SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ • मित्रा-तारादृष्टिप्रकर्षः 0 २४०७ (१७) अहिंसा-सत्याऽचौर्य-ब्रह्मचर्याऽपरिग्रहलक्षणा यमाः, शौच-सन्तोष-तपः-स्वाध्यायेश्वरप्रणिधानलक्षणाश्च नियमाः योगदृष्टिसमुच्चयोक्ताः (२१ + ४१) इच्छादिप्रकारेण अत्र सम्भवन्ति। प (१८) ततश्च भवपरम्पराप्रदीर्धीकरणशीलतालक्षणो भवाश्रवः कृष्णधर्मश्च उच्छिद्यते । इत्थं जीवः गा 'अहमेवाऽनन्तशान्तिमहासागरोऽस्मि । मोक्षमार्गः स्वान्त एवाऽस्ति । साम्प्रतमहं दृढं स्वाऽभिमुखो .. भवेयमिति प्रणिधानस्य प्राबल्येन निजबोधस्य च स्वकीयस्वभावानुकूलतया मोक्षमार्गप्रवेशयोग्यताप्राप्तितो मार्गाभिमुखो भवति। मित्रा-ताराभिधानयोगदृष्टिद्वितयप्रकर्षोऽयं बोध्यः। प्रकृते “जीयमाने च नियमादेतस्मिंस्तत्त्वतो नृणाम् । निवर्त्तते स्वतोऽत्यन्तं कुतर्कविषमग्रहः ।।” (यो.दृ.स.८६) क इति योगदृष्टिसमुच्चयकारिका, “भवाभिनन्दिदोषाणां प्रतिपक्षगुणैर्युतः । वर्धमानगुणप्रायो ह्यपुनर्बन्धको मतः ।।" : (यो.बि.१७८) इति योगबिन्दुकारिका, “प्रकृत्या भद्रकः शान्तो विनीतो मृदुरुत्तमः। सूत्रे मिथ्यादृगप्युक्तः । પરમાનન્દમાત:II” (તા..૨૦/૩૨) રૂતિ જ્ઞાત્રિ(રાજાપ્રવિરરિા , મપ્રવેશયોથમવાડડપન્નો મામrg:” ૧ી ! (यो.बि.१७९ वृ.) इति योगबिन्दुव्याख्योक्तिश्च विभावनीया आत्मार्थिभिः । ‘एतस्मिन् = अवेद्यसंवेद्यपदे'। સાધનામાં ચંચળતા હોવા છતાં આનંદની લાગણી અનુભવાય છે એ “યાતાયાત” ચિત્તની નિશાની છે. (૧૭) યોગદષ્ટિસમુચ્ચયમાં કહેલા ઈચ્છા વગેરે કક્ષાના અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહસ્વરૂપ પાંચ યમો તથા શૌચ-સંતોષ-તપ-સ્વાધ્યાય-ઈશ્વરપ્રણિધાનસ્વરૂપ પાંચ નિયમો અહીં સંભવે છે. (૧૮) તથા ભવની પરંપરાને અત્યંત લંબાવવાના સ્વભાવસ્વરૂપ ભવાશ્રવનો ઉચ્છેદ થાય છે. તમોગુણપ્રધાન કૃષ્ણધર્મ રવાના થાય છે. આત્મસ્વરૂપને સાધવામાં જેને આનંદ આવે તેની ભવપરંપરા વધે તો નહિ જ ને ! “હું જ અનંત શાંતિનો મહાસાગર છું. શાંતિનો માર્ગ-મોક્ષમાર્ગ મારામાં અંદર જ છે. તેથી હવે હું દૃઢતાથી મારી સન્મુખ થાઉં' - આવું પ્રણિધાન બળવાન થવાથી તથા આંતરિક સમજણ પોતાના મૂળભૂત સ્વભાવને-સ્વરૂપને અનુકૂળ બનવાથી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. તેથી સાધક આત્મા હવે માર્ગાભિમુખ = મોક્ષમાર્ગસન્મુખ બને છે. મિત્રો અને તારા નામની યોગદષ્ટિની આ પ્રકૃષ્ટ અવસ્થા છે. માગભિમુખદશાસૂચક શાસ્ત્રસંદર્ભ . (પ્ર.) આ માર્ગાભિમુખ દશા નીચેના શાસ્ત્રસંદર્ભોની ઊંડી વિચારણા દ્વારા વધુ સ્પષ્ટ થઈ જશે. (૧) યોગદૃષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “અવેદ્યસંવેદ્યપદ જીતાય ત્યારે અવશ્યમેવ જીવોનો કુતર્કસ્વરૂપ વિષમ વળગાડ પોતાની જાતે જ પરમાર્થથી અત્યંત રવાના થાય છે.” (૨) યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ છે કે “ભવાભિનંદી જીવોના જે દોષો છે, તેના પ્રતિપક્ષી ગુણોથી યુક્ત એવા જે સાધકના ગુણો પ્રાયઃ વર્ધમાન = વધતા હોય છે, તે સાધક અપુનબંધક તરીકે માન્ય છે.” (૩) કાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “મિત્રા વગેરે દષ્ટિઓ પણ જીવને મોક્ષમાર્ગાભિમુખ કરવા વડે મોક્ષ સાથે સંયોગ કરાવતી હોવાથી જે જીવ (A) પ્રકૃતિથી ભદ્રક હોય, (B) શાંત હોય, (C) વિનીત હોય, (D) મૂદુ હોય, (E) ઉત્તમ હોય, તે કદાચ મિથ્યાદષ્ટિ હોય તો પણ આગમમાં જણાવેલ છે કે શિવરાજર્ષિની જેમ તે પરમાનંદને = મોક્ષને પામનાર છે.” (૪) યોગબિંદુવ્યાખ્યામાં કહેલ છે કે “મોક્ષમાર્ગપ્રવેશની યોગ્યતાને પામેલો જીવ માર્ગાભિમુખ
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy