________________
षड्दर्शन समुशय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन
२४३
(આવી રીતે બીજી પ્રતિજ્ઞા કરવાનો કોઈ અર્થ નથી. એકપ્રતિજ્ઞાને બીજીપ્રતિજ્ઞા સિદ્ધ કરી શકતી નથી. પ્રતિજ્ઞાને સિદ્ધ કરવામાટે તો સત્ય હેતુ આપવો જોઈએ.) એ પ્રમાણે ન કરવાથી વાદિ જુદી પ્રતિજ્ઞા કરી “પ્રતિજ્ઞાન્તર' નામના નિગ્રહસ્થાનમાં આવી જાય છે. (ન્યાયસૂત્રઃ પ્રતિજ્ઞાતાર્થપ્રતિષથે ઘર્ષવિશાત્ તદર્થનિર્દેશઃ પ્રતિજ્ઞાન્તરમ્ પ-૨-૩ અર્થ સ્પષ્ટ છે)
(૩) પ્રતિજ્ઞાવિરોધ નિગ્રહસ્થાનઃ પ્રતિજ્ઞા અને હેતનો જે વિરોધ છે, તે પ્રતિજ્ઞાવિરોધ નામનું નિગ્રહસ્થાન છે. અર્થાત્ પ્રતિજ્ઞાત અર્થમાં અને હેતુમાં વિરોધ હોય તો તે પ્રતિજ્ઞાવિરોધ નામનું નિગ્રહસ્થાન છે.
જેમકે, “TUMતિરિજી દ્રવ્ય પમ્પિોનન્તરસ્યાનુપધ્ધઃ | અર્થાતુ દ્રવ્ય ગુણથી ભિન્ન છે, કારણકે રૂપાદિ ગુણોથી ભિન્ન જણાતું નથી. (આ બે વાક્યોમાં પહેલું વાક્ય પ્રતિજ્ઞા જણાવે છે અને બીજું હેતુ બતાવે છે. હવે જો દ્રવ્ય ગુણથી ભિન્નપદાર્થ છે, તો તે રૂપાદિ ગુણોથી ભિન્ન જણાવવો જોઈએ. છતાં અભિન્ન છે એમ કહેવું, એમાં સ્પષ્ટ વિરોધ છે. (આવા સ્થળોમાં વાદિ કે પ્રતિવાદિ પ્રતિજ્ઞા-વિરોધ નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે.)
જો ગુણથી વ્યતિરિક્ત (ભિન્ન) દ્રવ્ય છે, તો રૂપાદિ ગુણોથી ભિન્ન જણાતું નથી એમ નથી અર્થાતું જણાય છે. એમ કહેવું જોઈએ.) અને વળી રૂપાદિ ગુણોથી અલગ જણાતું નથી, તો ગુણથી વ્યતિરિક્ત દ્રવ્ય કેવી રીતે ?
આ રીતે પ્રતિજ્ઞાથી વિરુદ્ધ કહેવાથી પરાજીત કરાય છે. (ન્યાયસૂત્ર : પ્રતિજ્ઞાત્વાર્વિરોથઃ પ્રતિજ્ઞાવિરોધ: T-૨-૪ના અર્થ સ્પષ્ટ છે.).
(૪) પ્રતિજ્ઞા સંન્યાસ : બીજા દ્વારા પક્ષના સાધનમાં દૂષણ બતાવાતે છતે તે દૂષણનો ઉદ્ધાર કરવાની અશક્તિથી પ્રતિજ્ઞાનો જ (પ્રતિજ્ઞાત અર્થનો) અપલાપ કરનારને પ્રતિજ્ઞાસંન્યાસ નામનું નિગ્રહસ્થાન થાય છે.
જેમકે, વાદિએ પ્રતિજ્ઞા કરી કે, “શબ્દ અનિત્ય છે, કારણકે તેનું બાહ્ય ઇન્દ્રિયથી ગ્રહણ થાય છે” આના ઉપર પ્રતિવાદિ કહે કે “શબ્દવાદિ સામાન્ય પણ બ્રાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે અને તે તો નિત્ય છે”
આ સાંભળીને વાદિ ફરીથી કહે કે “કોણ કહે છે કે શબ્દ અનિત્ય છે.?” આ પ્રમાણે વાદિ પોતાના પ્રતિજ્ઞાત અર્થને છુપાવવાનો પ્રયત્ન કરે છે. માટે તે પ્રતિજ્ઞાસંન્યાસ નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે. અને તેથી તેનો પરાજય થાય છે.
(ન્યાયસૂત્ર પક્ષતિવેગે પ્રતિજ્ઞાતાર્યા નયનું પ્રતિજ્ઞાસંન્યાસ: T-ર-૧ / અર્થ સ્પષ્ટ છે.)