________________
૨૬/૭
• मोक्षसाधकानुष्ठानतीव्ररागप्रादुर्भावः ।
२४११ सारोक्तं (७/१-२१) विषयवैराग्यं दृढयतितराम् ।
(१०) संवेग-वैराग्यादिबलेन विशुद्धपरमात्मस्वरूपधारणा-ध्यानादौ सानन्दं चित्तैकाग्र्यम् उपलभते।।
(११) अतो योगशास्त्रोक्तं श्लिष्टचित्तमत्र लब्धावसरम् । “श्लिष्टं स्थिर-सानन्दम्” (यो.शा.१२/ ४) इति योगशास्त्रोक्तिः अत्र अनुसन्धेया। अत्र क्षेपदोषो निवर्त्तते।।
(१२) मुक्त्यद्वेष-मुक्तिराग-निजात्मस्वरूपजिज्ञासा-विविदिषा-मोक्षार्थशास्त्रशुश्रूषा-दृढश्रद्धादिबलेन धीः । मोक्षमार्गानुसारिणी भवतीति द्वात्रिंशिका(१३/२२)प्रकरणानुसारेण ज्ञेयम् ।
(१३) अतः तीव्रपापक्षयाद् मोक्षसाधकसदनुष्ठानतीव्ररागः प्रादुर्भवति (द्वात्रिंशिका-१३/२२)। क
(१४) अतः प्रीत्यनुष्ठानञ्च षोडशकोक्तम् (१०/३) अत्र प्रकृष्यते विशुध्यति च, “आदरः करणे किं જેવા છે. સ્વાનુભૂતિપ્રણિધાન, આત્મશુદ્ધિ વગેરેને તે બાળનારા છે. (F) આભૂષણો ભાર-બોજરૂપ છે. (G) નૃત્ય તો કાયિક વિડંબના સ્વરૂપ છે. (H) ગીત-સંગીત વગેરે તો રડવા સમાન છે.” આવી પ્રતીતિ કરીને અધ્યાત્મસારમાં વર્ણવેલા વિષયવૈરાગ્યને તે અત્યંત દઢ બનાવે છે.
# સાધનામાં ચિત્તસ્થિરતાને સાદીએ . (૧૦) સાધક હવે વિશુદ્ધ પરમાત્મસ્વરૂપની ધારણા પોતાના અંત:કરણમાં કરે છે. તે ધારણા પરિપક્વ થતાં વિશુદ્ધ પરમાત્મસ્વરૂપનું જ ધ્યાન સધાય છે તે ધ્યાનમાં પણ ચિત્ત એકાગ્રતાને પ્રાપ્ત કરે છે. કારણ કે પોતાનું મુક્ત સ્વરૂપ સાધવા માટેની ભાવના ત્યારે સાધકમાં સમ્યફ પ્રકારે વેગવંતી બની હોય છે તથા ત્રિવિધ સંસાર પ્રત્યે પણ સાધક વિરક્ત બનેલો હોય છે. તેમજ ચિત્ત શાંત-પ્રશાંત થયું હોય છે. આ જ તો સંવેગ, વૈરાગ્ય અને ઉપશમભાવ વગેરેનું બળ છે. તેનાથી ધ્યાનાદિમાં આનંદપૂર્વક ચિત્તસ્થિરતા સધાય છે.
આ શ્લિષ્ટ ચિત્તનો લાભ (૧૧) તેથી યોગશાસ્ત્રમાં જણાવેલ શ્લિષ્ટ ચિત્તને પ્રગટ થવાનો અહીં અવસર મળે છે. આ યોગશાસ્ત્રમાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “યોગસાધનામાં સ્થિરતાવાળું અને આનંદવાળું ચિત્ત a એ શ્લિષ્ટ' કહેવાય.” યોગદૃષ્ટિસમુચ્ચયમાં જણાવેલ ત્રીજો લેપ દોષ અહીં રવાના થાય છે.
B માર્ગાનુસારી બુદ્ધિનો પ્રભાવ (૧૨) સાધકની અંદર મુક્તિઅદ્વેષ, મુક્તિરાગ ઝળહળતા હોય છે. પોતાના આત્માના મૌલિક સ્વરૂપને જાણવાનો, માણવાનો તીવ્ર તલસાટ અંદરમાં સતત ઉછળે છે. આત્માનો દ્રવ્ય-ભાવ કર્મથી છૂટકારો કઈ રીતે ઝડપથી થાય ? તેનો ઉપાય જણાવનારા શાસ્ત્રોને સાંભળવાની ઉત્કટ તમન્ના તેમનામાં પ્રગટેલી હોય છે. સાંભળેલા અધ્યાત્મશાસ્ત્રની શ્રદ્ધા પણ દઢ હોય છે. તેથી તેમની બુદ્ધિ મોક્ષમાર્ગને અનુસરનારી બની હોય છે. દ્વાત્રિશિકા પ્રકરણ મુજબ આ વાત સમજવી.
(૧૩) આવી માર્ગાનુસારી બુદ્ધિના લીધે તીવ્ર પાપનો ક્ષય થવાથી મોક્ષ સાધક સદનુષ્ઠાનનો તીવ્ર રાગ તેમનામાં ઝળહળતો હોય છે. આ વાત કાત્રિશિકા પ્રકરણ મુજબ જાણવી.
S પ્રીતિ અનુષ્ઠાનનો પ્રકર્ષ 29 (૧૪) તેથી આ ભૂમિકામાં પ્રીતિ અનુષ્ઠાન પ્રકૃષ્ટ થાય છે તથા વિશુદ્ધ બને છે. કારણ કે ‘(1) અનુષ્ઠાનમાં આદર, (II) અનુષ્ઠાન કરવામાં પ્રીતિ, (III) અનુષ્ઠાન કરવામાં વિપ્નનો અભાવ, (IV)