SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ पुण्यपत्तनमण्डनश्रीऋषभदेवस्वामिने नमः॥ ચૌદશોને ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતા-ચાકિની મહત્તરાધર્મસનુસૂરિપુરન્દર–શ્રીહરિભદ્રસૂરીશ્વર વિરચિત “શાત્રવાર્તા સમુચ્ચય'ના દ્વિતીય સ્તબકનો સંક્ષિપ્ત ભાવાર્થ – કત્ત—પચાસજી મહારાજ શ્રીસુશીલવિજ્યજી ગણિવર્ય. हिंसादिभ्योऽशुभं कर्म, तदन्येभ्यश्च तच्छुभम् । जायते नियमो मानात् , कुतोऽयमिति चापरे ॥ १ ॥ ११३ ॥ શુભાશુભકર્મનું કારણ– અવિરતિના કારણ એવા જે હિંસાદિક (હિંસા, અમૃત, સ્તેય, અબ્રહ્મ, અને પરિગ્રહ) તેનાથી અશુભ કર્મ બંધાય છે, અને વિરતિના કારણ એવા જે અહિંસાદિક (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ) તેનાથી શુભ કર્મ બંધાય છે. આવા પ્રકારને નિયમ વ્યવસ્થિત છે, આમ છતાં પણ કેટલાએક પરવાદીઓ શંકા કરે છે કે આવી જ જાતનો નિયમ કયા પ્રમાણથી કહો છો ? અર્થાત્ હિંસાથી પુણ્યબંધ અને અહિંસાથી પાપબંધ કેમ નહીં ? એનો જવાબ નીચેના શ્લોકથી જણાવે છે. (૧) आगमाख्यात् तदन्ये तु, तच्च दृष्टाद्यबाधितम् । सर्वार्थविषयं नित्यं, व्यक्तार्थ परमात्मना ॥ २ ॥ ११४ ॥ પૂર્વોક્ત શંકાકારથી ભિન્ન જે તત્ત્વવાદી તે જણાવે છે કે–આગમ નામના પ્રમાણથી હિંસાદિકથી પાપ અને અહિંસાદિકથી પુણ્ય થાય છે એમ સમજવું. તે (આગમ પ્રમાણ) દષ્ટ અને ઈષ્ટથી અવિરુદ્ધ છે, સર્વ અભિલાગભાવને જણાવનારું છે, પ્રવાહની અપેક્ષાએ નિત્ય છે, અને સર્વ દેવે પ્રકાશિત કરેલ છે, માટે એ આગમ પ્રમાણ ખરેખર સત્ય છે. (૨)
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy