________________
षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - ९, बोद्धदर्शन
१०७
વિશેષ) પ્રત્યક્ષનો વિષય બને છે તથા બુદ્ધિ-પ્રતિબિંબિત અન્યાપોહાત્મક સામાન્ય અનુમાનનો વિષય બને છે. આ રીતે વિષયની દ્વિવિધતાના કારણે પ્રમાણની પણ દ્વિવિધતાનું અનુમાન કરાય છે. પ્રત્યક્ષ સામાન્યપદાર્થને તથા અનુમાન સ્વલક્ષણરૂપ વિશેષપદાર્થને વિષય કરી શકતું નથી.)
प्रत्यक्षानुमानलक्षणे द्वे एव प्रमाणे । तथाहि-न परोक्षेऽर्थः साक्षात्प्रमाणेन प्रतीयते, तस्यापरोक्षत्वप्रसक्तेः । विकल्पमात्रस्य च स्वतन्त्रस्य राज्यादिविकल्पवदप्रमाणत्वात्, * નિર્વાણ અને સંસારના વિષયમાં ચારમતોની વિશેષતા:
(૧) વૈભાષિક સંસાર સત્ય નિર્વાણ સત્ય (૨) સૌત્રાન્તિક સંસાર સત્ય નિર્વાણ અસત્ય (૩) યોગાચાર સંસાર અસત્ય નિર્વાણ સત્ય (૪) માધ્યમિક સંસાર અસત્ય નિર્વાણ અસત્ય
ભાષિકો માને છે કે નિર્વાણ પછી પણ ચૈતન્યની શુદ્ધધારા અખંડ રહે છે, માટે નિર્વાણ વસ્તૃસત્ પદાર્થ છે. સૌત્રાન્તિકો માને છે કે નિર્વાણ સમયે ચિત્તની તમામ ધારાઓનું વિલય થાય છે. શુદ્ધ ચૈતન્યપણ રહેતું નથી. આમ નિર્વાણ
અવસ્તુસ છે * યોગાચારો માને છે કે નિર્વાણ પછી શુદ્ધ ચિત્તની ધારાનું અસ્તિત્વ રહે છે. માટે નિર્વાણ સતુ પદાર્થ છે જ માધ્યમિકો માને છે કે નિર્વાણ પછી કશું જ શેષ રહેતું નથી, માટે નિર્વાણ અસત્ય છે.
બૌદ્ધમતમાં કાલ અંગેની માન્યતાઃ કાલ બૌદ્ધો (દાર્શનિકો) માટે નિતાન્ત વિવાદનો વિષય રહ્યો છે. ભિન્ન બે સંપ્રદાયોની આ વિષયમાં વિભિન્ન માન્યતા છે. સૌત્રાન્તિકોની દૃષ્ટિમાં વર્તમાન જ વાસ્તવિકસત્ય છે. ભૂતકાળની અને ભવિષ્યકાળની સત્તા નિરાધાર તથા કાલ્પનિક છે. વિભજ્યવાદિઓનું કહેવું છે કે વર્તમાન ધર્મ તથા અતીતવિષયોમાં જે કર્મોના ફલ હજુ સુધી ઉત્પન્ન નથી થયા. તે બંને પદાર્થો વસ્તુતઃ સત્ છે. તેઓ ભવિષ્યકાળનું અસ્તિત્વ માનતા નથી અને અતીતવિષયોનું પણ અસ્તિત્વ માનતા નથી કે જેઓએ પોતાનું ફળ ઉત્પન્ન કરી દીધું છે. કાલના વિષયમાં આ પ્રકારે માનવાના કારણે સંભવત: આ સંપ્રદાય “વિભજ્યવાદિ' નામથી અભિહિત કરાયેલ છે. સર્વાસ્તિવાદિઓનો કાલવિષયક સિદ્ધાંત પોતાના નામને અનુરૂપ છે. તેમના મતમાં સમગ્ર ધર્મ ત્રિકાલ-સ્થાયી હોય છે. વર્તમાન (પ્રત્યુત્પન્ન), ભૂત (અતીત) તથા ભવિષ્ય (સનાત) આ ત્રણે કાલોની વાસ્તવિકસત્તા છે. આ સિદ્ધાંતને પુષ્ટ કરવાના નિમિત્તે નીચેની ચાર યુક્તિઓ આપેલી છે. (૧) તવત્તે બુદ્ધ સંયુક્તાગમ (૩/૧૪)માં ત્રણે કાલોની સત્તાનો ઉપદેશ કરેલો છે. “રુપાિં અતીત બનાd : પુનર્વાદઃ પ્રત્યુત્પન્નસ્થ ?” અર્થાતું રૂપ અનિત્ય હોય છે. અતીત અને અનાગત હોય છે, વળી વર્તમાનનું શું કહેવું ? (૨) યાત્ = વિજ્ઞાન બે હેતુઓથી ઉત્પન્ન થાય છે. (૧) ઇન્દ્રિય, (૨) વિષય. ચક્ષુર્વિજ્ઞાન ચક્ષુરિન્દ્રિય તથા રુપથી, શ્રોત્રવિજ્ઞાન શ્રોત્રેન્દ્રિય તથા શબ્દથી, મનોવિજ્ઞાન મન તથા ધર્મથી ઉત્પન્ન થાય છે. જો અતીત અને અનાગત ધર્મ હોય તો મનોવિજ્ઞાન બે વસ્તુઓથી કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? (૩) : વિજ્ઞાનને માટે વિષયની સત્તા હોવાથી વિજ્ઞાન કોઈક આલંબન-વિષયને લઇને જ પ્રવૃત્ત થાય છે. જો અતીત તથા ભવિષ્યનું વસ્તુઓનો અભાવ હોય, તો વિજ્ઞાન નિરાલંબન (નિર્વિષય) થઈ જશે. (૪) પ્રહ્મત્ : ફલ ઉત્પન્ન થવાથી. ફલની ઉત્પત્તિના સમયે વિપાકનું કારણ અતીત થઈ જાય છે. અતીતકર્મોનું