________________
षड्दर्शन समुशय भाग- २, श्लोक -५२, जैनदर्शन
५६३
પરિત્યાગમાં તેઓ સમર્થ ન હોવાના કારણે હોય છે? કે (૨) વસ્ત્રો સંયમમાં ઉપકારક હોવાના કારણે હોય છે ?
તેમાં વસ્ત્રના પરિત્યાગમાં તેઓ સમર્થ ન હોવાના કારણે વસ્ત્રનો પરિભોગ કરે છે આવો પ્રથમપક્ષ ઉચિત નથી. કારણ કે પ્રાણોથી બીજી કોઈ ચીજ પ્રિય હોતી નથી, તે પ્રાણોને પણ (શીલના રક્ષણ માટે, ગુણસમૃદ્ધિની રક્ષા માટે) ત્યાગ કરતી સ્ત્રીઓ જોવા મળે છે. (જો વસ્ત્રોથી પણ અત્યંતપ્રિય પ્રાણોને ત્યાગ કરવાનું સામર્થ્ય સ્ત્રીઓમાં આવી શકતું હોય તો, પછી) વસ્ત્રની તો શું વાત કરવી ? (તે તો સુતરાં ત્યાગ કરી શકે છે.)
સંયમમાં ઉપકારી હોવાના કારણે તેઓ વસ્ત્રનો પરિભોગ કરે છે? આવું કહેશો તો - પુરુષો પણ સંયમ માટે તથા સંયમની સ્થિરતારૂપ ઉપકાર માટે વસ્ત્રનો પરિભોગ કેમ ન કરી શકે ? તેમાં શું હાનિ છે ?
પૂર્વપક્ષ (દિગંબર): સ્ત્રીઓ અબલા છે. (તથા તેમના શરીરના અવયવોની રચના જ એવી છે કે જેનાથી) પુરુષોદ્વારા બલાત્કારે ઉપભોગ કરાય છે. તેથી વસ્ત્ર વિના સ્ત્રીઓના શીલની - સંયમની રક્ષા થઈ શકતી નથી. સંયમમાં બાધાનો સંભવ હોવાથી તેઓ વસ્ત્રનો પરિભોગ કરે છે. પરંતુ પુરુષોને તેવો કોઈ સંભવ નથી. તેથી પુરુષોને વસ્ત્રોનો ઉપભોગ હોતો નથી.
ઉત્તરપક્ષ (શ્વેતાંબર): તમારા ઉપરોક્તકથનથી તો એ તાત્પર્ય નીકળે છે કે સ્ત્રીઓને વસ્ત્રના પરિભોગમાત્રથી ચારિત્રનો અભાવ થતો નથી. આહાર જેમ (શરીરપુષ્ટિદ્વારા) સંયમમાં ઉપકારક છે, તેમ વસ્ત્રો પણ સંયમમાં ઉપકારક જ છે.
તથા વસ્ત્ર પરિગ્રહરૂપ પણ નથી કે જેથી તેનાથી ચારિત્રનો અભાવ થાય. વસ્ત્ર પરિગ્રહરૂપ ક્યારે બને ? (૧) શું વસ્ત્ર મૂચ્છ (મમત્વ)નું કારણ હોવાથી પરિગ્રહરૂપ બને છે ? કે (૨) શું ધારણ કરવા માત્રથી પરિગ્રહરૂપ બને છે? કે (૩) શું વસ્ત્રના સ્પર્શમાત્રથી પરિગ્રહરૂપ બને છે ? કે (૪) શું જીવોની ઉત્પત્તિનું સ્થાન હોવાના કારણે પરિગ્રહરૂપ બને છે ?
વસ્ત્ર મૂચ્છ (મમત્વ)નું કારણ હોવાથી પરિગ્રહરૂપ છે આવું કહેશો તો (અમારો પ્રશ્ન છે કે.) શરીર પણ મૂર્છાનો હેતુ થાય છે કે નહિ ?
શરીર મૂચ્છનું કારણ બનતું નથી.' એમ કહી શકાય તેમ નથી. કારણકે શરીર અંતરંગ હોવાના કારણે તથા અત્યંતદુર્લભ હોવાથી વિશેષથી મૂચ્છનું કારણ બને છે. કહેવાનો આશય એ છે કે શરીર તો વસ્ત્રથી પણ અધિકદુર્લભતર છે. વસ્ત્રનો ત્યાગ કર્યા પછી પણ ઇચ્છાનુકૂલ બીજું વસ્ત્ર મેળવી શકાય છે. વસ્ત્ર બાહ્ય છે. પરંતુ શરીરનો ત્યાગ કર્યા બાદ ઇચ્છાનુકૂલ બીજું શરીર મળવું અસંભવ છે. તે અંતરંગ છે. આથી અતિનિકટનો તથા ઘનિષ્ઠસંબંધ હોવાના કારણે શરીર તો વિશેષથી મૂચ્છનું કારણ બની શકે છે.