________________
५६४
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
જો શરીર વસ્ત્રની જેમ મૂર્છાનું કારણ છે, તો તેને પહેલાંથી જ કેમ છોડી દેવામાં આવતું નથી ? (૧) શું તેનો ત્યાગ વસ્ત્ર ત્યાગની જેમ અત્યંત કઠિન છે? કે ૨) તે સંયમનું સાધક બનીને મોક્ષનું કારણ થાય છે ? કે જેથી પ્રથમથી તેનો ત્યાગ કરાતો નથી ?
જો “પહેલાંથી જ શરીરનો ત્યાગ કરવો કઠીન છે” આવું કહેશો તો પ્રશ્ન છે કે.. (૧) શું સર્વપુરુષો (પહેલાંથી) શરીરનો ત્યાગ કરી શકતા નથી ? કે (૨) શું અલ્પશક્તિવાળા કેટલાક વ્યક્તિઓ જ તેને છોડી શકતા નથી ?
“સર્વવ્યક્તિઓ શરીરનો ત્યાગ કરી શકતા નથી' - આવું કહી શકાય તેમ નથી, કારણકે ઘણાપુરુષો અગ્નિમાં પ્રવેશ કરવો, પર્વત ઉપરથી ઝંઝાપાત કરવો, ઝેરપીવું વગેરે ક્રિયાઓ દ્વારા શરીરનો ત્યાગ કરતા જોવા મળે છે.
અલ્પશક્તિવાળા વ્યક્તિઓ શરીરનો ત્યાગ કરી શકતા નથી – આવું કહેશો, તો વસ્ત્ર છોડવા પણ કેટલાક લોકોને કઠીન હોઈ શકે છે. આથી શરીરની જેમ વસ્ત્રનો પરિહાર કરવામાં આગ્રહ ન હોવો જોઈએ.
શરીર (સંયમની સાધનાદ્વારા) મુક્તિનું અંગ હોવાના કારણે અત્યાજ્ય છે.' - આવું કહેશો તો વસ્ત્ર પણ તેવા પ્રકારની શક્તિથી વિકલજીવોને સ્વાધ્યાય આદિમાં આલંબનભૂત હોવાના કારણે શરીરની જેમ મુક્તિનું અંગ બને છે. તો વસ્ત્રના ત્યાગનો આગ્રહ શા માટે રાખો છો? - “વસ્ત્ર ધારણ કરવા (અર્થાત્ શરીર ઉપર આવી જવા) માત્રથી પરિગ્રહરૂપ બને છે' - આવું કહેશો તો... શીતઋતુમાં નદીકિનારે કે સ્મશાનમાં) કાયોત્સર્ગધ્યાનમાં રહેલા મુનિને જોઈને કોઈ ધર્માર્થિભક્તવડે “અત્યારે સહન ન કરી શકાય તેવી ઠંડી પડે છે”–આવું વિચારીને સાધુના મસ્તક ઉપર વસ્ત્ર ઢાંકવામાં આવે, તો પણ સાધુમાં સપરિગ્રહતા આવી જશે. (પરંતુ તેવું તો નથી. આથી વસ્ત્ર ધારણ કરવા માત્રથી પરિગ્રહતા આવી જતી નથી.)
વસ્ત્ર જીવોત્પત્તિનું સ્થાન હોવાથી પરિગ્રહરૂપ છે' - તેમ કહેશો તો શરીર પણ જીવોત્પત્તિનું સ્થાન હોવાથી પરિગ્રહનું કારણ બની જશે. શરીરમાં પણ કૃમિ વગેરેની ઉત્પત્તિ પ્રત્યેકજીવોમાં જોવા મળે છે. આથી શરીર પણ જીવોત્પત્તિનું સ્થાન હોવાથી પરિગ્રહનું કારણ બની જશે.
યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જીવોની વિરાધનાથી બચી શકાય છે. જો તમે આવું કહેશો તો વસ્ત્રમાં પણ યતનાપૂર્વક દોષનો પરિહાર કરી શકાય છે. શરીરમાં જે યુક્તિ બતાવી તે વસ્ત્રમાં પણ આપી શકાય છે, તો તે યુક્તિઓને શું કાગડાઓ વડે વચ્ચેથી ભક્ષણ કરાયું છે ? કે જેથી વસ્ત્ર માટે તે યુક્તિઓ તમને સ્કુરતી નથી. વસ્ત્રનું પણ યતનાદ્વારા સીવવું, કાપ કાઢવો વગેરે કરવાથી જીવોત્પત્તિનું નિવારણ કરી શકાય છે. તેથી વસ્ત્રના સદ્ભાવમાત્રથી ચારિત્રનો અસંભવ નથી.