SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ २४१२ बलायां सदनुष्ठानलक्षणसद्भावः o ૬/૭ प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ।। " ( ब्र.सि.स. ३६८ + द्वा.प्र. २३/२४) पइति ब्रह्मसिद्धान्तसमुच्चय-द्वात्रिंशिकाप्रकरणोक्तानां सदनुष्ठानलक्षणानां प्रायशः साकल्येन सद्भावात्, रा क्रियाशुद्धिहेतुप्रणिधानाद्याशयसद्भावाच्च (द्वात्रिंशिका-१०/९) । (૧૮) ૩પવેશપવાડષ્ટપ્રરત્ન-દ્વાત્રિંશિવિવશિતસ્ય (૩.૧.રૂ૭રૂ + ૪.પ્ર.૧/૨ + &ા.૬/૩) તાત્ત્વિहेयोपादेयत्वाऽनवगाहिनो विषयप्रतिभासज्ञानस्य योगदृष्टिसमुच्चय ( १२१) वर्णितायाश्च बहिर्मुखिण्याः बुद्धेः सामर्थ्यम् अत्यन्तं प्रक्षीयते । (१६) मुक्त्यादिस्वरूप हेतु-फलादिगोचरोहाऽपोहाभ्यां गृहीतात्मादिपदार्थस्वरूपयथावस्थितणि परिच्छेदनलक्षणं ज्ञानं योगदृष्टिसमुच्चये (१२१) वर्णितं समभिवर्धते । ( १७ ) अत एव गुरुपूजन-प्रभुपूजन- दानादिसदाचार- तपश्चर्या-मुक्त्यद्वेषलक्षणा योगबिन्दु (१०९१४०) - द्वात्रिंशिका(१२/१-२६) प्रभृतिप्रदर्शिता योगपूर्वसेवा विशुद्धतररूपेण अत्र प्रवर्त्तते । I 市街打 可 al સંપત્તિનું આગમન, (V) અનુષ્ઠાનાદિના સ્વરૂપની જિજ્ઞાસા, (VI) અનુષ્ઠાનના જાણકારની સેવા અને ‘વ' શબ્દથી (VII) અનુષ્ઠાનના જાણકાર આપ્ત પુરુષનો અનુગ્રહ - આ સદનુષ્ઠાનના લક્ષણો છે' - આ મુજબ બ્રહ્મસિદ્ધાંતસમુચ્ચય તથા દ્વાત્રિંશિકા પ્રકરણમાં જણાવેલા સદનુષ્ઠાનના પ્રાયઃ તમામ લક્ષણો અહીં હાજર હોય છે. તથા ક્રિયાશુદ્ધિમાં કારણ બનનારા પ્રણિધાનાદિ આશયો અહીં પ્રગટ થઈ ચૂકેલા હોય છે. દ્વાત્રિંશિકાપ્રકરણવ્યાખ્યામાં (૧૦/૯) પ્રણિધાનાદિને ક્રિયાશુદ્ધિના કારણ તરીકે જણાવેલ છે. * વિષયપ્રતિભાસ જ્ઞાનના વળતા પાણી (૧૫) ઉપદેશપદ, અષ્ટક પ્રકરણ, દ્વાત્રિંશિકા પ્રકરણ વગેરેમાં દર્શાવેલ વિષયપ્રતિભાસ જ્ઞાનની તાકાત સાવ ખલાસ થતી જાય છે. હેયમાં હેયપણાની ઓળખાણ કે ઉપાદેયમાં ઉપાદેયપણાની ઓળખાણ વિષયપ્રતિભાસ જ્ઞાનમાં હોતી નથી. આવા મુગ્ધ જ્ઞાનની શક્તિ અહીં ક્ષીણ થતી જાય છે. તેમજ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં વર્ણવેલી બહિર્મુખી બુદ્ધિનું સામર્થ્ય પણ અત્યંત ઘટતું જાય છે. * આત્મજ્ઞાનનો આવિર્ભાવ (૧૬) ‘મુક્તિ વગેરે અતીન્દ્રિય પદાર્થનું સ્વરૂપ કેવું હશે ? તેનું મુખ્ય અમોઘ કારણ શું હશે? તેનું ફળ કેવું હશે ? કેવી રીતે આ બધું સંગત થાય અને અસંગત થાય ?’ આવા પ્રકારના ઊહાપોહ દ્વારા પૂર્વે શાસ્ત્રાદિના માધ્યમે જાણેલા આત્માદિ પદાર્થના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરનારું પ્રતીતિસ્વરૂપ જ્ઞાન અહીં સારી રીતે વધતું જાય છે. આનું નિરૂપણ યોગદૃષ્ટિસમુચ્ચય (શ્લોક-૧૨૧) વગેરેમાં મળે છે. / યોગપૂર્વસેવા વિશુદ્ધતર - (૧૭) આવું નિર્મળજ્ઞાન મળવાના લીધે જ અહીં યોગની પૂર્વસેવા વિશુદ્ધતરસ્વરૂપે પ્રવર્તે છે. યોગબિંદુ, દ્વાત્રિંશિકા વગેરેમાં વિસ્તારથી પૂર્વસેવા બતાવી છે. સંક્ષેપમાં તે આ મુજબ સમજવી. (I) ગુરુપૂજા, (II) પ્રભુપૂજા, (III) દાન-દાક્ષિણ્ય-દયા-દીનોદ્ધાર વગેરે સદાચાર (IV) વિવિધ તપશ્ચર્યા, (V) મુક્તિનો અદ્વેષ. મિત્રા-તારા યોગદૃષ્ટિની અપેક્ષાએ અહીં અધિક શુદ્ધિવાળી પૂર્વસેવા પ્રવર્તે છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy