________________
षड्दर्शन समुझय भाग-१, श्लोक-१
नियतत्वात् तदुत्थप्रवादानामपि तत्संख्यापरिमाणत्वादिति । तदेवं गणनातिगाः परसमया भवन्ति ।। ટીકાનો ભાવાનુવાદ: શંકાઃ અહીં સર્વદર્શનના વાચ્યાર્થને કહેવા માટે શરૂઆત કરી છે, તે દર્શનો તો સંખ્યાતીત છે. તો કેવી રીતે અત્યંત અલ્પ એવા આ પ્રસ્તુતશાસ્ત્રવડે તે સર્વદર્શનનો વાચ્યાર્થ કહેવા માટે શક્ય બનશે ? કારણકે જૈનદર્શનથી અપર-અપર નામવાળા અન્યદર્શનો અસંખ્યાત છે. તેથી સન્મતિતર્કસૂત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીવડે કહેવાયું છે કે નવફા વયાપદ તીવયા વેવ. हुति नयवाया । जावइया नयवाया तावइया चेव परसमया ।।
શ્લોકાર્થ: “જેટલા વચનમાર્ગો છે તેટલા જ નયવાદો છે અને જેટલા નયવાદો છે તેટલા અન્યદર્શનો છે.”
શ્લોકની વ્યાખ્યા : અનંતધર્માત્મકવસ્તુનું અન્યદેશથી નિરપેક્ષ એકદેશનું જે અવધારણ કરવું તે અપરિશુદ્ધ નય છે. (અર્થાત્ અનંતધર્માત્મક વસ્તુમાં રહેલા એકધર્મને આગળકરી, બીજા ધર્મોની ઉપેક્ષા કરી, વર્ણન કરે તે અપરિશુદ્ધનય કહેવાય છે. જેમકે નિત્યાનિત્ય આત્માના એક ધર્મ નિત્યત્વની ઉપેક્ષા કરી, તેની નિરપેક્ષપણે અનિત્યધર્મની પ્રરૂપણાકરે તે અપરિશુદ્ધ નય કહેવાય છે.) અને તે જ વચનમાર્ગ કહેવાય છે. આ પ્રમાણે અનંતધર્માત્મક સર્વવસ્તુના ઇતર અંશોની નિરપેક્ષપણે એક-એક અંશોને રજુ કરવાના જેટલા પ્રકારો સંભવે છે, તેટલા અપરિશુદ્ધનયો થાય છે અને તે વચનમાર્ગો કહેવાય છે.
તેથી “નીવડ્ડય...” ગાથાનો અર્થ આ પ્રમાણે થશે- સર્વવસ્તુઓમાં જેટલી સંખ્યામાં વચનપથો હોય છે. (અર્થાતુ) પરસ્પર(વસ્તુના) એક દેશના વાચકશબ્દોના (જેટલા) માર્ગો, એટલે કે નિર્ણય કરવાના પ્રકારો-કારણો હોય છે. તે નયો છે. તેટલા જ નયવાદો થાય છે. (અર્થાતુ) તે તે વસ્તુના એક દેશના અવધારણના પ્રકારસ્વરૂપ નયોના પ્રતિપાદક શબ્દપ્રકારો તે નયવાદો કહેવાય છે. જેટલા વસ્તુના એકઅંશના અવધારણવાચકશબ્દના પ્રકારો છે, તેટલા જ પરદર્શનો છે. પોતપોતાની ઇચ્છાથી વિકલ્પો કહ્યા હોવાથી પરદર્શનો અસંખ્યાત છે. કહેવાનો આશય એ છે કે લોકમાં જેટલા તે તે અપર-અપર વસ્તુના એક-એક દેશોના અવધારણ (નિર્ણય કરવા)ના પ્રતિપાદક શબ્દપ્રકારો હોય, તેટલા જ પરદર્શનો છે. તેથી પોત-પોતાની કલ્પનારૂપ શિલ્પિથી ઘડાયેલાવિકલ્પો અપરિમિત થાય છે. કારણકે દરેકની કલ્પના અનિયત હોય છે. તેથી અનિયત કલ્પનામાંથી નીકળેલા પ્રવાદોની સંખ્યા પણ અનિયત હોય તે સમજી શકાય છે. તેથી આ પ્રમાણે અન્યદર્શનો ગણનાતીત છે.