________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४७१
પ્રમાણનો વિષય બને છે. આવું જ કહ્યું હતું તે પણ મદિરાપાનના ઉન્માદથી બોલાયેલા અસંબદ્ધ વચનો જેવું છે. કારણકે હિમાલયનું પરિમાણ તથા પિશાચાદિમાં પ્રમાણપંચકની પ્રવૃત્તિનો અભાવ હોવા છતાં પણ હિમાલયનું (કોઈને કોઈ) પરિમાણ તથા પિશાચાદિ વિદ્યમાન જ છે.
આથી તમારા અનુમાનમાં પ્રયોજાયેલા “પ્રHITj6THવત્વ હેતુ અનેકાન્તિક છે. આથી પાંચપ્રમાણની પ્રવૃત્તિ ન હોવા માત્રથી વસ્તુનો અભાવ માની શકાતો નથી. તેથી આત્માના અભાવમાટે પ્રયોજેલો હેતુ વ્યભિચારી છે. આ પ્રમાણે પ્રત્યક્ષાદિપ્રમાણથી ગ્રાહ્ય આત્મા સિદ્ધ થાય છે.
તે આત્મા વિવૃત્તિમાનું અર્થાતુ પરલોકગામી . અનુમાનપ્રયોગ - “તત્કાલ ઉત્પન્ન થયેલા બાળકના આદ્યસ્તનપાનની અભિલાષા પૂર્વાભિલાષાપૂર્વક હોય છે. કારણ કે અભિલાષા છે. જેમકે દ્વિતીયદિવસના આદ્યસ્તનપાનની અભિલાષા.” અર્થાત્ દ્વિતીયસ્તનપાનની અભિલાષા અભિલાષાપૂર્વકની હોય છે. તેમ તત્કાલ જન્મેલા બાળકના સ્તનપાનની અભિલાષા પણ અભિલાષાપૂર્વકની જ હોવી જોઈએ. તેથી તત્કાલ જન્મેલા બાળકના સ્તનપાનની પ્રવૃત્તિ અભિલાષાપૂર્વકની સિદ્ધ થતાં (આ જન્મમાં તો તાદશઅભિલાષા પૂર્વે થયેલી જોવા મળતી નથી, તેથી) અર્થાપત્તિથી પૂર્વજન્મની અભિલાષાનું અનુમાન થાય છે અને તેનાથી આત્માના પૂર્વભવની સિદ્ધિ થતાં આત્મા પરલોકગામી સિદ્ધ થાય છે.
तथा कूटस्थनित्यताप्यात्मनो न घटते, यतो यथाविधः पूर्वदशायामात्मा तथाविध एव चेज्ज्ञानोत्पत्तिसमयेऽपि भवेत्, तदा प्रागिव कथमेष पदार्थपरिच्छेदकः स्यात् ?, प्रतिनियतस्वरूपाऽप्रच्युतिरूपत्वात्कौटस्थ्यस्य । पदार्थपरिच्छेदे तु प्रागप्रमातुः प्रमातृरूपतया परिणामात्कुतः कौटस्थ्यमिति ? । ટીકાનો ભાવાનુવાદ આત્માની કૂટસ્થનિત્યતા પણ સંગત થતી નથી. (અનુભવવિરુદ્ધ પણ છે.) કારણ કે જેવા પ્રકારે પૂર્વદશામાં આત્મા હતો, તેવા પ્રકારનો જ જો જ્ઞાનની ઉત્પત્તિ પછી પણ આત્મા રહેતો હોય તો પહેલાની જેમ તે મુર્ખ જ રહે ! પદાર્થનો જ્ઞાતા કેવી રીતે બની શકે ? કારણ કે પ્રતિનિયત સ્વરૂપમાંથી જે ચૂત ન થાય તે ફૂટસ્થ કહેવાય છે. અર્થાત્ જેના સ્વરૂપમાં ક્યારે પણ ફેરફાર ન થાય તે કૂટસ્થ કહેવાય છે.
વળી પદાર્થનો જ્ઞાતા બને ત્યારે પહેલાં જે પદાર્થનો જ્ઞાતા નહોતો તે જ્ઞાતારૂપે પરિણામ પામે છે, તો તેનું કૂટસ્થપણું કેવી રીતે હોય ? કહેવાનો આશય એ છે કે જ્ઞાન મેળવનાર આત્મા પૂર્વે પદાર્થનો જ્ઞાતા નહોતો અને જ્ઞાન મેળવતાં તે જ્ઞાતારૂપે પરિણામ પામ્યો, તો તેનામાં કૂટસ્થપણું કેવી રીતે રહે ?