________________
ષર્શન સમુશ્ચય ભાગ - o * 7
સમર્પણમ
શ્રી મહાવીર પ્રભુના શાસનની અજોડ આરાધના, પ્રભાવના અને સુરક્ષા દ્વારા વીશમીએકવીશમી સદીના જૈન ઇતિહાસને જાજ્વલ્યમાન કરતા, દીક્ષાયુગપ્રવર્તક, વ્યાખ્યાન વાચસ્પતિ, જૈનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ
પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
અનેકવાર પ્રવચનો અને વાચનાઓમાં ફ૨માવતા હતા કે જૈનશાસનના અદ્ભુત આગમ નિધિનો ૫૨માર્થ પ્રાપ્ત ક૨વો હોય તેવા દરેક પુણ્યાત્મા-મહાત્માએ
સૂરિપુરંદર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા
કલિકાલસર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને
‘ન્યાયાચાર્ય ન્યાયવિશારદ પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર્ય જેવા શાસન-મર્મજ્ઞ, કલિકાલમાંય પૂર્વધરોનું સ્મરણ કરાવે તેવી શ્રુતસંપત્તિના ધારક મહાપુરુષોના રચેલા ગ્રંથોનો ગુરુઆજ્ઞા-નિશ્રાએ સુંદર અભ્યાસ કરવો જોઈએ. પ્રાકૃત-સંસ્કૃત ભાષાના અજાણ એવા મુમુક્ષુઓ પણ આ જ્ઞાનવારસાથી વંચિત ન રહે અને મોક્ષમાર્ગનું સુનિશ્ચિત જ્ઞાન એમને પણ મળી શકે એ માટે આવા પ્રકરણાદિ ગ્રંથોનો ભાષાનુવાદ પણ થવો જોઈએ.
પૂજ્યપાદશ્રીજીની આ આર્ષવચનિકા મારા હૃદયપટ પર અંકિત થઈ અને ‘શુભે યથાશત્તિ વતનીયમ્' ન્યાયે મેં તેઓશ્રીમદ્દ્ની કૃપાના બળે આ અનુવાદ તૈયા૨ ક૨વાનો પ્રયાસ કર્યો છે. ગ્રંથ પરિસમાપ્તિના આનંદને પરમાનંદમાં પરિણમાવવા કાજે આજે તેઓશ્રીમદ્ના જ શાસ્ત્રસંપૂત કરકમળમાં સમર્પણ કરી ધન્યતા અનુભવું છું.
- મુનિ સંયમકીર્તિ વિજય