________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २
ભેદોની અપેક્ષાથી કહેવા માટે પ્રારંભ કર્યો હોય ! (પરંતુ અમે તો) મૂલભેદની અપેક્ષાએ જે સર્વદર્શનો છે, તે દર્શનોના વાચ્યાર્થને જ અહીં કહેવા માટેની પ્રતિજ્ઞા કરી છે, તે તે દર્શનોના ઉત્તરભેદની અપેક્ષાથી વાચ્યાર્થને કહેવાની પ્રતિજ્ઞા કરી નથી. તેથી કોઈ દોષ નથી. અને (દર્શનોની આગળ રહેલા) સર્વશબ્દને કહેતા અમારાવડે પહેલાં પણ આ જ વાત બતાવાઈ હતી. પરંતુ ભૂલી જવાના સ્વભાવવાળા તમારાવડે ભૂલાઈ ગયું છે. III
एनमेवार्थं ग्रन्थकारोऽपि साक्षादाहઆ જ અર્થને ગ્રંથકારશ્રી પણ સાક્ષાત્ (શ્લોક દ્વારા) કહે છે.
दर्शनानि षडेवात्र मूलभेदव्यपेक्षया ।
देवतातत्त्वभेदेन ज्ञातव्यानि मनीषिभिः ।। २ ।। શ્લોકાર્થ મૂલભેદની અપેક્ષાથી દેવ, તત્ત્વ ના ભેદથી પ્રસ્તુતગ્રંથમાં બુદ્ધિશાળીઓ વડે છે જ દર્શનો છે તેમ જાણવું.
अत्र प्रस्तुतेऽस्मिन्ग्रन्थे दर्शनानि षडेव मूलभेदव्यपेक्षया मूलभेदापेक्षया मनीषिभिर्मेधाविभिख़तव्यानि । न पुनरवान्तरतभेदापेक्षयाधिकानि परमार्थतस्तेषामेष्वेवान्तर्भावात् । षडेवेति सावधारणं पदम् । केन हेतुना मूलभेदानां षोढात्वमित्याशंक्याह । देवतातत्त्वभेदेनेति । देवा एव देवताः, स्वार्थेऽत्र तलप्रत्ययः, तत्त्वानि प्रमाणैरुपपन्नाः परमार्थसन्तोऽर्थाः, द्वन्द्वे देवतातत्त्वानि, तेषां भेदेन पार्थक्येन । ततोऽयमत्रार्थः । देवतातत्त्वभेदेन यतो दर्शनानां षडेव मूलभेदा भवेयुस्ततः षडेवात्र दर्शनानि वक्ष्यन्ते, न पुनरुत्तरभेदापेक्षयाधिकानीति । एतेन प्राक्तनश्लोके सर्वशब्दग्रहणेऽपि षडेवात्र दर्शनानि वक्तं प्रतिज्ञातानि सन्तीति ज्ञापितं द्रष्टव्यम ।।२।। ટીકાનો ભાવાનુવાદ:
આ પ્રસ્તુતગ્રંથમાં મૂલભેદની અપેક્ષાથી છ જ દર્શનો બુદ્ધિશાળીઓવડે જાણવા. પરંતુ અવાન્તરભેદોની અપેક્ષાથી અધિકદર્શનોનો વાચ્યાર્થ કહ્યો નથી, કારણ કે પરમાર્થથી તે તે અવાંતરદર્શનોનો આ છ દર્શનોમાં અંતર્ભાવ થઈ જ જાય છે. શ્લોકમાં જે ‘પડેવ' માં ‘વ’ કાર છે, તે અવધારણમાં છે. અર્થાત્ દર્શનો છ જ જાણવા, તેથી અધિકનહિ એમ નિશ્ચય કરવો.
શંકા ? કયા કારણથી દર્શનોના મૂલભેદો છ જ છે ? સમાધાન : દેવતા અને તત્ત્વના ભેદથી દર્શનોના છ ભેદો છે. અહીં “હેવા ઇવ ટેવતા:' વ્યુત્પત્તિથી ટેવ ને સ્વાર્થમાં તા (ત) પ્રત્યય લાગી “વતા' શબ્દ બનેલ છે. પ્રમાણોથી ઉપપન્ન