________________
६९१
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
જ્ઞાત છે કે અનુમાનથી જ્ઞાત છે ? અર્થાત્ તે સામાન્યરૂપલિંગનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે કે અનુમાનથી થાય છે ?
‘સામાન્યરૂપલિંગનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે.' તેમ કહી શકાશે નહિ. કારણકે પ્રત્યક્ષ સંનિકૃષ્ટપદાર્થગ્રાહિ છે. અર્થાત્ પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી સંબદ્ધ સ્થૂલપદાર્થોમાં જ પ્રવૃત્તિ કરી શકે છે. આથી તેનાથી સર્વવ્યાપી સામાન્યરૂપલિંગનું જ્ઞાન થવું શક્ય નથી.
‘સામાન્યરૂપલિંગનું જ્ઞાન અનુમાનથી થાય છે' તેમ પણ કહી શકાતું નથી. કારણકે તેમાં પણ અનુમાનાન્તરથી લિંગગ્રહણ ઇત્યાદિ વિચારણા ચાલુ જ રહેશે. કહેવાનો આશય એ છે કે અનુમાનથી પણ સામાન્યરૂપલિંગનું જ્ઞાન થવું સંભવ નથી. કારણકે તે અનુમાન પણ લિંગ ગ્રહણપૂર્વક હશે. લિંગ વિશેષરૂપ નહિ હોવાના કારણે સામાન્યરૂપ હશે. તે સામાન્યરૂપલિંગનું જ્ઞાન પ્રત્યક્ષથી થશે કે અનુમાનથી ? આ રીતે પ્રશ્નો ચાલુ જ રહેશે અને તેથી હજારો યુગો પછી અનંતા અનુમાનોથી પણ એક સાધ્યની સિદ્ધિ થઈ શકશે નહિ.
વળી જો પ્રત્યક્ષ અને અનુમાનથી સઘળીયે વ્યક્તિઓના આધેયસ્વરૂપ સામાન્યનો નિશ્ચય થતો હોય તો, તે સામાન્યના આધારભૂતવ્યક્તિઓનો પણ નિશ્ચય પ્રત્યક્ષ અને અનુમાનથી થઈ જશે અને તેથી સમસ્તવ્યક્તિઓનો નિશ્ચય થતાં, તે નિશ્ચય જેને થયો હશે તેનો પણ નિશ્ચય થતાં - આ પ્રમાણે સર્વ જીવો સર્વજ્ઞ બની જશે.
किं च, स्वाश्रयेन्द्रियसंयोगात्प्राक् स्वज्ञानमजनयत्सामान्यं पश्चादपि न तज्जनयेत्, अविचलितरूपत्वात् परैरनाधेयातिशयत्वाच्च, विचलितत्वे आधेयातिशयत्वे च क्षणिकतापत्तिः । अन्य, तत्सामान्यं व्यक्तिभ्यो भिन्नमभिन्नं भिन्नाभिन्नं वा हेतुर्भवेत् ? न तावद्भिन्नं व्यक्तिभ्यः पृथगनुपलम्भात् । समवायेन व्यक्तिभिः सह सामान्यस्य संबन्धितत्वात् पृथगनुपलम्भ इति चेत् ? न, समवायस्येह बुद्धिहेतुत्वं गीयते, इहेदमिति बुद्धिश्च भेदग्रहणमन्तरेण न भवेत् । किं च, अतोऽश्वत्वादिसामान्यं स्वाश्रयसर्वगतं वा सर्वसर्वगतं वेष्यते ? यदि स्वाश्रयसर्वगतं, तदा कर्कादिव्यक्तिशून्ये देशे प्रथमतरमुपजायमानाया व्यक्तेरश्वत्वादिसामान्येन योगो न भवति, व्यक्तिशून्ये देशे सामान्यस्यानवस्थानाद्व्यक्त्यन्तरादनागमना । अथ सर्वसर्वगतं तत्स्वीक्रियते, कर्कादिभिरिव शाबलेयादिभिरपि तदभिव्यज्येत । न च कर्काद्यानामेव तदभिव्यक्तौ सामर्थ्यं न शाबलेयादीनामिति वाच्यं यतः किंरूपं तत्कर्काद्यानां सामर्थ्यम् ?
तदा