________________
પદ્દન સમુ માT - ૨ 5
ની પ્રકાશકીયર ફફફ
4. સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આ બે પૈડાં પર જૈનશાસનનો મુક્તિરથ અવિરત ! ના મોક્ષનગર તરફ અખલિત પ્રયાણ કરે છે. ચારિત્રની શુદ્ધિ, વૃદ્ધિનું અનન્ય કારણ જ્ઞાન જ છે. છે છે. સંસારમાં જેમ કોઈપણ ક્રિયા કરતાં પૂર્વે એનું જ્ઞાન અનિવાર્ય મનાય છે, તેમ જ
મુક્તિમાર્ગરૂપ ધર્મમાં પણ દરેક ક્રિયા જ્ઞાનનું સાહચર્ય ઝંખે છે. - સાધુ જીવન મોક્ષપ્રાપ્તિનો રાજમાર્ગ છે. શ્રાવક જીવન તો કેડીમાર્ગ સમાન જ છે. સાધુ . જીવનને અણિશુદ્ધ પાળી એનો ખરેખરો આસ્વાદ માણવો હોય તો જ્ઞાનના મહાસાગરમાં
ડૂબકી મારી દેવી પડે. સાધુ જીવનમાં પ્રત્યેક દિવસે પાંચપ્રહર એટલે પંદરકલાક સ્વાધ્યાય છે માટે જે ફાળવ્યા છે તેનું આ જ કારણ છે. જ્ઞાનાનંદીને ન તો વિષયો પજવે ન એને કષાયો તે પીડે. જ્ઞાનમગ્નના સુખનાં વર્ણન શક્ય જ નથી. “આનંદ કી ગત આનંદઘન જાને'.
- જ્ઞાનનું આલંબન છે શાસ્ત્રો ! પરમાત્માની વાણી શાસ્ત્રોમાં લખાઈ છે અને એના પર ના આધારે જ શાસનનું સંચાલન થાય છે. સમર્થ સૂરિપુંગવો શાસ્ત્રરચના કરે છે, તેને 3 ન લખાવવા-પ્રકાશિત કરવા-પ્રચારવાનું કાર્ય શાસનભક્ત સુશ્રાવકોનું છે. સાધુ-સાધ્વીજી
ભગવંતો શાસ્ત્રને જીવનમાં જીવીને પ્રચારે છે, તો શ્રાવક-શ્રાવિકાઓ શાસ્ત્રને ઉપલબ્ધ કરાવીને એનું પ્રચંડપુણ્ય મેળવે છે. માટે જ શ્રાવકનાં કર્તવ્યોમાં એક પુલ્વય-દિvi | પુસ્તકલેખન બતાવેલ છે.
સન્માર્ગ પ્રકાશન' પણ આવા જ ઉત્તમ ઉદ્દેશને વરેલ જૈન પુસ્તક પ્રકાશિકા સંસ્થા છે.
અચિંત્યચિંતામણિકલ્પ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથપરમાત્માની અસીમકૃપા તેમજ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ધર્મવાણી અને ઝીલીને તેઓશ્રીમની નિશ્રામાં જ આની સંસ્થાપના થઈ છે, તો તેઓશ્રીમન્ના પટ્ટાલંકાર
સર્વાધિક સંખ્યક શ્રમણ-શ્રમણી સંઘનાયક પૂ.આ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની 1. પ અધ્યાત્મ - હુંફ મેળવી, આનો સવિશેષ વિકાસ થયો છે.
તેઓ શ્રીમદ્રના લઘુગુરુબંધુ વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી રજા મહારાજના પ્રભાવક શિષ્યરત્ન, અનેકાનેક ગ્રંથોનો સફળ સર્જક-સંપાદક પૂ.આ.શ્રી વિજય ની કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનું શાસ્ત્રીય માર્ગદર્શન અજાણ્યા કેડી માર્ગમાં અખ્ખલિત પ્રયાણ
કરવા માટે ભોમિયાની જેમ અમને પ્રતિપળ ઉપકારક બની રહ્યું છે. તે દરેક પૂજ્ય પુરુષોની
કૃપાના બળે જ અમો પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથો, અભ્યાસગ્રંથો, પ્રવચનગ્રંથો, વિધિવિધાન-ક્રિયા પર તે જ ઉપયોગી ગ્રંથો તેમજ સન્માર્ગ પાક્ષિકની ગુજરાતી-હિંદી આવૃત્તિઓ વગેરે અનેકવિધ ગ્રંથોનાં ના પ્રકાશન દ્વારા ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા દ્વારા નિર્દિષ્ટ અને શ્રી
ગૌતમસ્વામીજી મહારાજા-શ્રી સુધર્માસ્વામીજી મહારાજા આદિ ગણધર-સૂરિવર આદિ દ્વારા સંવાહિત જ્ઞાનવારસાને યત્કિંચિત્ પણ જાળવવાનું શ્રેય હાંસલ કરી શક્યા છીએ.