________________
१३०
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन
क्रमयोगपद्याभ्यामर्थक्रियालक्षणस्य सत्त्वस्यानुपपत्तितो नित्यात्सत्त्वस्य व्यावृत्तिरिति विपक्षासत्त्वम्, सञ्च सर्वमित्युपनयः, सत्त्वात्सर्वं क्षणिकमिति निगमनम् । एवमन्यहेतुष्वपि ज्ञेयम् । यद्यपि व्याप्त्युपेतं पक्षधर्मतोपसंहाररूपं सौगतैरनुमानमान्मायि, तथापि मन्दमतीन्व्युत्पादयितुं पञ्चावयवानुमानदर्शन-मप्यदुष्टमिति । अयमत्र श्लोकद्वयस्य तात्पर्यार्थः, पक्षधर्मान्वयव्यतिरेकलक्षणरूपत्रयोपलक्षितानि त्रीण्यैव लिङ्गानि, નુપસ્થિ:, સ્વભાવ, વાર્થ, ચેતિ શંકા ત્રણ રૂપવાળા હેતુઓ કેટલા પ્રકાર હોય છે. ? સમાધાન : પૂર્વે પણ અમે ત્રણ સ્વરૂપવાળા હેતુઓના (૧) અનુપલબ્ધિ, (૨) સ્વભાવ અને (૩) કાર્ય, એમ ત્રણ પ્રકારો કહ્યા હતા અને તેમના ઉદાહરણો પણ પૂર્વે બતાવી ચુક્યા છીએ. તો પણ પુનઃ સ્વભાવહેતુનું ઉદાહરણ આપીએ છીએ.
સર્વ ક્ષળિ, સત્ત્વાન્ ! અહીં સર્વ ક્ષવિમ્ પક્ષ છે અને સત્ત્વર્િ હેતુ છે. “સત્ત્વ' હેતુ, પક્ષ સર્વમાં રહે છે. માટે હેતુનું પક્ષધર્મત્વ સ્વરૂપ છે.
યત્ સત્ તત્ ક્ષશિવમ્ યથા વિદ્યુતિ અર્થાત્ જે સત્ છે તે ક્ષણિક હોય છે. જેમકે વીજળી વગેરે. અહીં સપક્ષમાં હેતુ રહે છે. તેથી હેતુનું સપક્ષસત્ત્વ સ્વરૂપ વિદ્યમાન છે. - ય ક્ષતિ ન મતિ, તત્સપિ ન મવતિ, યથા વપુષ્પમ્ | જે ક્ષણિક નથી, તે સતુ પણ નથી. જેમકે આકાશકુસુમ. (અહીં વિપક્ષમાં હેતુની અવૃત્તિ છે. તેથી હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ વિદ્યમાન છે.) વળી ક્ષણિકના વિપક્ષભૂત નિત્યમાં ક્રમથી કે યુગપઘૂવડે અર્થઝિયાસ્વરૂપ સત્ત્વની (પૂર્વે જણાવ્યા પ્રમાણે) સંગતિ થતી ન હોવાથી અર્થાતુ નિત્યમાં ક્રમ કે યુગપટ્ટી અWક્રિયા ઘટતી ન હોવાથી વિપક્ષભૂત નિત્યમાંથી સત્ત્વરૂપ હેતુની વ્યાવૃત્તિ થાય છે. તેથી હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ છે.
તથા સ સર્વમ્ - સર્વ સત્ છે. આ પ્રમાણે ઉપનય છે. સર્વાત્ સર્વ ક્ષાત્ સત્ત્વ હોવાથી સર્વ ક્ષણિક છે. આ નિગમન છે.
આ રીતે અન્ય હેતુઓમાં પણ જાણવું. જો કે વ્યાપ્તિયુક્ત પક્ષધર્મતાના ઉપસંહારસ્વરૂપ અનુમાન બૌદ્ધો વડે સ્વીકારાયેલું છે. તો પણ મંદબુદ્ધિવાળાઓના બોધ માટે પંચઅવયવયુક્ત અનુમાનવાક્ય બતાવેલું છે. તેમાં કોઈ દોષ નથી.
(ઉપરોક્ત) બે શ્લોકનો તાત્પર્યાર્થ એ છે કે – પક્ષધર્મત્વ, અન્વય અને વ્યતિરેક સ્વરૂપ ત્રણ રૂપોથી ઉપલક્ષિત લિંગ હેતુના અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એમ ત્રણ પ્રકારો છે.