________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
તેમાં સામાન્યરૂપહેતુ પ્રત્યક્ષસિદ્ધ નથી. કારણ કે પ્રત્યક્ષ ઇન્દ્રિયાનુસારિતયા પ્રવર્તે છે. અર્થાત્ પ્રત્યક્ષ ઇન્દ્રિયોને આધીન છે અને ઇન્દ્રિય નિયતદેશાદિ સાથે જ સન્નિકર્ષ રાખે છે. અર્થાત્ ઇન્દ્રિયોનો સન્નિકર્ષ નિયતદેશમાં રહેલા સ્થૂલપદાર્થો સુધી જ સીમિત હોય છે. આથી ઇન્દ્રિયાનુસારિજ્ઞાન નિયતદેશાદિમાં જ પ્રવર્તવા માટે ઉત્સાહ કરે છે. અર્થાત્ તાદશજ્ઞાનનો વિષય નિયતદેશમાં રહેલા સ્થૂલપદાર્થો જ બની શકે છે. પરંતુ ઇન્દ્રિયાનુસારિજ્ઞાન સકલ કાલદેશવ્યાપી હોતું નથી. અર્થાત્ ઇન્દ્રિયાનુસારિજ્ઞાનમાં સકલદેશ તથા ત્રિકાલવર્તી વ્યક્તિઓમાં રહેવાવાળા સામાન્યને જાણવાની શક્તિ નથી.
६९०
શંકાકાર : નિયતદેશમાં સ્વરૂપના અવ્યતિરેકથી નિયતદેશમાં તેનો નિશ્ચય થતે છતે દૂરદેશ અને અતીતકાલમાં પણ નિશ્ચય થઈ જશે. અર્થાત્ જે સામાન્ય નિયતદેશવાળી વ્યક્તિઓમાં ૨હે છે, તે તો દૂરદેશ તથા અતીતાદિકાલવર્તી વ્યક્તિઓમાં પણ જોવા મળે છે. આથી નિયત દેશમાં તેનું પ્રત્યક્ષ થતું હોવાથી, દૂરદેશ અને અતીતાદિકાલવર્તી વ્યક્તિઓમાં રહેવાવાળા સ્વરૂપનું પણ પ્રત્યક્ષ થઈ જ જાય છે.
સમાધાન : આવું ન કહેવું. કારણ કે (જો સામાન્યને) નિયતદેશવર્તી વ્યક્તિઓમાં રહેલા સ્વરૂપથી અવ્યતિરેક = અભિન્ન માનશો તો, તેની પણ નિયતદેશતા જ થઈ જશે. અર્થાત્ જો સામાન્ય નિયતદેશવર્તી વ્યક્તિઓમાં રહેનારા સામાન્યથી સર્વથા અભિન્ન છે, તો પછી તે પણ નિયતદેશવાળો જ થઈ જશે. તેવી અવસ્થામાં તે સર્વવ્યાપી રહી શકશે નહિ. તેથી વ્યાપી સામાન્યરૂપ હેતુ પ્રત્યક્ષસિદ્ધ નથી.
સામાન્યરૂપહેતુને અનુમાનથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં પણ અનવસ્થાદોષ નામની રાક્ષસીનું નિવારણ કરી શકાતું નથી. અર્થાત્ અનવસ્થાદોષ આવે છે. કારણકે સામાન્યને સિદ્ધ કરવા માટે પ્રવર્તમાન અનુમાન લિંગજ્ઞાનપૂર્વક જ પ્રવર્તે છે અને લિંગ તો સામાન્યરૂપ જ છે. પરંતુ વિશેષરૂપ હોતું નથી, કારણકે (વિશેષનો બીજી વ્યક્તિઓમાં) અનુગમ હોતો નથી. (તેથી લિંગને વિશેષરૂપ તો માની શકાશે નહિ. હવે તે લિંગ સામાન્યરૂપ છે, તેના વિશે વિચારીએ.) તે સામાન્યરૂપલિંગ જ્ઞાત બનીને લિંગ બનશે કે અજ્ઞાત રહીને જ લિંગ બનશે ?
“સામાન્યરૂપલિંગ અજ્ઞાત રહીને જ લિંગ બને છે. (તથા તે લિંગ સાધ્યનું ગમક બને છે.)” આવું કહી શકાય તેમ નથી. કારણકે અનિષ્ટતા અને અતિવ્યાપ્તિનો પ્રસંગ આવશે. (જે વ્યક્તિએ ધૂમાદિલિંગોને જાણ્યા નથી, તેને પણ અગ્નિ આદિનું અનુમાન થવું જોઈએ - આ અનિષ્ટ આવશે તથા કોઈપણ વ્યક્તિને કોઈપણ લિંગથી કોઈપણ સાધ્યનું જ્ઞાન થઈ જવું જોઈએ - આ અતિવ્યાપ્તિ આવશે.) “સામાન્યરૂપલિંગ જ્ઞાત બનીને જ લિંગ બને છે અને તે લિંગ સાધ્યનું ગમક થાય છે.” આ પક્ષમાં અમારો પ્રશ્ન છે કે, તે સામાન્યરૂપલિંગ પ્રત્યક્ષથી