________________
८१४
षड्दर्शन समुझय भाग-२, श्लोक-८७, मीमांसकदर्शन
મધ્યસ્થવૃત્તિથી સત્યાસત્યના વિભાગ દ્વારા તાત્ત્વિકપદાર્થ વિચારવો જોઈએ. સત્યાસત્યનો વિચાર કરીને શ્રેયસ્કરમાર્ગ સ્વીકારવો જોઈએ અને તે માર્ગમાં કુશલબુદ્ધિવાળાઓએ પ્રયત્ન કરવો જોઈએ. ll૮૭
તે આ પ્રમાણે તપાગચ્છરૂપી ગગનમંડપમાં સૂર્ય જેવા તેજસ્વી શ્રી દેવસુંદરસૂરીશ્વરજી મહારાજાના ચરણસેવી શ્રી ગુણરત્નસૂરિશ્વરજી મહારાજા વિરચિત પદર્શનસમુચ્ચયની ટીકામાં જૈમિનિદર્શન અને ચાર્વાકમતના સ્વરૂપનિર્ણય નામનો છઠ્ઠો અધિકાર ભાવાનુવાદ સહિત પૂર્ણ થાય છે. આ રીતે તે સમાપ્ત થતાં તર્કરહસ્ય દીપિકા નામની પદર્શનસમુચ્ચય ગ્રંથની ટીકા પણ સાનુવાદ સાનંદ પૂર્ણ થાય છે.