________________
४०
ઉદ્દન સમુશ્ચય HT - ૨, ઋો - ૨
द्गन्थकारकृता वा मतभेदा बहवो विद्यन्ते । तदेवमनेकानि दर्शनानि लोकेऽभिधीयन्ते । तानि च सर्वाणि देवतातत्त्वप्रमाणदिभेदेनात्राल्पीयसा प्रस्तुतग्रन्थे नाभिधातुमशक्यानि, तत्कथमत्राचार्येण सर्वदर्शनवाच्योऽर्थो निगद्यत इत्येवं गदितुमशक्योऽर्थो वक्तुं प्रत्यज्ञायि, गगनाङ्गुलप्रमितिरिव पारावारोभयतटसिकताकणगणनमिवात्यन्तं दुःशक्योऽयमर्थः प्रारब्ध इति चेत् । सत्यमेतद्यद्यवान्तरतद्भेदापेक्षया वक्तुमेषोऽर्थः प्रक्रान्तः स्यात् । यावता तु मूलभेदापेक्षयैव यानि सर्वाणि दर्शनानि तेषामेव वाच्योऽत्र वक्तव्यतया प्रतिज्ञातोऽस्ति नोत्तरभेदापेक्षया, ततो न कश्चन दोषः । सर्वशब्दं च व्याचक्षाणैरस्माभिः पुराप्ययमों दर्शित एव, परं विस्मरणशीलेन भवता विस्मारित इति ।।१।। ટીકાનો ભાવાનુવાદ:
આ પ્રમાણે જીવ સર્વગત છે કે નહિ ? ઇત્યાદિ જીવના સ્વરૂપમાં તથા જ્યોતિષચક્રના પરિભ્રમણના સ્વરૂપવિષયક અનેકવિવાદો છે. તથા બૌદ્ધોની અઢારનિકાયો તથા (i) વૈભાષિક, (i) સૌત્રાન્તિક, (ii) યોગાચાર, (iv) માધ્યમિક, એમ ચાર ભેદો છે. જૈમિનીના શિષ્યોદ્વારા કરાયેલી (વિચારણાઓના) ઘણા ભેદો છે. (તે જૈમિનીના શિષ્યોમાં કુમારિલ ભટ્ટનો શિષ્ય બકકારિકાને જાણે છે. (-માને છે.) (જેનાથી ગુરૂમત નીકળ્યો તે) પ્રભાકર તંત્ર=સિદ્ધાંતને જાણે છે. (- સ્વીકારે છે.) વામન કારિકા-તંત્ર ઉભયને જાણે છે. તથા અન્ય રેવણ એકપણને માનતો નથી. આમ જૈમિનીના શિષ્યોમાં અનેકભેદો છે.
બીજા પણ બહૂદક, ફૂટીચર, હંસ, પરમહંસ, ભાટ્ટ, પ્રભાકર વગેરે અનેક અવાંતર ભેદો છે. સાંખ્યદર્શનમાં પણ શ્રી ચરકઆદિ અનેક આચાર્યોના સિદ્ધાંતો ભિન્ન-ભિન્ન છે.
અન્ય પણ સર્વદર્શનોમાં દેવ, તત્ત્વ, પ્રમાણ, મુક્તિ વગેરેના સ્વરૂપના વિષયમાં તે તે દર્શનના શિષ્ય પરંપરાથી કરાયેલા અથવા તે તે દર્શનના ગ્રંથકારો દ્વારા કરાયેલા સિદ્ધાંતોમાં ઘણા મતભેદો છે. તેથી જ જગતમાં અનેક દર્શનો છે એમ કહેવાય છે.
શંકા: તે સર્વ દર્શનોને દેવ, તત્ત્વ અને પ્રમાણાદિના ભેદથી કહેવા માટે આ નાનકડો પ્રસ્તુત ગ્રંથમાં શક્ય નથી. તો કેવી રીતે ગ્રંથકારશ્રી આચાર્ય ભગવંત વડે સર્વદર્શનોનો વાચ્યાર્થ કહીશ, એમ કહેવાયું ? ગ્રંથકારશ્રીએ કહેવા માટે અશક્ય અર્થોને કહેવા માટેની પ્રતિજ્ઞા કરી છે. આથી આકાશને અંગુલીથી માપવા જેવું અને સમુદ્રના ઉભયતટની રેતીના કણીયાઓને ગણવાજેવા અત્યંત દુશક્ય એવા આ કાર્યની શરૂઆત કરી છે. સમાધાન : તમારી આ આપત્તિ સાચી ત્યારે કહેવાય કે, જ્યારે તે તે દર્શનોના) અવાજોર