________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
५४३
વાચ્ય છે. (તેનો ક્રમિકવિકાસ થાય છે). જેમકે પરિમાણની તરતમતા અર્થાત્ પરિમાણનો ક્રમિક વિકાસ.
તથા “આનંદ જ બ્રહ્મનું (શુદ્ધ)સ્વરૂપ છે. અને તે મોક્ષમાં (પૂર્ણતયા) પ્રગટ થાય છે. જે સમયે પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરીને સર્વઅવિદ્યાદિ બંધનોને તોડી નાખે છે, તે સમયે બંધનોથી મુક્ત આત્મા પોતાના સ્વરૂપમાં હંમેશાં તે પરમાનંદનો અનુભવ કરે છે.”—આ શ્રુતિના વચનથી પણ મોક્ષમાં (આત્માના) આનંદસ્વરૂપનું સ્પષ્ટ પ્રતિપાદન કરે છે.
તથા “જ્યાં આત્યંતિક સુખ છે, જેનું સુખ અતીન્દ્રિય છે, તે સુખ માત્ર બુદ્ધિગ્રાહ્ય જ છે અને જે આત્મજ્ઞાનથી રહિત મૂઢઆત્માને દુ:ખેથી પ્રાપ્ત થાય છે, તે મોક્ષ જાણવો.”—આ સ્મૃતિના વચનથી મોક્ષની સુખમયતા સ્વીકારવી જોઈએ. આ રીતે મોક્ષમાં સુખ(આનંદ)મયતા સિદ્ધ થાય છે. તેથી વૈશેષિકોની માન્યતાનું ખંડન થઈ જાય છે. ___ अत्र सांख्या ब्रुवते । इह शुद्धचैतन्यस्वरूपोऽयं पुरुषः, तृणस्य कुब्जीकरणेऽप्यशक्तत्वादकर्ता, साक्षादभोक्ता, जडां प्रकृति सक्रियामाश्रितः । अज्ञानतमश्छन्नतया प्रकृतिस्थमपि सुखादिफलमात्मनि प्रतिबिम्बितं चेतयमानो मोदते मोदमानश्च प्रकृतिं सुखस्वभावां मोहान्मन्यमानः संसारमधिवसति । यदा तु ज्ञानमस्याविर्भवति “दुःखहेतुरियं न ममानया सह संसर्गो युक्तः” इति, तदा विवेकख्यातेर्न तत्संपादितं कर्मफलं भुङ्क्ते । सापि च “विज्ञातविरूपाहं न मदीयं कर्मफलमनेन भोक्तव्यम्,” इति मत्वा कुष्ठिनी स्त्रीवदूरादवसर्पति । तत उपरतायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणावस्थानं मोक्षः । स्वरूपं च चेतनाशक्तिपरिणामिन्यप्रतिसंक्रमा प्रतिदर्शितविषयाऽनन्ता च अतस्तदात्मक एव मुक्तात्मा न पुनरानन्दादिस्वभावः, तस्य प्रकृतिकार्यत्वात्, तस्याश्च जीवनाशं नष्टत्वात् ।। ટીકાનો ભાવાનુવાદ:
પૂર્વપક્ષ (સાંખ્ય)ઃ શુદ્ધચૈતન્યસ્વરૂપ પુરુષ છે. તે પુરુષ તૃણને પણ વાંકુ કરવા અસમર્થ હોવાથી અકર્તા છે. તે પુરુષ સાક્ષાત્ અભોક્તા છે. જડપ્રકૃતિને આશ્રયિને પુરુષ સક્રિય બને છે. અર્થાત્ સક્રિયએવી પ્રકૃતિદ્વારા પુરુષ ભોક્તા બને છે. અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત હોવાથી પ્રકૃતિમાં રહેલા પણ સુખાદિફળને, પોતાના આત્મામાં પ્રતિબિંબિત થવાને કારણે, પોતાના જ માનતો આનંદ કરે છે = સુખી થાય છે. આ રીતે આનંદ અનુભવતો પુરુષ પ્રકૃતિના સુખસ્વભાવને પોતાનાં માનતો સંસારમાં રખડે છે. (કહેવાનો આશય એ છે કે. પ્રકૃતિ જ કર્તા