________________
२४२
षड्दर्शन समुचय भाग - १, श्लोक ३२, नैयायिक दर्शन
-
બોલતો તે વાદિ નિત્યઃ શલ્પઃ અર્થાત્ શબ્દની જે અનિત્યત્વ તરીકે પ્રતિજ્ઞા કરેલ, તેનો ત્યાગ કરે છે અને શબ્દ પણ નિત્ય જ થશે અને તેથી વાદિ પ્રતિજ્ઞાહાનિથી પરાજય પામે છે.
(ન્યાયસૂત્ર : પ્રતિવૃષ્ટાંતધર્મામ્યનુજ્ઞા સ્વદૃષ્ટાન્તે પ્રતિજ્ઞાદાનિઃ ૫-૨-૨॥ અર્થાત્ સ્વપક્ષમાં પ૨પક્ષના ધર્મનો સ્વીકાર, તેનું નામ પ્રતિજ્ઞાહાનિનામનું નિગ્રહસ્થાન કહેવાય છે.)
કહેવાનો આશય એ છે કે (વાદિએ પ્રતિજ્ઞા કરી કે) નિત્યઃ શદ્ધ પેન્દ્રિયત્પાત્, ઘટવત્ । અર્થાત્ જેમ ઘટ ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોવાથી અનિત્ય છે, તેમ શબ્દ પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોવાથી અનિત્ય છે. આ પ્રમાણે વાદિએ પોતાનો પક્ષ સ્થાપિત કર્યો. ત્યારબાદ પ્રતિવાદિ કહે છે કે જો ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી શબ્દ અનિત્ય તરીકે સિદ્ધ થતો હોય તો ઘટત્વ આદિ સામાન્ય પણ ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી, તે પણ અનિત્યતરીકે સિદ્ધિ થવાં જોઈએ. (પણ સામાન્ય તો નિત્ય છે.) આ સાંભળીને વાદિ વિચાર કર્યાવિના કહે કે તો ઘટ પણ નિત્ય થઈ જાઓ. આ રીતે ઘટને નિત્ય માનવાથી વાદિએ શબ્દને પણ નિત્ય માની લીધો. કારણકે ઘટ એ તો વાદિનું દુષ્ટાંત છે. શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરવું એ તો વાદિનો પક્ષ હતો અને પછી શબ્દમાં નિત્યત્વ માની લીધું, એટલે મૂળપ્રતિજ્ઞાની હાનિ થઈ. એટલે વાદિ ‘પ્રતિજ્ઞાહાનિ' નામના નિગ્રહસ્થાનમાં આવી ગયો.
અહીં આ દૂષણાભાસમાં દૂષણબુદ્ધિ થવારૂપ વિપ્રતિપત્તિ નિગ્રહસ્થાન છે.
:
(૨) પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાન : બીજાદ્વારા પ્રતિજ્ઞા કરેલ અર્થનો પ્રતિષેધ કરાતે છતે, તે જ ધર્મિમાં ધર્માન્તરને સાધવો જોઈએ. આવું બોલવું તે પ્રતિજ્ઞાન્તર નામનું નિગ્રહસ્થાન છે. અર્થાત્ પ્રતિજ્ઞા કરેલા અર્થનો બીજા દ્વારા પ્રતિષેધ થયા પછી પ્રતિજ્ઞાત અને ખંડિત થયેલા અર્થમાં બીજું કોઈ વિશેષણ આપી પ્રતિજ્ઞાત અર્થનો નિર્દેશ કરવો તેનું નામ ‘પ્રતિજ્ઞાન્તર’ નિગ્રહસ્થાન છે.
જેમકે વાદિએ પ્રતિજ્ઞા કરી કે “શબ્દ અનિત્ય છે, કારણ કે અનિત્ય ઘટમાં જેમ ઇન્દ્રિયગ્રાહ્યત્વ છે, તેમ શબ્દમાં પણ ઇન્દ્રિયગ્રાહ્યત્વ છે.”
હવે પ્રતિવાદિ ઉપરના હેતુનું ખંડન કરે છે કે “ઐન્દ્રિયકત્વ તો સામાન્યમાં પણ છે, છતાં સામાન્ય તો નિત્ય પદાર્થ છે. માટે જેમાં ઐન્દ્રિયકત્વ (ઇન્દ્રિયગ્રાહ્યત્વ) હોય તે અનિત્ય હોય એવો કશો નિયમ નથી.”
આના ઉત્તરમાં વાદિ કહે છે કે “સામાન્ય તો સર્વગત છે અને ઘટ તો અસર્વગત છે. માટે અસર્વગત શબ્દ અસર્વગત ઘટની પેઠે અનિત્ય છે.” અહીં વાદિએ જુદી જ પ્રતિજ્ઞા કરી લીધી. “શબ્દ અનિત્ય છે” આ પહેલી પ્રતિજ્ઞા અને “શબ્દ અસર્વગતત્વ વિશેષણથી યુક્ત હોવાથી અનિત્ય છે.” આ બીજી પ્રતિજ્ઞા.