SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ २४१४ * निजस्वरूपविश्रान्तिः ? ૬/૭ प तदनु च दीप्रायां योगदृष्टौ सत्यां त्रिविधसंसारमार्गाद् आन्तरिकदृष्ट्या पतित आत्मार्थी उत्सुकता-व्यग्रता-कुतूहलाऽधैर्याऽनुपयोगादिपरिहारेण निजनिर्मलस्वरूपप्रादुर्भावकृते स्वकीयसहजस्वभावानुकूलपरिपक्वप्रज्ञा-परिपुष्टप्रणिधान-पावनपरिणतिप्राबल्यत आध्यात्मिकदृष्ट्या मोक्षमार्गे प्रविशति। (૧) તવાનીમ્ /બૌધિસ્વદ્રવ્ય -વૈવિસ્વમુળ -મલિનસ્વપર્યાયાડડર્ષળાંપ વિજ્ઞતિ। (२) स्वकीयचित्तवृत्तिप्रवाहः निरुपाधिकस्वद्रव्य-गुण- पर्यायाऽभिमुखं स्वतः सहजतः वलति । (३) इत्थं क्रमेण परमशान्तनिजचेतनद्रव्यप्रचिकटयिषया आन्तरो मोक्षमार्गः प्रादुर्भवति । आत्मार्थी साधकः निजस्वरूपे वारंवारं विश्राम्यति । * * र्श (४) 'वर्त्तमानदेहसंलग्नकामिन्यादिसांसारिकव्यक्तिगोचरकर्त्तव्यपालनपरिणाम-'पञ्चेन्द्रियविषयका व्यवहार-“मानसिकसङ्कल्प-विकल्पादिलक्षणः त्रिविधः संसारः असारतया, "तुच्छतया, “अनर्थकारितया, ग्रहरूपतया, “विडम्बनारूपतया, ' षष्ठ्यङ्गुलिकारूपतया उपाधिपोट्टलिकारूपतया, "अशरणतया, દીપ્રાતૃષ્ટિમાં માર્ગપતિત દશાની ઝલક (તવનુ.) આ રીતે માર્ગાનુસારી દશાનો પરમ પ્રકર્ષ પ્રાપ્ત થયા પછી જીવ ‘દીપ્રા' નામની ચોથી દૃષ્ટિને પ્રાપ્ત કરે છે. તે અવસ્થામાં સાધક પૂર્વોક્ત ત્રિવિધ સંસારના માર્ગથી આંતરિક દૃષ્ટિએ પતિત થાય છે. તથા સ્વરૂપપ્રાપ્તિની ઉત્સુકતા, વ્યગ્રતા, કુતૂહલ, અધીરાઈ, અનુપયોગ વગેરે છોડીને નિજ નિર્મલ સ્વરૂપના પ્રગટીકરણ માટે પોતાના સહજ સ્વભાવને અનુકૂળ બનેલ () પરિપક્વ પ્રજ્ઞા, (g) પરિપુષ્ટ પ્રણિધાન અને (૪) પાવન પરિણતિ આ ત્રણના બળથી મોક્ષમાર્ગમાં આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રવેશ કરે છે. યોગગ્રંથની પરિભાષા મુજબ આ અવસ્થા ‘માર્ગપતિત' નામથી પ્રસિદ્ધ છે. - (૧) અહીં પરદ્રવ્યાદિનું આકર્ષણ તો ખલાસ થાય જ છે. પરંતુ (A) ઔપાધિક સ્વદ્રવ્ય (= કષાયાત્મા વગેરે), (B) વૈભાવિક નિજગુણો (= મતિ અજ્ઞાન આદિ) તથા (C) પોતાના મલિન પર્યાયો (= મનુષ્યદશા, શ્રીમંતદશા, લોકપ્રિયતા વગેરે) પ્રત્યેનું આકર્ષણ પણ ઓગળતું જાય છે. Qu (૨) પોતાનો ચિત્તવૃત્તિપ્રવાહ નિરુપાધિક સ્વદ્રવ્ય-ગુણ-પર્યાય તરફ સ્વતઃ સહજતાથી વળે છે. * આંતરિક મોક્ષમાર્ગનો પ્રાદુર્ભાવ (૩) આ ક્રમથી આગળ વધતાં પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે પરમ પ્યાસ પ્રબળપણે પ્રગટે છે. પોતાના પરમ શાંત ચેતનદ્રવ્યને અત્યંત ઝડપથી પ્રગટ કરવાની તીવ્ર તડપનમાંથી આંતરિક મોક્ષમાર્ગ ખુલતો જાય છે. આત્માર્થી સાધક પોતાના નિર્મળ સ્વરૂપમાં ખીલતો જાય છે, વારંવાર ઠરતો જાય છે. * પ્રકૃષ્ટ વિષયવૈરાગ્યની પ્રાપ્તિ (૪) (1) વર્તમાન દેહની સાથે જોડાયેલી પત્ની, પુત્ર વગેરે સાંસારિક વ્યક્તિઓ અંગે કર્તવ્યપાલન કરવાનો પરિણામ, (2) પાંચેય ઈન્દ્રિયના વિષયોના ઉપાર્જન-સંગ્રહ-સંરક્ષણ-સંવર્ધન-લેવડ-દેવડ-ઉપભોગ -પરિભોગ વગેરે વ્યવહારો તથા (3) માનસિક સંકલ્પ-વિકલ્પો... આ ત્રણેય પ્રકારના સંસારમાં જીવને પૂર્વે (ભવાભિનંદી દશામાં) રસ-કસના દર્શન થતા હતા. પરંતુ હવે તેને આ ત્રણેય પ્રકારના સંસાર અંતરમાં (A) અસાર જણાય છે, (B) તુચ્છ લાગે છે, (C) અનર્થકારી સ્વરૂપે વેદાય છે, (D) વળગાડરૂપે
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy