' એવું ચેતન તે કર્મફલ ચેતના. તે તો સમસ્ત પણ સંસાર બીજ છે - સંસાર બીજ અષ્ટવિધ કર્મના બીજપણાને લીધે, - તેથી મોક્ષાર્થી પુરુષે અજ્ઞાન ચેતનાના પ્રલયાર્થે સકલ કર્મ સંન્યાસભાવના અને સકલ કર્મફલ સંન્યાસ ભાવના નાટિત કરીને, સ્વભાવભૂતા ભગવતી જ્ઞાનચેતના જ એક નિત્યમેવ નાટિત કરવા યોગ્ય છે. તેમાં - પ્રથમ સકલ કર્મસંન્યાસ ભાવના નાટિત કરે છે. -
અત્રે આ સકલ કર્મસંન્યાસ ભાવનાનો બીજભૂત સર્વસંગ્રાહક સમયસાર કળશ (૨૨૫) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - કુત-કારિત-અનુમનનથી મન-વચન-કાયાએ કરી ત્રિકાલ વિષયી સર્વ કર્મ પરિહરીને, હું પરમ વૈષ્કર્મ (નિષ્કર્મપણું) અવલંબું છું.” ઈ. અને અત્રે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રતિક્રમણકલ્પ સંબંધી (૪૯) પ્રકારો વિસ્તારથી વિવરી દેખાડ્યા છે. આ પ્રતિક્રમણસાર આ સમયસાર કળશમાં (૨૨૬) અમૃતચંદ્રજીએ ચૈતન્ય ભાવના પરમ ભાવથી ભાવી છે - “મોહને લીધે જે મેં કર્યું હતું, તે સમસ્ત પણ કર્મ પ્રતિક્રમીને, નિષ્કર્મ ચૈતન્યાત્મ આત્મામાં હું નિત્ય આત્માથી વર્તુ છું.” ઈ.
પછી આલોચનાકલ્પ સંબંધી (૪૯) પ્રકારો વિસ્તારથી સ્કુટ વિવરી દેખાડી, આલોચનાસાર આ સમયસાર કળશમાં (૨૨૭) પ્રકાશી અમૃતચંદ્રજીએ પૂર્વવત્ ચૈતન્યભાવના પરમ આત્મભાવોલ્લાસથી ભાવી છે - “આ ઉદય પામતા કર્મને સકલને મોહવિલાસ વિભ્રંભિત આલોચીને નિષ્કર્મ ચૈતન્યાત્મ આત્મામાં હું નિત્ય આત્માથી વસ્તુ છું. ઈ.
- પછી તે જ પ્રકારે પ્રત્યાખ્યાન કલ્પ સંબંધી (૪૯) પ્રકારો સ્પષ્ટ વિવરી દેખાડી, પ્રત્યાખ્યાનસાર આ સમયસાર કળશમાં (૨૨૮) અમૃતચંદ્રજીએ તથા પ્રકારે ચૈતન્યભાવના પરમ આત્મભાવથી અત્યંત ભાવી
૧૧૫