________________
० सुखासनसिद्धि: 0
२४१३ (१८) सुखासनसिद्ध्या त्वराशून्यं देहाद्यतिरिक्ताऽऽत्मतत्त्व-तच्छुद्ध्यादिगोचरप्रणिधानपुरःसरं गमनादिकं गुरु-देवादिवन्दनादिकृत्यञ्च सम्प्रवर्त्तते (योगदृष्टिसमुच्चय - ५० + ५१)।
(૧૬) નિરીમાર્થધૂળ(થા.ર૦૧૪ + ૧૭૪૬), ઉપશાવવૃત્ત (૩૫.૫.૨99/4.1થા - ૬૭ -પૃ.૭૧૨) T पुष्पमालायां(२६०) च दर्शितम् अव्यक्तसामायिकम् अनन्तानुबन्धिकषायादिसेवनक्षमताऽत्यन्तहानिलक्षणं मार्गानुसारिताप्रारम्भकालीनम्, अध्यात्मोपनिषदि (१/७६) प्रोक्तः अव्यक्तसमाधिश्च स्वारसिक -साहजिक-सातत्यशालि-समीचीन-स्वाभिमुख-स्वरूपग्राहक-साम्यपरिणतिप्रवाहलक्षणः कदाग्रहशून्यमार्गानुसारिता-र्श प्रकर्षकालीनः अत्र प्रादुर्भवतः। सम्प्रतिभूपतिजीव-चिलातिपुत्रादिदृष्टान्ततो भावनीयं तत्त्वमेतत् ।।
(२०) अत्र सहकारियोग्यता मोक्षयोजकयोगदृष्टिबलविशेषप्राप्त्या सक्रियतरसमुचितयोग्यता- . रूपेण परिणमतितराम्।
(२१) इत्थं पूर्वोप्तानि संशुद्धयोगबीजानि इह अङ्कुरितानि सम्पद्यन्ते। अत्र बलायां दृष्टौ का एतावान् मार्गानुसारिताप्रकर्षो बोध्यः ।
2 અધીરાઈને વિદાય આપીએ છે (૧૮) બલાદેષ્ટિમાં રહેલા સાધક સંતોષી હોવાથી આમથી તેમ ખોટી દોડધામ કરતા નથી. શાંતિથી, સ્થિરતાથી અને સુખેથી અધ્યાત્મસાધનામાં રચ્યા-પચ્યા રહે છે. તેથી તેમને સુખાસનની સિદ્ધિ થાય છે. સુખપૂર્વક એક બેઠકે સાધનામાં લીન થાય છે. તેથી તેઓ હાલવા-ચાલવા વગેરેનું કામ કરે તે પણ ઉતાવળ વિના કરે છે. “હું આત્મા છું, શરીર નથી. શરીર આમથી તેમ ચાલે છે, હું નહિ. હું તો શરીરને ચલાવનાર છું, ચાલનાર નહિ' - આવા પ્રણિધાનપૂર્વક ગમનાદિ ક્રિયામાં તે જોડાય છે. તેમજ ગુરુવંદન, પ્રભુવંદન-પૂજનાદિ ધર્મસાધના પણ ઉતાવળ વિના કરે છે તથા આત્મશુદ્ધિના લક્ષથી કરે છે.
જ અવ્યક્ત સામાયિક-સમાધિની પ્રાપ્તિ , (૧૯) સંપ્રતિરાજાના જીવને પૂર્વભવમાં જે દીક્ષા મળી હતી, તે “અવ્યક્ત સામાયિક' તરીકે નિશીથસૂત્ર | ભાષ્ય ચૂર્ણિ વગેરેમાં જણાવેલ છે. અનંતાનુબંધી કષાય વગેરે દોષોનું સેવન કરવાની ક્ષમતા અત્યંત તૂટતી જાય, પ્રાયઃ કાયમી ધોરણે રવાના થતી જાય તેવી આત્મદશા એ જ અવ્યક્ત સામાયિક. પ્રારંભિક માર્ગાનુસારી | અવસ્થામાં જીવને પ્રસ્તુત “અવ્યક્ત સામાયિક' મળે છે. ઉપદેશપદવ્યાખ્યામાં શ્રીમુનિચંદ્રસૂરિજીએ તથા પુષ્પમાળામાં શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ અવ્યક્ત સામાયિકનો નિર્દેશ કર્યો છે. તથા કદાગ્રહશૂન્ય પ્રકૃષ્ટ રી, માર્ગાનુસારી દશામાં ચિલાતિપુત્રની જેમ “અવ્યક્ત સમાધિ પણ મળે છે. સ્વરસથી સહજતઃ સતત સમ્યપણે પોતાની સામ્યપરિણતિનો પ્રવાહ સ્વાભિમુખ બને અને ચૈતન્યસ્વરૂપનું પરોક્ષરૂપે ગ્રહણ કરે એ અવ્યક્તસમાધિ. આનો નિર્દેશ અધ્યાત્મ ઉપનિષમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કરેલ છે.
(૨૦) મોશે પહોંચવામાં સહકાર આપનારા કારણોના સાન્નિધ્યથી જે સહકારિયોગ્યતા જીવમાં પ્રગટેલી હતી, તે અત્યંત સક્રિય સમુચિતયોગ્યતાસ્વરૂપે પ્રચુર પ્રમાણમાં આ અવસ્થામાં પરિણમે છે. કારણ કે જીવને રાગાદિમુક્તસ્વરૂપ સુધી પહોંચાડનાર યોગની દૃષ્ટિનું-રુચિનું-પ્રીતિનું-શ્રદ્ધાનું આંતરિક બળ-સામર્થ્ય-વર્ષોલ્લાસ-ઉત્સાહ-ઉમંગ અહીં વિશેષ પ્રમાણમાં પ્રગટ થયેલ હોય છે.
(૨૧) મિત્રા-તારા યોગદષ્ટિવાળી માર્ગાભિમુખ દશામાં વીતરાગનમસ્કાર આદિ જે સંશુદ્ધ યોગબીજોને વાવેલા હતા, તે આ રીતે અંકુરિત થાય છે. અહીં બલાદષ્ટિમાં માર્ગાનુસારિતાનો આટલો પ્રકર્ષ સમજવો.