________________
७१८
षड्दर्शन समुझय भाग- २, श्लोक - ५८, जैनदर्शन
- આ જ રીતે અન્ય યોગીઓનું સર્વાર્થસંવેદન પણ દુધરવિરોધથી ઘેરાયેલું જ જાણવું. અર્થાત્ યોગીઓનું જ્ઞાન પણ સજ્ઞિકર્ષજ હશે, તો તે સર્વજ્ઞ હોઈ શકશે નહિ. (૧૦)
કાર્યદ્રવ્ય પૂર્વે ઉત્પન્ન થતે છતે (અર્થાત્ કાર્યદ્રવ્ય પહેલાં ઉત્પન્ન થાય અને) તે કાર્યદ્રવ્યનું રૂપ પછીથી ઉત્પન્ન થાય છે. (અર્થાત્ કાર્યદ્રવ્ય જે ક્ષણે ઉત્પન્ન થાય, તેની પછીની ક્ષણે રૂપ ઉત્પન્ન થાય છે.) કારણકે રૂપાદિ નિરાશ્રય =નિરાધાર રહી શકતા નથી. રૂપાદિ ગુણ હોવાથી કોઈ દ્રવ્યને આશ્રયીને જ રહી શકે છે અને તેથી દ્રવ્યની ઉત્પત્તિ પહેલા તેની ઉત્પત્તિ થઈ શકતી નથી'-આવું કહીને પાછળથી “કાર્યદ્રવ્યનો વિનાશ થતે છતે દ્રવ્યનું રૂપ નાશ પામે છે'-આવું કહેતા નૈયાયિકોને પૂર્વાપરવિરોધ આવે છે. કારણ કે નૈયાયિકોએ પૂર્વે કહ્યું કે ગુણ આધારદ્રવ્ય વિના રહી શકતો નથી અને પછીથી કહ્યું કે કાર્યદ્રવ્યનો નાશ થતાં રૂપનો નાશ થાય છે. તેનાથી એ સિદ્ધ થયું કે કાર્યદ્રવ્યનો વિનાશ થવા છતાં પણ રૂપ નિરાશ્રય રહ્યું છતું પાછળથી વિનાશ પામશે. અર્થાત્ કાર્યદ્રવ્યનો નાશ થયા બાદ દ્વિતીય ક્ષણમાં રૂપાદિનો નાશ થશે એવું માને છે. તેથી નૈયોયિકો એક બાજુ દ્રવ્યના ઉત્પત્તિના સમયમાં રૂપાદિમાં નિરાધારતા ન આવે, તેથી તેની ઉત્પત્તિ કાર્યદ્રવ્યની ઉત્પત્તિની બીજી ક્ષણે માની અને બીજી બાજુ કાર્યદ્રવ્યના વિનાશ સમયે રૂપાદિને કાર્યદ્રવ્યના નાશ પછીની ક્ષણે નાશ પામતું કહીને (કમસેકમ એક ક્ષણ) રૂપાદિ ગુણની નિરાધારતાનું વિધાન કર્યું, તે ખરેખર પૂર્વાપરવિરોધ છે. ___ साङ्ख्यस्य त्वेवं स्ववचनविरोधः । प्रकृतिनित्यैका निरवयया निष्क्रियाऽव्यक्ता चेष्यते । सैवानित्यादिभिर्महदादिविकारैः परिणमत इति चाभिधीयते, तच पूर्वापरतोऽसंबद्धम् १ । अर्थाध्यवसायस्य बुद्धिव्यापारत्वाचेतनाविषयपरिच्छेदरहितार्थ न बुध्यत इत्येतत्सर्वलोकप्रतीतिविरुद्धम् २ । बुद्धिर्महदाख्या जडा न किमपि चेतयत इत्यपि स्वपरप्रतीतिविरुद्धं ३ । आकाशादिभूतपञ्चकं स्वरादितन्मात्रेभ्यः सूक्ष्मसंज्ञेभ्य उत्पन्नं यदुच्यते तदपि नित्यैकान्तवादे पूर्वापरविरुद्धं कथं श्रद्धेयम् ४ । यथा पुरुषस्य कूटस्थनित्यत्वान्न विकृतिर्भवति नापि बन्धमोक्षौ तथा प्रकृतेरपि न ते संभवन्ति कूटस्थनित्यत्वादेव, कूटस्थनित्यं चैकस्वभावमिष्यते ततो ये प्रकृतेर्विकृतिर्बन्धमोक्षौ चाभ्युपगम्यन्ते परैः, ते नित्यत्वं च परस्परविरुद्धानि ५ ।। ટીકાનો ભાવાનુવાદ: સાંખ્યોના મતમાં સ્વવચનવિરોધ આ પ્રમાણે છે. સાંખ્યો એકબાજુ પ્રકૃતિને નિત્ય, એક, નિરવયવ, નિષ્ક્રિય અને અવ્યક્ત કહે છે અને બીજીબાજુ તે જ પ્રકૃતિનું અનિત્ય, અનેક,