________________
१०८
षड्दर्शन समुनय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
परोक्षार्थाप्रतिबद्धस्यावश्यतया तदव्यभिचाराभावात् । न च स्वसाध्येन विना भूतोऽर्थः परोक्षार्थस्य गमकः, अतिप्रसक्तेः । धर्मिणा चासंबद्धस्यापि गमकत्वे प्रत्यासत्तिविप्रकर्षाभावात् स सर्वत्र प्रतिपत्तिहेतुर्भवेत् । ततो यदेवंविधार्थप्रतिपत्तिनिबन्धनं प्रमाणं तदनुमानमेव, तस्यैवंलक्षणत्वात् । तथा च प्रयोगः । यदप्रत्यक्षं प्रमाणं तदनुमानान्तर्भूतं, यथा लिङ्गबलभावि । अप्रत्यक्षप्रमाणं च शाब्दादिकं प्रमाणान्तरत्वेनाभ्युपगम्यमानमिति स्वभावहेतुः । यञ्च यत्रान्तर्भूतं तस्य न ततो बहिर्भावः, यथा प्रसिद्धान्तर्भावस्य क्वचित्कस्यापि । अन्तर्भूतं चेदम् । प्रत्यक्षादन्यत्प्रमाणमनुमानमिति स्वभावविरुद्धोपलब्धिः, अन्तर्भावबहिर्भावयोः परस्परपरिहारस्थितलक्षणतया विरोधात् ।
ફલ વર્તમાનમાં ઉપલબ્ધ થાય છે. જો અતીતનું અસ્તિત્વ ન હોય, તો ફલની ઉત્પત્તિ જ સિદ્ધ નહીં થઈ શકે. આથી સર્વાસ્તિવાદિઓની દૃષ્ટિએ અતીત અને અનાગતની સત્તા એટલી જ વાસ્તવિક છે કે જેટલી વર્તમાનની. આ યુક્તિને સૌત્રાન્તિક માનવા તૈયાર નથી. સૌગાન્તિકમતમાં અર્થ, ક્રિયાકારિતા તથા તેના આવિર્ભાવનો કાળ - આ ત્રણેમાં કોઈ પ્રકારનું અંતર નથી. સૌત્રાન્તિકો “અતીતકર્મ વર્તમાનકાલિકફ્લના ઉત્પાદનમાં સમર્થ હોય છે” આ વૈભાષિકયુક્તિનો વિરોધ કરે છે. તેઓનું કહેવું છે કે - બંને કર્મ સમભાવન’ પોતાનું ફલ ઉત્પન્ન કરે છે. એવી દશામાં અતીત અને વર્તમાનનો ભેદ જ કિંમૂલક છે ? વસ્તુ અને ક્રિયાકારિતામાં જો અંતર માનીએ તો, કયું કારણ છે કે જેથી તે ક્રિયાકારિતા જે કોઈ કાળમાં ઉત્પન્ન કરાય છે અને બીજા કાળમાં બંધ થઈ જાય છે ? અતીતના ક્લેશોથી વર્તમાનકાલિકલેશ ઉત્પન્ન નથી થતા, પરંતુ તે ક્લેશોના જે સંસ્કાર અવશિષ્ટ રહે છે, તેનાથી નવીનક્લેશોનો ઉદય થાય છે. આથી વૈભાષિકોનો કાલસિદ્ધાંત સૌત્રાન્તિકોને માન્ય નથી. નાગાર્જુને (માધ્યમિકકારિકાના ૧૯મા પ્રકરણમાં) કાલની સમીક્ષા કરેલ છે. લોકવ્યવહારમાં કાલ ત્રણ પ્રકારનો હોય છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય. અતીતની આપણને ખબર નથી. ભવિષ્યનો હજુ જન્મ થયો નથી. બાકી રહ્યો વર્તમાન. તેની સત્તા પણ અતીત અને ભવિષ્યના આધારપર અવલંબિત છે. વર્તમાન શું છે ? તે ભૂત નથી અને ભવિષ્ય નથી. ફલતઃ હેતુજનિત હોવાથી વર્તમાનની કલ્પના નિરાધાર છે. આથી કાલની સમગ્ર કલ્પના અવિશ્વસનીય છે. સમ્મિતીય સંપ્રદાય (
પુલવાદિ)ના સિદ્ધાંતો સમિતીઓનું પ્રસિદ્ધ નામ વાત્સીપુત્રી છે. તે સ્થવિરવાદની જ ઉપશાખા છે. આ સંપ્રદાયનો પુદ્ગલનો સિદ્ધાંત બીજા સંપ્રદાયથી ભિન્ન છે. સમ્મિતીયોએ લોકાનુભવની પરીક્ષા કરીને એ પરિણામ કાઢ્યું કે આ શરીરમાં ‘ઈ’ એ પ્રકારની એકાકાર પ્રતીતિ લક્ષિત થાય છે તે ક્ષણિક નથી, ચિરસ્થાયી છે. અને તે પ્રતીતિ પંચસ્કન્ધોના સહારે ઉત્પન્ન નથી કરી શકાતી. કોઈપણ પુરૂષ કેવલ એક વ્યક્તિના રૂપમાં કાર્ય કરે છે - વિચારે છે. પણ પાંચ વિભિન્ન વસ્તુઓના રૂપમાં નહીં. મનુષ્યના ગુણ ભિન્ન-ભિન્ન જન્મોમાં એક જ રૂપથી અનુસ્મૃત (પરોવાયેલા) રહે છે અને પાંચ સ્કન્ધોથી અતિરિક્ત એક નવીન માનસવ્યાપાર વિદ્યમાન છે. જે અહંભાવનો આશ્રય છે. તથા એક જન્મથી બીજા જન્મમાં કર્મોના પ્રવાહના અવચ્છિન્નરૂપથી બની રહે છે. સ્કન્ધોના પરિવર્તનની સાથે-સાથે જ માનસવ્યાપાર પણ બદલાતો રહે છે. આથી પંચસ્કન્ધોથી અતીતજન્મ તથા તેની ઘટનાઓની સ્મૃતિ થઈશકતી નથી.