________________
樂樂樂樂
高博物海南海南尚青梅梅梅梅梅梅物
麻麻麻麻麻麻麻
षड्दर्शन समुझय भाग -
-
સ
*6
આ જ શ્રેણીમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ સિદ્ધિ કહી શકાય તેમ સૂરિપુરંદર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંચિત અને (તપાગચ્છવિભૂષણ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા દ્વારા વિવૃત્તિ કરાયેલ ‘શ્રીષગ્દર્શન સમુચ્ચય:’ નામક આ મહાગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ પ્રકાશિત કરવા અમો સૌભાગ્યશાલી બની રહ્યા છીએ.
આના પ્રકાશન કાજે હાર્દિક આશીર્વાદ સમર્પતા સૂરિમંત્રારાધક સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાનો... પુરોવચન અને માર્ગદર્શન આપતા પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાનો....
છેલ્લા મહિનાઓથી અથાક જહેમત ઉપાડી, વિદ્વદ્ભોગ્ય એવા આ ગ્રંથનું અનેકવાર પરિશીલન કરીને અત્યંત સરળ છતાંય રસ જળવાઈ રહે તેવી શૈલીમાં, અનેક પરિશિષ્ટો, ટીપ્પણીઓ, સાક્ષિઓ, ગાથા-અકારાદિક્રમો ચોક્કસ પ્રુફ-શુદ્ધિ આદિપૂર્વક પ્રાય: એકલહાથે આ વિરાટ કાર્ય પરિપૂર્ણ કરતા સંયમપ્રેમી વિદ્વન્દ્વર્ય પૂજ્ય મુનિરાજ શ્રી સંયમકીર્તિ વિજયજી મહારાજનો..
ભાવપૂર્વક ઉ૫કા૨ સ્વીકા૨ી અમો પ્રભુ સમક્ષ પાર્થીએ છીએ કે અમોને મળેલી શક્તિનો હે પ્રભુ ! તારા શાસનની આરાધના પ્રભાવના, સુરક્ષાનાં અનન્ય આલંબનરૂપ શ્રુતની ભક્તિમાં સતત નિષ્કામભાવે સદુપયોગ થતો રહે.
સત્માર્થ પ્રકાશન
તા. ૨૧-૦૭-૨૦૦૫
અષાઢ સુદ ૧૫
વિ. સ. ૨૦૭૧
南梅物酶办协商协协商物物协杯
藪