________________
२२०
संक्षिप्त भावार्थ
જે શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામના ગ્રંથના શ્રવણથી–તે તે નયની ઘટનાવાળી વિચારણાથી, ઘણું કરીને બૌદ્ધાદિ દર્શનોને વિષે તત્વનો અર્થાત આ બૌદ્ધદર્શનની હકીક્ત પર્યાય નયની દૃષ્ટિએ અને વૈશેષિકની હકીકત દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ યોજાએલી છે, ઈત્યાદિ સુંદર નિશ્ચય થાય છે; અને આવા પ્રકારનો નિશ્ચય થવાથી તે તે દર્શને પ્રત્યેનો જે દ્વેષ તે શમી જાય છે, અને દ્વેષ શમનથી સ્વર્ગના અને મોક્ષના સુખની પ્રાપ્તિ થાય છે. (૨) સર્વમાન્ય વિચાર–
સુદd Triા યુદ્ધ , સાપુ સ્થિતિ
ન થમતઃ પાપં, વર્તો પસંદ છે રૂ . અધર્મથી દુઃખ અને ધર્મથી સુખ થાય છે, એવી સકલ દર્શનમાં વ્યવસ્થા છે; માટે કોઈએ અધર્મપાપ કરવું નહીં અને ધર્મનો-પુણ્યનો સંચય કરવો. (૩). પાપના હેતુઓ –
હિંસાડવૃત્તાયઃ પંજી, તરાઝદાનમેવ જા
क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः॥४॥ હિંસા અસત્ય તેય (ચોરી) મિથુન અને પરિગ્રહ એ પાંચ, તથા તત્ત્વનું અશ્રદ્ધાન–મિથ્યા અભિનિવેશ, અને ક્રોધ માન માયા અને લોભ એ ચારે કષાયો, આ સર્વે પાપ કર્મના કારણે છે. (૪) પુણ્યના હેતુઓ –
विपरीतास्तु धर्मस्य, एत एवोदिता बुधैः ।
एतेषु सततं यत्नः, सम्यक कार्यः सुखैषिणा ॥५॥ હિંસાની પ્રતિપક્ષી અહિંસા, અસત્યનો પ્રતિપક્ષી-સત્ય,સ્તેયનો પ્રતિપક્ષી અસ્તેય, મૈથુનનો પ્રતિપક્ષી બ્રહ્મચર્ય, પરિગ્રહને પ્રતિપક્ષી અપરિગ્રહ, મિથ્યાત્વનો પ્રતિપક્ષી સમ્યગદર્શન, ક્રોધને પ્રતિપક્ષી ક્ષમા, માનને
પ્રતિપક્ષી મૃદુતા, માયાને પ્રતિપક્ષી ઋજુતા, અને લોભનો પ્રતિપક્ષી નિસ્પૃહતા, આ રીતે પૂર્વે જણવેલા પાપના કારણોથી વિપરીત એવા
આ ધર્મના–પુણ્યકર્મના કારણે જિનવચનાનુરાગી ગીતાર્થે મહાપુરુષોએ કહેલા છે; સુખના અભિલાષી પ્રાણુઓએ આને વિષે સતત સુપ્રયતા કરવો જોઈએ. (૫)