________________
તેથી જ્ઞાન અન્ય શબ્દ અન્ય જિનો જાણે છે. તેમજ શબ્દ, રૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, કર્મ, ધર્મ, અધર્મ. કાળ. આકાશ. અધ્યવસાન કાંઈ નથી જાણતા. તેથી જ્ઞાન અન્ય શબ્દાદિ અન્ય “જિનો જાણે છે', એમ કર્ણમાં ગુંજારવ કરે એવા અપૂર્વ ગમિક સૂત્રથી આ ભેદવિજ્ઞાનની - સ્વ-પર વિવેકકરણની પરિદૃઢ ભાવના કરાવી, શાસ્ત્રકર્તાએ જ્ઞાનને જ્ઞાયક જીવથી અતિરિક્ત - અભિન્ન કહી જ્ઞાનને જ સમ્યગુષ્ટિ, સંયમ, અંગપૂર્વગત સૂત્ર, ધર્મ-અધર્મ, પ્રવજ્યા નિરૂપિત કરેલ છે. આ ગ્રંથની કલગી રૂપ આ સર્વવિશદ્ધ શાન અધિકારની કલગીરૂપ આ મહાન ગાથાઓની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ આ ભેદવિજ્ઞાન એમની અનન્ય લાક્ષણિક સરલતમ હૃદયંગમ શૈલીમાં ઓર વજલેપ પરિદઢ કરાવ્યું છે.
આમ “આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં જે આટલું બધું સ્પષ્ટ નિખુષ તત્ત્વયુક્તિથી પ્રતિપાદન કર્યું, તેનો સારસમુચ્ચય સંદબ્ધ કરતા આ સમયસાર કળશ કાવ્યમાં (૨૩૫) વિજ્ઞાનઘન’ અમૃતચંદ્રાચાર્યજીએ જ્ઞાનના શાશ્વત શુદ્ધજ્ઞાન મહિમાની મુક્તકંઠે પરમાર્થ સ્તુતિ લલકારી છે - અન્યોથી વ્યતિરિક્ત, આત્મનિયત, પૃથગુ (ભિન્ન, વસ્તુના ધારતું, આદાન-ત્યાગ શૂન્ય એવું આ અમલ જ્ઞાન તથા પ્રકારે અવસ્થિત થયું, યથા પ્રકારે આદિ-મધ્ય-અંત વિભાગથી મુક્ત સહજ સ્કાર પ્રભાથી ભાસુર (ઝળહળતો) એવો શુદ્ધજ્ઞાનઘનો આનો (જ્ઞાનનો) મહિમા નિત્યોદિત તિષ્ઠ છે (સ્થિતિ કરે છે).' ઈ.
અને આ ત્યાગ-આદાન શૂન્ય અવસ્થિત જ્ઞાન, એ જ પૂર્ણ આત્માનું આત્મામાં સંધારણ છે, એવી તથારૂપ કતકૃત્ય તીવ્ર જ્ઞાનદશા પામેલા જીવન્મુક્ત અમૃતચંદ્રજી આ પરમામૃત સંભૂત સમયસાર કળશમાં (૨૩૬) પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કરે છે - “ઉન્મોઢે (સર્વથા મૂકવા યોગ્ય) હતું તે અશેષથી ઉન્મુક્ત થયું, તથા જે આદેય (ગ્રહવા યોગ્ય) હતું, તે અશેષથી આત્ત થયું (ગૃહી લેવાયું), કે જેથી સર્વ શક્તિ જેની સંત છે એવા પૂર્ણ આત્માનું અહીં આત્મામાં સંધારણ થયું.” ઈ. જેનું જ્વલંત ઉદાહરણ વર્તમાન તથારૂપ કતત્ય જીવન્મુક્ત જ્ઞાનદશા પામેલ શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મ ચરિત્રમાં (“અધ્યાત્મ રાજચંદ્ર) અને “શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતમાં મુમુક્ષુઓને પ્રાપ્ત થાય છે.
આવું કૃતકૃત્ય પૂર્ણ જ્ઞાન આહારક કેમ હોય ? આશંકાનું સમાધાન આ અમૃત કળશમાં (૨૩૭) અમૃતચંદ્રજી પ્રકાશે છે - “એમ પરદ્રવ્યથી વ્યતિરિક્ત જ્ઞાન અવસ્થિત છે, તે આહારક કેમ હોય ? - જેથી આનો (જ્ઞાનનો) દેહ શંકાય છે. આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૪૦૫-૪૦૭) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - “આત્મા જેનો અમૂર્ત છે, તે નિશ્ચયથી એમ આe હોતો નથી, આહાર ફુટપણે મૂર્તિ છે, કારણકે તે પુગલમય જ છે. તે તેનો એવો કોઈ પણ પ્રાયોગિક વા વૈઋસિક ગુણ છે નહિ જ, કે જેથી પરદ્રવ્ય ગ્રહી શકાય વા વિમોચી શકાય. તેથી જે વિશુદ્ધ ચેતયિતા છે, તે જીવ-અજીવ એ બે દ્રવ્યમાં કિંચિતુ નથી ગ્રહતો, કિંચિતુ નથી મૂકતો.” આવા ભાવની આ મહાનું ગાથાઓના ભાવાર્થનું “આત્મખ્યાતિ'માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ યુક્તિથી ઓર સ્પષ્ટીકરણ કર્યું છે.
એટલે દેહમય લિંગ મોક્ષકારણ નથી એમ નીચેની ગાથાના ભાવનું સૂચન આ સમયસાર કળશમાં (૨૩૮) અમૃતચંદ્રજીએ કર્યું છે - “એમ શુદ્ધ જ્ઞાનનો દેહ જ વિદ્યમાન છે નહિ, તેથી દેહમય લિંગ શાતાનું મોક્ષકારણ નથી.” આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૪૦૮-૪૦૯) દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી એમ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટ વિધાન કર્યું છે. “પાખંડી લિંગો વા બહુ પ્રકારના ગૃહલિંગો ગ્રહીને મૂઢો વદે છે - “આ લિંગ મોક્ષમાર્ગ છે એમ”, પણ લિંગ મોક્ષમાર્ગ નથી હોતો, કારણકે દેહનિર્મમ અહંતો લિંગ મૂકીને દર્શન-જ્ઞાન-ચારિત્રને સેવે છે. આ ગાથાનો ભાવ ઓર સ્પષ્ટ સમાવતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી “આત્મખ્યાતિ'માં પ્રકાશે છે. આ જ આ ગાથામાં (૪૧૦) આચાર્યજી સાધે છે - “પાખંડિ-ગૃહીમય લિંગો આ મોક્ષમાર્ગ નથી જ, દર્શન-જ્ઞાન-ચારિત્રને જિનો
૧૧૭