________________
२४०६ ० खेदोद्वेगदोषनिवृत्तिः ।
૨૬/૭ ज अन्तरात्मदशा चाऽऽविर्भवति । ' (१३) ततश्च जीवनसाफल्याऽऽत्मस्वरूप-मोक्षस्वरूपादिगोचरा सती जिज्ञासा प्रवर्तते प्रवर्धते च ।
(१४) तात्त्विकाचारगोचरभावबहुमानाच्च आदिधार्मिककालभावि प्रभुपूजा-भावयोगिसेवाद्यनुष्ठानं म मुक्त्यद्वेष-तदनुरागादिशुभभावानुविद्धं तद्धत्वनुष्ठानरूपेण योगबिन्दु-द्वात्रिंशिकाप्रकरणाऽध्यात्मसारादौ S (યો.વિ.9૧૨ + તા.93/93 + ..૧૦/૦૭) તમત્ર પ્રારમ્યતા વેતો નિવર્નેતા.
(१५) सत्त्वोद्रेकाद् अध्यात्मसारे (२०/६) वर्णितं दुःखनिदानकामादिनिवृत्तं सुखनिदानन्याय १२ -सदाचारादिप्रवृत्तं विक्षिप्तं चित्तम् इह लभ्यते। ण (१६) योगसाधनादौ कथञ्चित् चलचित्तत्वात् सानन्दत्वाच्च योगशास्त्रोक्तं (१२/३) 'विक्षिप्तं' का ‘यातायातं' च चित्तमप्यत्राऽव्याहतप्रसरम् अवसेयम्।
* તાત્વિક આત્મજિજ્ઞાસાનો પ્રાદુર્ભાવ % (૧૩) અંતરાત્મદશાનો આવિર્ભાવ થવાના લીધે જ “પ્રાપ્ત થયેલા આ દુર્લભ જીવનની સફળતા અને સરસતા શેમાં ? આત્મા મૂળભૂત સ્વરૂપે કેવો હશે ? મોક્ષનું સાચું સ્વરૂપ કેવું હશે ?” આવી અનેક પ્રકારની આધ્યાત્મિક જિજ્ઞાસા તેના અંતઃકરણમાં ઉદ્દભવે છે. આ જિજ્ઞાસા માત્ર સમય પસાર કરવા (Time Pass) માટે નથી હોતી. પરંતુ સાચી હોય છે, તાત્ત્વિક હોય છે. તેથી તેવી જિજ્ઞાસા વધે જ રાખે છે. તે જિજ્ઞાસા ફળદાયક બને છે. અપરોક્ષ સ્વાનુભૂતિનું પ્રબળ અંતરંગ કારણ બને છે.
ઈ તહેવું અનુષ્ઠાનનો પ્રારંભ ઈ. (૧૪) આત્મા, મોક્ષ વગેરેની જિજ્ઞાસા કરીને તે અટકી જતો નથી. પરંતુ પ્રભુપૂજા વગેરે તાત્ત્વિક એ આચાર પ્રત્યે તેના અંતરમાં ભાવાત્મક બહુમાન પ્રગટે છે. તેવા બહુમાનથી તે પ્રભુપૂજા, ભાવયોગીની
સેવા વગેરે અનુષ્ઠાનોમાં પ્રવર્તે છે. આદિધાર્મિકકાળમાં = અપુનબંધકાદિદશામાં (જુઓ લલિતવિસ્તરાGી પંજિકાના અંતે તથા ધર્મસંગ્રહવૃત્તિ ગાથા-૧૭, પૃષ્ઠ-૩૫) થનારી આ પ્રભુપૂજા વગેરે ધર્મક્રિયા ખરેખર
મુક્તિઅષ, કાંઈક મુક્તિઅનુરાગ વગેરે શુભભાવોથી વણાયેલી હોય છે. તેથી જ તે તદ્ધતુઅનુષ્ઠાનરૂપે સ = સદનુષ્ઠાનકારણીભૂત અનુષ્ઠાનરૂપે પરિણમે છે. યોગબિંદુ, ધાત્રિશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરેમાં ત,અનુષ્ઠાનનું નિરૂપણ ઉપલબ્ધ થાય છે. અહીં ખેદ અને ઉદ્વેગ દોષ રવાના થાય છે.
- વિક્ષિપ્ત ચિત્તનો લાભ જ (૧૫) તથા સત્ત્વગુણનો ઉછાળો થવાથી અધ્યાત્મસારમાં વર્ણવેલ ‘વિક્ષિપ્ત’ ચિત્ત અહીં પ્રાપ્ત થાય છે. દુઃખને લાવનાર કામવાસના વગેરેના આવેગથી નિવૃત્ત અને સુખને લાવનાર ન્યાય-નીતિ -સદાચારપાલન આદિમાં સદૈવ પ્રવૃત્ત એવું ચિત્ત “વિક્ષિત' ચિત્ત તરીકે અધ્યાત્મસારમાં બતાવેલ છે.
a “ચાતાયાત” ચિત્તનો પણ લાભ છે (૧૬) પરંતુ જાપ વગેરે યોગસાધનામાં તે જીવનું ચિત્ત કાંઈક ચિંચળ હોય છે. તથા જાપાદિમાં આનંદની અનુભૂતિ પણ જીવને થતી હોય છે. આથી યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રસૂરિજીએ વર્ણવેલ ‘વિક્ષિપ્ત ચિત્ત અને યાતાયાત’ ચિત્ત તેમના જીવનમાં અવ્યાહત રીતે, અટકાયત વિના, પગપેસારો કરે છે - તેમ જાણવું. યોગશાસ્ત્ર મુજબ, સાધનામાં ચિત્તની ચંચળતા એ “વિક્ષિપ્ત’ ચિત્તની ઓળખ છે. તથા