________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
साधारणरूपत्वमिति चेत् ? न, स्वतश्चेत्साधारणरूपा व्यक्तयः, तदा स्वत एव ता अधोऽश्व इत्यनुवृत्तं प्रत्ययं जनयिष्यन्तीति किं तद्भिन्नसामान्यपरिकल्पनया । यदि च स्वतोऽसाधारणरूपा व्यक्तयः, तदापरसामान्ययोगादपि न साधारणा भवेयुः, स्वतोऽसाधारणरूपत्वात्, इति व्यक्तिभिन्नस्य सामान्यस्याभावादसिद्धस्तल्लक्षणो हेतुः । कथं ततः साध्यसिद्धिर्भवेत् । अथ व्यक्त्यभिन्नं सामान्यं हेतुः, तदप्ययुक्तं, व्यक्त्यभिन्नस्य . व्यक्तिस्वरूपद्व्यकयन्तराननुगमात्सामान्यरूपतानुपपत्तेर्व्यक्त्यभिन्नत्वस्य सामान्यरूपतायाश्च मिथोविरोधात् । अथ भिन्नाभिन्नमिति चेत् ? न, विरोधात् । अथ केनाप्यंशेन भिन्नं केनाप्यभिन्नमिति । तदपि न युक्तं, सामान्यस्य निरंशत्वात् । तन्न एकान्तसामान्यरूपो हेतुः साकल्येन सिद्धो, नापि विशेषरूपः, तस्यासाधारणत्वेन गमकत्वायोगात्, साधारणत्व एवान्वयोपपत्तेः । नापि सामान्यविशेषोभयं परस्पराननुविद्धं हेतुः उभयदोषप्रसङ्गात् । नाप्यनुभयं, अन्योन्यव्यवच्छेदरूपाणामेकाभावे द्वितीयविधानादनुभयस्यासत्त्वेन हेतुत्वायोगात् । बुद्धिप्रकल्पितं च सामान्यमवस्तुरूपत्वात्साध्येनाप्रतिबद्धत्वादसिद्धत्वाञ्च न हेतुः । तदेवं सामान्यादीनामसिद्धत्वे तल्लक्षणाः सर्वेऽपि हेतवोऽसिद्धा एव २ । ટીકાનો ભાવાનુવાદ (સામાન્ય નિત્ય તથા એકરૂપ મનાય છે.) આથી જો તે સામાન્ય પોતાના આધારભૂત વ્યક્તિનો ઇન્દ્રિય સાથે સંબંધ ન હોય ત્યાં સુધી જ્ઞાન ઉત્પન્ન નથી કરતો, તો પાછળથી પણ તે કેવી રીતે જ્ઞાનને ઉત્પન્ન કરી શકશે ? કારણ કે તે સામાન્ય અવિચલિત-હંમેશાં એક સ્થાયી સ્વરૂપવાળો છે તથા બીજા કોઈ પદાર્થો દ્વારા તેમાં કોઈ નવો અતિશય પણ ઉત્પન્ન થઈ શકતો નથી. જો સામાન્યનું સ્વરૂપ વિચલિત = પરિવર્તનશીલ હોય અને સહકારિ કોઈ પદાર્થ દ્વારા તેમાં અતિશય ઉત્પન્ન થતો હોય તો, અર્થાત્ સામાન્યમાં વિચલિતત્વ અને આધેયાતિશયત્વ માનશો તો તે ક્ષણિક બની જવાની આપત્તિ આવશે.
બીજું, તે સામાન્ય (સામાન્યવાનુ =) વ્યક્તિઓથી ભિન્ન છે કે અભિન્ન છે કે ભિન્નભિન્ન છે? - તે સામાન્ય વ્યક્તિઓથી ભિન્ન તો નથી. કારણ કે વ્યક્તિઓથી પૃથફ ઉપલબ્ધ થતો નથી.
નિયાયિક સમવાયથી સામાન્યનો વ્યક્તિઓ સાથે સંબંધ થયો હોવાથી સામાન્ય વ્યક્તિઓથી ભિન્ન ઉપલબ્ધ થતો નથી, પરંતુ ભિન્ન તો છે જ. અર્થાત્ જોકે સામાન્ય વ્યક્તિઓથી ભિન્ન છે,