________________
४७२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
(વળી કૂટનિત્યમાં કોઈ નવા સ્વભાવની ઉત્પત્તિ થઈ શકતી નથી તથા તેના કોઈ સ્વભાવનો નાશ થતો નથી. આથી તે મૂર્ખ હોય તો મૂર્ખ જ રહે અને મૂર્ખ હોય તે વિદ્વાન ન બને.) આથી આ વ્યક્તિ (આત્મા) વિદ્વાન બન્યો', આવી અનુભવસિદ્ધ વાતનો અપલાપ કરી શકાય તેમ નથી. તેથી આત્મા કૂટસ્થ નિત્ય નથી. ___ तथा सांख्याभिमतमकर्तृत्वमप्ययुक्तम् । तथाहि-कर्त्तात्मा, स्वकर्मफलभोक्तृत्वात्, यः स्वकर्मफलभोक्ता स कर्तापि दृष्टः यथा कृषीवलः । तथा सांख्यकल्पितः पुरुषो वस्तु न भवति, अकर्तृकत्वात्, खपुष्पवत् । किं चात्मा भोक्ताङ्गीक्रियते स च भुजिक्रियां करोति न वा ? । यदि करोति तदापराभिः क्रियाभिः किमपराद्धम् !। अथ भुजिक्रियामपि न करोति, तर्हि कथं भोक्तेति चिन्त्यम् प्रयोगश्चात्र-संसार्यात्मा भोक्ता न भवति, अकर्तृकत्वात्, मुक्तात्मवत् । अकर्तृभोक्तृत्वाभ्युपगमे च कृतनाशाकृताभ्यागमा-दिदोषप्रसङ्गः । प्रकृत्या कृतं कर्म, न च तस्याः फलेनाभिसंबन्ध इति कृतनाशः । आत्मना च तन्न कृतम्, अथ च तत्फलेनाभिसंबन्ध इत्यकृतागम इत्यात्मनः कर्तृत्वमङ्गीकर्तव्यम् ।। ટીકાનો ભાવાનુવાદ: સાંખ્યમતાનુસાર આત્મા કર્તા નથી. તેમના મતે તે કરવું તે પ્રકૃતિનું કામ છે. આત્મા (પુરુષ) તો માત્ર ભોક્તા જ બની રહે છે અને તે પણ માત્ર પ્રકૃતિ ઉપર ઉપકાર કરવા ભોક્તા બને છે.
સાંખ્યોની આ વાત અયોગ્ય છે. કારણ કે તે વાતની સિદ્ધિ કરનારા પ્રમાણનો અભાવ છે. આત્મા કર્તા છે જ અને તેમાં પ્રમાણ આ રહ્યું -
આત્મા કર્તા છે. કારણ કે સ્વકર્મના ફળને ભોગવનાર છે. જે સ્વકર્મના ફળનો ભોક્તા હોય છે, તે તે કર્મનો કર્તા પણ હોય જ છે. જેમાં ખેડૂત ખેતીને કાપીને ધાન્યરૂપી ફળનો ભોક્તા છે, તો તે ખેડૂત ખેતીનો કર્તા પણ છે જ. તે રીતે આત્મા પણ કર્મના શુભાશુભ ફળનો ભોક્તા છે, તો તે આત્મા કર્મનો કર્તા પણ છે જ.
તથા સાંખ્યોદ્વારા પરિકલ્પિત પુરુષ જેવી કોઈ વસ્તુ જ નથી. કારણ કે તે કોઈ કાર્ય જ કરતો નથી. આકાશપુષ્પ કોઈ કાર્ય કરતું નથી, તો જેમ તેનું અસ્તિત્વ જ જગતમાં નથી, તેમ સાંખ્યોદ્વારા પરિકલ્પિત પુરુષ કાર્ય કરતો ન હોવાથી વાસ્તવમાં તે વિદ્યમાન જ નથી. અર્થાત્ સાંખ્યોદ્વારા માનવામાં આવેલો પુરુષ વસ્તુસતું નથી. કારણકે તે કોઈ કાર્ય કરતો નથી. જેમકે આકાશકુસુમ.