________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
સાવયવ, સક્રિય અને કાર્યરૂપ મહાન્-અહંકાર આદિરૂપથી પરિણમન માને છે. તે ખરેખર પૂર્વા૫૨થી અસંબદ્ધ વચન છે. કારણ કે નિત્યાદિધર્મોવાળી પ્રકૃતિનું અનિત્યાદિધર્મવાળી મહાન્ = બુદ્ધિ આદિમાં પરિણમન કેવી રીતે થઈ શકે ? (૧)
७१९
પદાર્થનો નિશ્ચય બુદ્ધિના વ્યાપારથી થતો હોવાથી ચૈતન્ય વિષયપરિચ્છેદથી રહિત છે. અર્થાત્ ચૈતન્ય પદાર્થનું નિશ્ચાયક નથી, આવું કહેવું તે લોકપ્રતીતિ અને અનુભવથી વિરુદ્ધ છે. કહેવાનો આશય એ છે કે સાંખ્યો અર્થના નિશ્ચયને બુદ્ધિનો ધર્મ માને છે તથા ચૈતન્યને બાહ્ય વિષયોના પરિજ્ઞાનથી શૂન્ય માને છે - આ બંને વાતો લોકપ્રતીતિથી વિરુદ્ધ છે. જગતમાં સર્વ લોકો માને છે કે તથા અનુભવમાં આવે છે કે ચૈતન્ય, બુદ્ધિ, ઉપલબ્ધિ આદિ એકાર્થવાચી છે. ચૈતન્ય જ મુખ્યતયા પદાર્થોનો પરિજ્ઞાતા છે. (૨)
મહાન - બુદ્ધિ જડ છે, એવું કહેવું પણ પ્રતીતિવિરુદ્ધ છે. બુદ્ધિ તો સ્વ અને ૫૨ બંનેનો અનુભવ કરે છે. આથી બુદ્ધિને જડ માનવી તે સ્વ-૫૨પ્રતીતિવિરુદ્ધ છે. જો બુદ્ધિ જડ અને ચૈતન્યશૂન્ય હોય તો, તેના દ્વારા સ્વ અને પરનો અનુભવ થઈ શકશે નહિ. (૩)
‘સૂક્ષ્મસંક્ષક સ્વરાદિતન્માત્રાઓથી આકાશાદિ પાંચ ભૂતની ઉત્પત્તિ થાય છે-' એમ જે સાંખ્યો દ્વારા કહેવાય છે. તે પણ નિત્ય-એકાંતવાદમાં પૂર્વપરવિરુદ્ધ હોવાથી કેવી રીતે શ્રદ્ધેય બને ? કહેવાનો આશય એ છે કે સાંખ્યો એકબાજુ મૂલપ્રકૃતિને નિત્ય માને છે. અને વળી બીજીબાજું તે નિત્યપ્રકૃતિથી મહાન=બુદ્ધિ, બુદ્ધિમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચતન્માત્રા અને પાંચતન્માત્રામાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ માને છે. આ પરસ્પરવિરોધ છે. કારણકે નિત્ય માનવામાં ઉત્પત્તિ તો થઈ શકતી નથી. જેમ પુરુષ કૂટસ્થંનિત્ય હોવાથી પુરુષની વિકૃતિ થતી નથી. અર્થાત્ પુરુષમાંથી વિકારો ઉત્પન્ન થતા નથી. પુરુષનો બંધ-મોક્ષ થતો નથી. તે પ્રમાણે પ્રકૃતિમાંથી પણ મહાદાદિ વિકારો ઉત્પન્ન ન થવા જોઈએ અને પ્રકૃતિનો બંધ-મોક્ષ પણ ન થવો જોઈએ. કારણકે પ્રકૃતિ પણ કૂટસ્થનિત્ય જ છે. સદા એક સ્વરૂપે રહેવાવાળો પદાર્થ ફૂટસ્થ નિત્ય કહેવાય છે. તેથી પ્રકૃતિને કૂટસ્થનિત્ય પણ માનવી અને તેની વિકૃતિ અને બંધ-મોક્ષ પણ માનવા, તે પરસ્પરવિરુદ્ધ છે. (૪-૫).
मीमांसकस्य पुनरेवं स्वमतविरोधः । न हिंस्यात्सर्वभूतानि [ ] इति न वै हिंस्रो भवेद् [ ] इति चाभिधाय महोक्षं वा महाजं वा श्रोत्रियाय प्रकल्पयेद् [ याज्ञ० स्मृ० १९९] इति जल्पतो वेदस्य कथं न पूर्वापरविरोधः । तथा " न हिंस्यात्सर्वभूतानि” [ ] इति प्रथममुक्त्वा पश्चात्तदागमे पठितमेवम् । “ षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि ।