________________
१०६
षड्दर्शन समुञ्चय भाग-१, श्लोक - ९, बोद्धदर्शन
નથી. તેમાં જે પરોક્ષ અર્થવિષયક સમ્યગુજ્ઞાન છે, તેનો સમાવેશ અનુમાનમાં થાય છે, કારણ કે તે સમ્યગુજ્ઞાન પોતાના સાધ્યભૂત પદાર્થની સાથે અવિનાભાવ રાખવાવાળા (સાધ્યની સાથે અવિનાભાવથી સંબંધ રાખવાવાળા) તથા નિયતધર્મીમાં વિદ્યમાન લિંગદ્વારા પરોક્ષ અર્થનું સામાન્યાકારક (અવિશદ) જ્ઞાન કરે છે. તેથી અનુમાનમાં સમાવેશ થાય છે. કહેવાનો આશય એ છે કે લિંગદ્વારા પરોક્ષ અર્થનું સામાન્યકારક જ્ઞાન થતું હોવાથી, તેનો સમાવેશ અનુમાનમાં થાય છે. (અહીં એ યાદ રાખવું કે બૌદ્ધમતમાં ક્ષણિક પરમાણુરૂપ વિશેષ - સ્વલક્ષણ (અર્થક્રિયાયુક્ત
તૈયાર નથી. તેમના મતાનુસાર નિર્વાણ થવાથી ક્લેશાવરણનો ક્ષય થાય છે. શેયાવરણની સત્તા રહે છે. હીનયાનની દૃષ્ટિમાં રાગ-દ્વેષની સત્તા પંચસ્કન્ધના રૂપથી અથવા તેનાથી ભિન્ન પ્રકારથી આત્માની સત્તા માનવા ઉપર નિર્ભર છે. આત્માની સત્તા રહેવાથી જ મનુષ્યના હૃદયમાં યજ્ઞ-યાગાદિકમાં હિંસા કરવાની પ્રવૃત્તિ થાય છે. પરલોકમાં આત્માને સુખ પહોંચાડવા માટે જ મનુષ્ય નાનાપ્રકારના અકુશલકર્મોનો આરંભ કરે છે. આથી સમસ્તક્લેશ અને દોષ આ આત્મ-દૃષ્ટિ (સત્કાયદૃષ્ટિ)નો વિષમ પરિણામ છે. આથી આત્માનો નિષેધ કરવો. ફ્લેશ-નાશનો પરમ ઉપાય છે. આને કહેવાય છે પુદ્ગલનેરાભ્ય. હીનયાની આવા પ્રકારના નેરાભ્યને માને છે. પરંતુ આ નરાભ્યના જ્ઞાનથી કેવલ ક્લેશાવરણનો જ ક્ષય થાય છે. તેનાથી અતિરિક્ત એક બીજા આવરણની પણ સત્તા છે. જેને જોયાવરણ કહેવાય છે. નિરામ્ય બે પ્રકારનું છે. (i) પુદ્ગલનૈરાભ્ય, (ii) ધર્મનૈરાભ્ય. રાગાદિ ક્લેશો આત્મદૃષ્ટિથી ઉત્પન્ન થાય છે. આથી પુદ્ગલર્નરામ્યના જ્ઞાનથી પ્રાણી સર્વ ક્લેશોને છોડી દે છે. જગતના પદાર્થોનો અભાવ કે શૂન્યતાના જ્ઞાનથી, સત્યજ્ઞાન ઉપર પડેલું આવરણ આપોઆપ દૂર થાય છે અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ માટે આ બંને આવરણો (કુલેશાવરણ, જોયાવરણ)નું દુર થવું અત્યંત આવશ્યક છે. ક્લેશ મોક્ષની પ્રાપ્તિ માટે આવરણનું કામ કરે છે. અર્થાતુ મુક્તિને રોકે છે. શેયાવરણ સર્વ જ્ઞેયપદાર્થોની ઉપર જ્ઞાનની પ્રવૃત્તિને રોકે છે. આથી જોયાવરણ દૂર થઈ જવાથી સર્વવસ્તુઓમાં અપ્રતિહત જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેનાથી સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. આવરણના આ બે પ્રકારના ભેદ દાર્શનિકદષ્ટિથી ખૂબ મહત્ત્વના છે. મહાયાનાનુસાર હીનયાનીની માન્યતાનુસારના નિર્વાણમાં કેવલ પહેલાઆવરણ (ક્લેશાવરણ)નું જ અપનયન હોય છે. પરંતુ શૂન્યતાના જ્ઞાનથી બીજા પ્રકારના આવરણનો પણ નાશ થાય છે. જ્યાં સુધી બીજા આવરણનો નાશ ન થાય ત્યાં સુધી વાસ્તવિક નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. પરંતુ હીનયાની લોકો આ ભેદને (બીજા ભેદને) માનવા તૈયાર નથી. તેઓની દૃષ્ટિએ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી અહિતોનું જ્ઞાન અનાવરણ થઈ જાય છે. પરંતુ મહાયાનીની તે કલ્પના નિતાન્ત મૌલિક છે. હીનયાનીની માન્યતાનુસાર ગઈ'પદની પ્રાપ્તિ જ માનવજીવનનું ચરમ લક્ષ્ય છે, પરંતુ મહાયાનના અનુસાર બુદ્ધત્વની પ્રાપ્તિ જ જીવનનું લક્ષ્ય છે. આ ઉદ્દેશ્યની ભિન્નતાના કારણે નિર્વાણની કલ્પનામાં ભેદ છે. નાગાર્જુને નિર્વાણની પરીક્ષા માધ્યમિકકારિકા-૨૫મી માં ખૂબ વિસ્તારથી કરેલ છે. ત્યાં કહ્યું છે કે - અમદીનનક્ષત્રીમસ્જિનશાશ્વત” નિરુદ્ધમનુત્યમેતર્વિમુચ્યતે | અર્થાત્ નિર્વાણ ન તો છોડી શકાય છે. ન તો પ્રાપ્ત કરી શકાય છે. તે પદાર્થ ન તો ઉચ્છેદ થવાવાળો પદાર્થ છે કે ન શાશ્વત પદાર્થ છે. ન તો તે નિરુદ્ધ છે. ન તો તે ઉત્પન્ન છે. ઉત્પત્તિ હોતે છતે જ કોઈ વસ્તુનો નિરોધ થાય છે. નિર્વાણ બંનેથી ભિન્ન છે. મહાયોનિઓના મતાનુસારે નિર્વાણ અને સંસારમાં કંઈ પણ ભેદ નથી. કલ્પનાની જાલનો ક્ષય થવું તેનું નામ જ મોક્ષનિર્વાણ છે