________________
પદ્દર્શન સમુશ્ચય ભાગ - ૨, ોળ, ૪૮-૪૧, નૈનવર્શન
વળી હે સાંખ્યો ! તમારો આત્મા (પુરુષ) તમે ભોક્તાતરીકે અંગીકાર કર્યો છે, તો તે આત્મા ભોગ ક્રિયા કરે છે કે નહિ ? તે બતાવો. જો ભોગક્રિયા કરે છે, તો બીજી ક્રિયાઓ કરવામાં શું અપરાધ છે ? અને જો ભોગક્રિયા કરતો નથી, તો તે ભોક્તા કેવી રીતે કહેવાય ? આ બધું તમારે વિચારવું જોઈએ. કર્તા બન્યાવિના આત્મા ભોક્તા બની શકે જ નહિ. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે “સંસારી આત્મા ભોક્તા નથી. કારણ કે કોઈ ક્રિયા કરતો નથી. જેમ મુક્તાત્મા.”
४७३
-
તથા જો આત્માને કર્તા તથા ભોક્તાતરીકે સ્વીકારવામાં ન આવે તો ‘કૃતનાશ' અને ‘અકૃતાભ્યાગમ’ વગેરે દોષો આવી પડશે. કરનાર બીજો કોઈ હોય અને ભોગવનાર બીજોકોઈ હોય તો ‘કૃતનાશ' અને ‘અકૃતાભ્યાગમ’ આ બે દોષો આવે છે. તમારા મતે પ્રકૃતિએ કર્મ(ક્રિયા) કરી અને પુરુષને ફળ મળ્યું અર્થાત્ પ્રકૃતિ કર્તા છે અને પુરુષ ભોક્તા છે. આ વાત સંગત થતી નથી. કારણકે તેમાં ‘કૃતનાશ’ અને ‘અકૃતાભ્યાગમ’ બે દોષો આવે છે – “પ્રકૃતિથી કરાયેલા કર્મના ફળનો સંબંધ પ્રકૃતિને થતો નથી અર્થાત્ પ્રકૃતિએ ક્રિયા કરી, પણ તે ક્રિયાનું ફલ પ્રકૃતિને ન મળ્યું અર્થાત્ પ્રકૃતિએ કરેલું ફોગટ (નાશ) ગયું. આથી ‘કૃતનાશ’ દોષ સ્પષ્ટ રીતે આવે છે” તથા “આત્માએ જે ક્રિયા કરી નથી, તે ક્રિયાના ફળનો સંબંધ આત્મા સાથે થાય છે. અર્થાત્ આત્માને નહિ કરેલાનો અભ્યાગમ થાય છે. તેથી ‘અમૃતાભ્યાગમ' દોષ સ્પષ્ટ રીતે આવે છે” આમ પ્રકૃતિને કર્તા અને આત્માને ભોક્તા માનવાથી બે દોષો આવતા હોવાથી, આ દોષ ન આવે માટે આત્માને કર્તા તરીકે સ્વીકારવો જ જોઈએ.
तथा जडस्वरूपत्वमप्यात्मनो न घटते, तद्बाधकानुमानसद्भावात् । तथाहि अनुपयोगस्वभाव आत्मा नार्थपरिच्छेदकर्त्ता, अचेतनत्वात्, गगनवत् । अथ चेतनासमवायात्परिच्छिनत्तीति चेत् ? तर्हि यथात्मनश्चेतनासमवायाज्ज्ञातृत्वं तथा घटस्यापि ज्ञातृत्वप्रसङ्गः, समवायस्य नित्यस्यैकस्य व्यापिनः सर्वत्राप्यविशेषादित्यत्र I ततश्चात्मनः पदार्थपरबहुवक्तव्यम् तत्तु नोच्यते, ग्रन्थगौरवभयात् च्छेदकत्वमङ्गीकुर्वाणैश्चैतन्यस्वरूपताप्यस्य गले पादिकान्यायेन प्रतिपत्तव्येति स्थितं चैतन्यलक्षणो जीव इति । जीवश्च पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियभेदान्नवविधः । ननु भवतु जीवलक्षणोपेतत्वाद्द्द्वीन्द्रियादीनां जीवत्वं पृथिव्यादीनां तु जीवत्वं कथं श्रद्धेयं ? व्यक्ततल्लिङ्गस्यानुपलब्धेरिति चेत् ? सत्यं, यद्यपि तेषु व्यक्तं जीवलिङ्गं नोपलभ्यते, तथाप्यव्यक्तं तत्समुपलभ्यत एव । यथा हृत्पूरव्यतिमि - श्रमदिरापानादिभिर्मूर्च्छितानां व्यक्तलिङ्गाभावेऽपि सजीवत्वमव्यक्तलिङ्गैर्व्यवह्नियते, एवं
-