________________
संक्षिप्त भावार्थ ધર્મહેતુના કારણે
___ साधुसेवा सदा भक्त्या, मैत्री सत्वेषु भावतः । ___ आत्मीयग्रहमोक्षश्च, धर्महेतुप्रसाधनम् ॥ ६ ॥ સર્વદા બહુમાન પૂર્વક સાધુસેવા-જ્ઞાનાદિ ગુણાના નિધાન એવા મુનિવરની ઉપાસના, નિખિલ જતુ પ્રત્યે હાર્દિક મૈત્રી, અને મમત્વનો ત્યાગ; આ ત્રિપુટી ધર્મના હેતુ જે અહિંસાદિ તેનું અદ્વિતીય સાધન છે. (૬) સાધુસેવાનું ફળ–
उपदेशः शुभो नित्यं, दर्शनं धर्मचारिणाम् ।
स्थाने विनय इत्येतत् , साधुसेवाफलं महत् ॥ ७॥ પ્રતિદિન ઉત્તમ ઉપદેશ મળે, પવિત્ર મુનિવરોનું દર્શન થાય, અને ઉચિત સ્થાને વિનય થાય; આ બધું સાધુસેવાનું મહાન ફળ છે. (૭) મૈત્રીનું ફળ–
मैत्री भावयतो नित्यं, शुभो भावः प्रजायते।
ततो भावोदकाअन्तो-द्वेषाग्निरुपशाम्यति ॥ ८॥ મૈત્રીભાવને ધારણ કરતા જીવને સર્વદા શુભ ભાવ પેદા થાય છે, અને તે શુભ ભાવરૂપી જળથી જીવને દ્વેષરૂપી અગ્નિ શાન્ત થાય છે. (૮) મમત્વત્યાગનું ફળ___ अशेषदोषजननी, निःशेषगुणघातिनी।
मात्मीयग्रहमोक्षेण, तृष्णाऽपि विनिवर्तते ॥९॥ મમત્વને ત્યાગ કરવાથી, સકલ દોષની ઉત્પાદક અને સકલ ગુણની ઘાતક એવી તૃષ્ણા પણ નિવૃત્ત થાય છે. (૯) સધર્મનો સાધક–
एवं गुणगणोपेतो, विशुद्धात्मा स्थिराशयः ।
तत्वविद्भिः समाख्यातः, सम्यग्धर्मस्य साधकः ॥१०॥ ઉપર જણાવ્યા પ્રમાણે ગુણગણથી સહિત, વિશુદ્ધચિત્તવાળો, અને સ્થિરાશયવાળો જે પ્રાણું, તેને તત્ત્વજ્ઞ પુરુષોએ સધર્મનો સાધક કહ્યો છે. (૧૦)