________________
७९४
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ७६, मीमांसकदर्शन
અવસ્તુના પ્રાગભાવાદિ ચાર ભેદ થઈ શકતા નથી. તેથી અભાવના પ્રાગભાવાદિ અવાંતર ભેદ હોવાથી તે વસ્તુ છે. ઘટ આદિ કાર્યોનો અભાવ જ મૃર્તિડ આદિ કારણનો સદ્ભાવ છે. (૩) વસ્તુઓનું પોત-પોતાના નિયતસ્વરૂપમાં સ્થિર રહેવું પરસ્પર મળવું નહિ, તે જ અભાવની સત્તાનું સાક્ષાનું પ્રમાણ છે. દૂધ આદિ કારણોમાં દહીં આદિ કાર્યોનું ન હોવું તે જ પ્રાગભાવ કહેવાય છે. (૪) દહીં આદિ કાર્યોમાં દૂધ આદિ કારણોનું ન હોવું તે જ પ્રધ્વસાભાવનું લક્ષણ છે. ગાયમાં ઘોડા આદિનો અભાવ અન્યોન્યાભાવ કહેવાય છે. સસલાના મસ્તકમાં અવયવોમાં વૃદ્ધિ તથા કઠિનતા ન થવી અને નિમ્ન-સમતલમાં રહેવું તે શીંગડાનો અત્યંતાભાવ કહેવાય છે. (૬) જો આ બધાનું વ્યવસ્થાપક અભાવ નામનું પ્રમાણ ન હોય તો વસ્તુની પ્રતિનિયત વ્યવસ્થા ભાંગી પડશે. અર્થાત્ પ્રતિનિયત વ્યવસ્થામાં કોઈ નિયામક ન રહેવાથી... “દૂધમાં દહીં, દહીંમાં દૂધ. ઘટમાં પટ અને સસલાના મસ્તક ઉપર શીંગડું, પૃથ્વી આદિમાં ચૈતન્ય, આત્મામાં મૂર્તતા, પાણીમાં ગંધ, અગ્નિમાં રસ, વાયુમાં રૂપ-રસ-ગંધ, આકાશમાં સ્પર્શ આદિ માનવાનો પ્રસંગ આવી પડશે, જો અભાવની પ્રમણતા નહિ માનો તો. (૭-૮)
(કહેવાનો આશય એ છે કે અભાવપ્રમાણનો વિષયભૂત અભાવપદાર્થ વસ્તુરૂપ છે. આવતુરૂપ નથી. તથા તે અભાવ પ્રાગભાવાદિ ભેદે ચાર પ્રકારનો છે. જો આ ચાર પ્રકારનો અભાવ ન હોય તો જગતમાં કાર્ય, કારણ તથા ઘટ, પટ, જીવ,અજીવ આદિની પ્રતિનિયત વ્યવસ્થાનો લોપ થઈ જવાથી સમસ્તવ્યવહારો નષ્ટ થઈ જશે. આ સમસ્ત કાર્યકારણ આદિ વ્યવહાર સર્વલોકપ્રસિદ્ધ છે. તેનો લોપ કરવાથી વસ્તુમાત્રનો અભાવ થઈ જશે. મીમાંસક શ્લોકવાર્તિકમાં કહ્યું પણ છે કે... “જો પ્રાગભાવાદિ ભેદથી અભાવના ચાર ભેદ ન હોય તો સંસારમાં આ કાર્ય છે, આ કારણ છે, ઇત્યાદિ વ્યવહાર જ થઈ શકશે નહિ. કાર્યના પ્રાગભાવને કારણ તથા પ્રાગભાવના પ્રવ્વસને જ કાર્ય કહેવાય છે. પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ ન હોય તો કારણકાર્ય વ્યવહાર કોના બળ પર બની શકે ? અથવા અભાવ વસ્તુ છે, કારણ કે તેમાં ગાય આદિની જેમ “અભાવ અભાવ” આ અનુવૃત્તિ = અનુગતપ્રત્યય = સામાન્ય પ્રત્યય તથા “પ્રાગભાવ ‘પ્રધ્વસાભાવ'. આ વ્યાવૃત્ત = વિલક્ષણ પ્રત્યય = વિશેષ પ્રત્યય થાય છે. તથા તે પ્રમાણનો વિષય છે - પ્રમેય છે. અવસ્તુના તો તે પ્રાગભાવાદિ ભેદો થઈ શકતા જ નથી. આથી અભાવના પ્રાગભાવાદિ અવાંતર ભેદો છે, તેથી જ વસ્તુ છે. ઘટ આદિ કાર્યનો અભાવ જ મૃત્પિડ આદિ કારણોનો સભાવ છે. તાત્પર્ય એ છે કે અભાવ સર્વથા તુચ્છ નથી, ભાવાત્તરરૂપ છે. ઘટના અભાવ શુદ્ધભૂતલરૂપ છે. કાર્યનો અભાવ કારણના સંદુભાવરૂપ છે. વસ્તુઓનું પોત-પોતાના સ્વરૂપમાં નિયત રહેવું, બલકે એકબીજામાં મળી ન જવું, તે જ અભાવની સત્તાનું પ્રબળપ્રમાણ છે. દૂધ આદિ કારણોમાં દહીં આદિ કાર્યોનું ન હોવું તે જ પ્રાગભાવ છે. જો પ્રાગભાવ ન હોય તો દૂધમાં પણ દહીં મળવું જોઈએ. દહીં આદિ કાર્યોમાં દૂધ આદિ કારણોનું ન હોવું તે જ