________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ८७, मीमांसकदर्शन
ટીકાનો ભાવાનુવાદ:
કિ સમુચ્ચયાર્થક છે. આ પ્રમાણે માત્ર અન્ય મતો જ નહિ, લોકાયતમતનો પણ સંક્ષેપ કહેવાયો.
શંકા : આ ગ્રંથમાં જો બૌદ્ધાદિ સર્વદર્શનોનો સંક્ષેપ જ કહેવાયો છે, તો વિસ્તારથી તે તે દર્શનના પરમાર્થનો બોધ કેવી રીતે થશે ?
સમાધાન : અહીં અમે માત્ર સર્વદર્શનોનું સંક્ષેપથી વર્ણન કર્યું છે. પરંતુ તે તે દર્શનના અભિધેયના તાત્પર્યાર્થીને = સઘળાયે વિશેષોથી વિશિષ્ટપરમાર્થને પૂર્વાપરનો વિચાર કરીને સ્વયં વિચારી લેવો.
ત્રો' ધાત દર્શનાર્થક છે. આથી પર્યાલો...' નો અર્થ એ છે કે, તે તે દર્શનના તે તે શાસ્ત્રોને નિપુણબુદ્ધિવાળાઓએ જોવા જોઈએ. આ સૂત્રગ્રંથ તો માત્ર સંક્ષિપ્તરુચિવાળા જીવોના અનુગ્રહ માટે છે.
અથવા સર્વદર્શનોના પદાર્થોના પરસ્પરવિરોધને સાંભળી કિંકર્તવ્યમૂઢ બનેલા જીવોને જે કરવા યોગ્ય છે, તે ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે સર્વદર્શન દ્વારા પ્રતિપાદિત પદાર્થના તાત્પર્યાર્થને = સત્યાસત્યના વિભાગ વડે વ્યવસ્થાપિત તત્વાર્થને તેઓએ વિચારવો જોઈએ. તથા તે પદાર્થોનો સારી રીતે વિચાર કરવો જોઈએ. માત્ર તેઓએ કહ્યું, તે પ્રમાણે વિચાર કર્યા વિના ગ્રહણ કરવા યોગ્ય નથી. માર્ગાનુસાર પક્ષપાતરહિત બુદ્ધિવાળાઓ વડે કે જેઓ દુરાગ્રહોથી મુક્ત છે, તેઓ વડે સર્વ દર્શનના વાર્થને મધ્યસ્થભાવથી વિચાર કરીને સત્યાસત્યનો વિવેક કરવો જોઈએ. દુરાગ્રહી માણસ મધ્યસ્થતાથી વિચારી શકતો નથી. જેથી કહ્યું પણ છે કે દુરાગ્રહી વ્યક્તિ જે મતમાં પોતાની બુદ્ધિ સ્થિર થઈ હોય છે, ત્યાં યુક્તિઓને ખેંચવાની ઇચ્છા કરે છે અને મધ્યસ્થચિત્તવાળો વ્યક્તિ જેમાં યુક્તિ હોય છે, ત્યાં મતિને સ્થિર કરે છે. અર્થાત્ કદાગ્રહી વ્યક્તિ પોતાની માન્યતાથી આગ્રહી મતિવાળો હોવાથી પોતાની માન્યતા પ્રમાણે યુક્તિઓને લડાવ્યા કરે છે. જ્યારે મધ્યસ્થ ચિત્તવાળા વ્યક્તિઓ જે પદાર્થમાં યુક્તિ સ્થિર હોય અર્થાત્ યુક્તિથી જે પદાર્થ સિદ્ધ થતો હોય ત્યાં પોતાની મતિને સ્થિર કરે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વદર્શનોનો પરસ્પરવિરુદ્ધ મત સાંભળીને કિંકર્તવ્યમૂઢ બનેલા જીવો જો સર્વદર્શનોને સાચા માની તેને સેવવાની ઇચ્છા કરે તો કે પોતાના દર્શનનો પક્ષપાત ઉભો રાખી તેને સેવવાની ઇચ્છા રાખે તો, તેઓને માટે સ્વર્ગ કે મોક્ષ દુર્લભ છે. આથી