________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
७९३
ટીકાનો ભાવાનુવાદઃ
હવે જેઓ અભાવપ્રમાણને એક જ પ્રકારે માને છે. તેઓના મતથી પ્રસ્તુતશ્લોકની વ્યાખ્યા કરાય છે. “જ્યારે ઘટાદિ વસ્તુના સદંશમાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોનો વ્યાપાર હોતો નથી, ત્યારે તે વસ્તુના શેષ-અસદંશમાં = અભાવાંશમાં અભાવપ્રમાણનો વ્યાપાર હોય છે.”
વસ્તુના બે રૂપ હોય છે. એક સદાત્મક અને બીજું અસદાત્મક. વસ્તુનો સદાત્મક અંશ પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણનો વિષય બને છે અને વસ્તુનો શેષ અસદંશ કે જે પાંચ પ્રમાણ વિષય બનતો નથી, તે અભાવપ્રમાણનો વિષય બને છે. અર્થાત્ અસદંશમાં અભાવની પ્રમાણતા છે.
કોઈક ઠેકાણે વસાવવધાર્થ ના સ્થાને ‘વસ્વસત્તાવવધાર્થ પાઠ પણ જોવા મળે છે. ત્યાં આ રીતે અર્થ કરવો – જ્યાં વસ્તુના રૂપમાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોનો વ્યાપાર નથી, ત્યાં વસ્તુનો જે અસત્તા=અસદંશ છે, તેને જાણવા માટે અભાવપ્રમાણનો વ્યાપાર હોય છે.
આથી ત્રણ પ્રકારના કે એક પ્રકારના અભાવપ્રમાણથી ભૂતલાદિ પ્રદેશમાં ઘટાભાવ જાણી શકાય છે. પ્રત્યક્ષપ્રમાણથી અભાવ જણાતો નથી. કારણકે અભાવને પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનવામાં વિરોધ છે. અર્થાત્ પ્રત્યક્ષપ્રમાણ દ્વારા અભાવ વિષય બની શકતો નથી. ઇન્દ્રિયોનો સંયોગ વસ્તુના ભાવ અંશમાં જ હોય છે. અભાવ અંશમાં નહિ.
શંકા : ઘટની અનુપલબ્ધિરૂપલિંગથી ભૂતલાદિ પ્રદેશરૂપી ધર્મીમાં ઘટાભાવને સાધ્ય માનીને “આ પ્રદેશમાં ઘટ નથી, કારણકે અનુપલબ્ધિ છે.” આ અનુમાનથી અભાવને ગ્રહણ કરી શકાય છે. તો પછી અભાવાંશને ગ્રહણ કરવા સ્વતંત્ર અભાવપ્રમાણ માનવાની શી જરૂર છે ? "
સમાધાન: આવું કહેવું ઉચિત નથી. કારણકે (ઉપરોક્ત અનુમાનના) સાધ્ય અને સાધનનો અવિનાભાવ પહેલેથી ગ્રહણ કરેલો જોવા મળતો નથી તથા ઉપરોક્ત અનુમાનમાં સાધ્યસાધનમાં કોઈ કાર્ય-કારણભાવ આદિ સંબંધ પણ નથી. આથી અનુમાનથી અભાવ ગ્રાહ્ય બની શકતો નથી. તેથી વસ્તુના અભાવાંશને ગ્રહણ કરનારું સ્વતંત્ર અભાવપ્રમાણ મનાય છે.
તથા અભાવપ્રમાણનો વિષય અભાવ વસ્તુરૂપ છે તથા તે ચાર પ્રકારનો છે. (૧) પ્રાગભાવ, (૨) પ્રäસાભાવ, (૩) અન્યોન્યાભાવ, (૪) અત્યાંતાભાવ. જો અભાવપ્રમાણનો વિષય અભાવ વસ્તુરૂપ અને પ્રાગભાવાદિ પ્રકારવાળો ન હોય તો લોકપ્રતીત સઘળાયે કારણાદિ વ્યવહારોનો લોપ થવાનો પ્રસંગ આવશે. તેથી જ કહ્યું છે કે..,
જો અભાવ પ્રાગભાવાદિ ચાર પ્રકારનો ન હોય તો કારણ-કાર્ય આદિના વિભાગથી જે લોકવ્યવહાર ચાલે છે, તે ચાલી શકશે નહિ. (૧) અથવા અભાવ વસ્તુ છે, કારણકે તેમાં ગાય આદિની જેમ અનુવૃત્તિ - વ્યાવૃત્તિ વિશેષ બુદ્ધિ થાય છે. તથા તે પ્રમાણનો વિષય છે – પ્રમેય છે. (૨)