________________
५४२
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ:
આનાદ્વારા મીમાંસકો (? તૈયાયિકો)ના કથનોનું પણ ખંડન થઈ જાય છે. તેઓ કહે છે કે “જ્યાં સુધી વાસના (સંસ્કાર), પુષ્ય, પાપઆદિ સર્વે ગુણોનો ઉચ્છેદ થતો નથી, ત્યાં સુધી આત્યંતિકી દુઃખનિવૃત્તિ સંભવિત નથી. જીવોના સુખ-દુ:ખની ઉત્પત્તિ ધર્માધર્મ=પુણ્ય-પાપ નિમિત્તક છે. તે બંને જ સંસારરૂપી પ્રાસાદના મૂળભૂત સ્તંભો છે. તે ધર્માધર્મનો ઉચ્છેદ થતાં, તેના કાર્યભૂતશરીરાદિ ઉત્પન્ન થતા નથી. તેના અભાવમાં આત્માને સુખ-દુ:ખ થતું નથી. આ જ મોક્ષ કહેવાય છે.
પ્રશ્ન : આત્માના સર્વગુણોનો ઉચ્છેદ થઈ જતો હોય તો મોક્ષાવસ્થામાં આત્મા કેવા પ્રકારનો રહે છે ?
ઉત્તર : મોક્ષાવસ્થામાં આત્મા આત્મસ્વરૂપમાં અવસ્થાનયુક્ત, સઘળાયે ગુણોથી રહિત હોય છે તથા આત્માનું છ ઉર્મિથી અતીતસ્વરૂપ હોય છે. સંસારના બંધનને આધીન દુ:ખ-ક્લેશાદિથી અદૂષિત સ્વરૂપ હોય છે. આ પ્રમાણે વિદ્વાનો કહે છે. ll૧-પા” કામ, ક્રોધ, મદ, ગર્વ, લોભ, દંભ આ છ ઉર્મિઓ છે તથા
શરીરધારી આત્માને સુખ-દુઃખનો અભાવ થતો નથી. તે સુખી કે દુઃખી જ હોય છે. પરંતુ અશરીરી આત્માને સુખ-દુ:ખ, પ્રિય-અપ્રિય સ્પર્શી શકતું નથી.”
ઇત્યાદિ મીમાંસકો (? તૈયાયિકો)ની વાતોનું ખંડન થઈ જાય છે. વળી તમે તૈયાયિકો અમને કહો કે - મોક્ષમાં શુભકર્મના પરિપાકથી ઉત્પન્ન થતા - સંસારમાં ઉત્પન્ન થતાં સુખોનો નિષેધ કરો છો કે સર્વથા સુખોનો અભાવ કહો છો ?
પ્રથમપક્ષમાં સિદ્ધસાધનદોષ આવે છે. કારણ કે તે અમને પણ માન્ય જ છે. દ્વિતીયપક્ષ અસિદ્ધ છે. કારણ કે આત્મા સુખસ્વરૂપ છે તથા પદાર્થોના સ્વરૂપનો અત્યંતઉચ્છેદ થતો નથી. કારણ કે તેમ માનવાથી અતિવ્યાપ્તિ આવે છે.
આત્માનું સુખસ્વરૂપત્ર અસિદ્ધ નથી. કારણ કે તેના ભાવમાં પ્રમાણ વિદ્યમાન છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – “આત્મા સુખના સ્વભાવવાળો છે. કારણકે તે અત્યંતપ્રિય બુદ્ધિનો વિષય છે તથા તે બીજા માટે નહિ, પરંતુ પોતાની શાંતિ માટે ગ્રહણ કરાય છે. જેમકે વૈષયિકસુખ.” તથા “મુમુક્ષુનો તપ, ચારિત્રવગેરેમાં પ્રયત્ન સુખ માટે છે. કારણકે બુદ્ધિશાળી વ્યક્તિનો બુદ્ધિપૂર્વક કરાયેલો પ્રયત્ન છે. જેમકે ખેડૂતનો ખેતી કરવાનો પ્રયત્ન.”
તે સુખ મોક્ષમાં પરમાતિશય પ્રાપ્ત થાય છે. તે આ અનુમાનથી પ્રસિદ્ધ છે - “સુખની તરતમતા ક્યાંક વિશ્રામ પામે છે. અર્થાત્ પરમાતિશયતાને પામે છે. કારણ કે તરત મશબ્દથી