________________
પદ્દન સમુઢ મા - ૨૪ 8
{ પુરોવચન જૈનશાસન જયવંત છે અમને તો મનગમતું છે ? i -
“ખ મિચ્છાસનસમૂહમક્ષ અમારો
जिणवयणस्स भगवउ संविग्गसुहाहिगम्मस्स ।।" . . મિથ્યાદર્શનો સરવાળારૂપ, અમૃતસમાન, સંવિગ્ન સાધુઓ દ્વારા સુખેથી સમજાય તેવું, ભગવત્સ્વરૂપ શ્રી જિનવાણીનું કલ્યાણ થાઓ ! (સમ્મતિતર્ક)
જગતના તમામ જીવો સુખના કામી છે. સુખ મેળવવાની જેને ઇચ્છા હોય તેને દુઃખ તો ઇચ્છનીય ન જ હોય એ સમજી શકાય તેવી વાત છે. જીવોને દુ:ખથી છોડાવી સુખી બનાવવાના લક્ષ્યથી જ જગતનાં સર્વદર્શનોની પ્રસ્થાપના થયેલી છે. દર્શન એટલે જ ધર્મ, દર્શન એટલે દૃષ્ટિ, સમજ કે માન્યતાવિશેષ. જીવને દુઃખમાંથી સુખ તરફ લઈ જવાના ઉદ્દેશથી જગતમાં પ્રસારિત-પ્રચારિત કરવામાં આવેલ કોઈ ચોક્કસ માન્યતા અને તદનુસારી આચરણાને જ દર્શનરૂપે ઓળખવામાં આવે છે.
આ દર્શનોમાં જે દર્શનોનાં પ્રણેતા કે પ્રસ્થાપકોની દૃષ્ટિ જેટલી પરિપૂર્ણ તેટલું જ દર્શન સવગપરિપૂર્ણ બને છે. જે દર્શનોના પ્રણેતા કે પ્રસ્થાપકોની દૃષ્ટિ જેટલી અપરિપૂર્ણ તેટલું તે દર્શન પણ અપરિપૂર્ણ બને.
જૈનદર્શનના પ્રણેતા વીતરાગ-સર્વજ્ઞ જિનેશ્વર દેવો રાગ, દ્વેષ, અને મોહ (અજ્ઞાન) થી સર્વથા રહિત હોઈ એમનું દર્શન સર્વાગપરિપૂર્ણ જ હોય છે. એ જ વીતરાગ-સર્વજ્ઞ જિનેશ્વર દેવોએ પ્રરૂપેલા દર્શનના પોતાને ફાવતા એવા અમુક અંશો પકડીને તેને જ પરિપૂર્ણદર્શનરૂપે જગતમાં પ્રચારિત – પ્રસારિત કરનારા ઘણા હોય છે. એ મૂળધારાથી છુટાં પડી અપૂર્ણ –અપરિપૂર્ણ માન્યતા-આચરણા પ્રસ્થાપિત કરતાં દર્શનો અન્ય અન્ય નામો ધારણ કરી ષડ્રદર્શનરૂપે ઓળખાય છે. એમના પ્રણેતા પ્રસ્થાપકોએ જૈનદર્શનની માન્યતા-આચરણાનો અમુક ભાગ જ સ્વીકારેલા હોઈ એ દર્શનો પણ અપૂર્ણ-અપરિપૂર્ણ જ રહે છે. - આ છૂટાં પડેલાં દરેક દર્શનોમાં એમણે છોડેલો જૈનદર્શનનો અંશ ફરી જોડી દેવામાં આવે અને એમણે અંગિકાર કરેલો સ્વમાન્યતા - આચરણાનો અસઆગ્રહ જો એમાંથી કાઢી નાંખવામાં આવે તો એ બધાં દર્શનોનો સરવાળો થઈ ફરી જૈનદર્શન બની જવા પામે છે.
માટે જ અહિં સૌથી પ્રથમ જે ગાથાનું ઉદ્ધરણ કરાયું છે,
તે શ્રીસન્મતિતર્ક નામના મહાન ગ્રંથરત્નમાં સમર્થ દાર્શનિક વાદિ-પુરંદર પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાએ અવતારેલી ગાથામાં “મિથ્યાદર્શનોના સમૂહરૂપ જૈનવચન (શાસન)નું કલ્યાણ થાઓ” એવા આશયની શુભકામના કરાઈ છે. - મિથ્યાદર્શનો કે દર્શનકારો સ્તુત્ય સ્તવનીય-પ્રશંસનીય નથી જ. કારણ કે એકાંતની મિથ્યાવાસનાથી વાસિત છે. આમ છતાં તેમનામાં જે કાંઈ સારું દેખાય છે તે જૈનદર્શનનું જ હોઈ તેમનામાં રહેલા અસહ્નો ત્યાગ કરાવવાપૂર્વક અને તેમનામાં સદ્નો સદ્ભાવ કરાવવાપૂર્વક, તેમને ફરી જૈનદર્શનની કોટિમાં લાવીને, સ્તવના કરવાનો જ અહીં આશય છે, એ વાત સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે. કેમકે સ્તવનીય વસ્તુ તો “સદ્’ જ છે, “અસદ્’ સ્તવનીય હોતું નથી.
રત્ન ગમે ત્યાં હોય એવું બને, પણ તે રત્ન તો રત્નાકરનું જ હોઈ શકે. ક્યાંક ક્યારેક રત્ન જડી આવે