________________
१६/२
२३६४
• अपात्रदानं दुष्टम् 0 T સુવા વિટિ નો આ વેવ શાયā” (૩.૫.૨૧) તા.
अन्यथाऽध्यापकस्याध्येत्रपेक्षयाऽधिको दोषः प्रसज्येत । यथोक्तं षोडशकवृत्तौ योगदीपिकायां " यशोविजयवाचकैरेव “तस्य मण्डल्युपवेशनप्रदानं कुर्वन् गुरुरपि = अर्थाभिधाताऽपि तस्माद् अयोग्यपुरुषाद् म् अधिकदोषः अवगन्तव्यः, सिद्धान्ताऽवज्ञाऽऽपादकत्वाद्” (षो.१०/१५ यो.दी.वृ.) इति । र्श ततश्च सुरुचिशालिने, निश्छिद्रमति-धृतिसम्पन्नायाऽऽत्मतत्त्वज्ञानार्थिने एव गम्भीरशास्त्रार्थो गुरुणा
શાસ્ત્ર આપવામાં આવે તો તે શાસ્ત્ર દ્વારા શાસ્ત્રનો અને ભણનારનો વિનાશ થાય છે. તેથી શ્રીહરિભદ્રસૂરિજી ઉપદેશપદમાં જણાવે છે કે “ગુરુએ પણ યોગ્ય એવા જ જીવોને વિધિપૂર્વક શાસ્ત્રનું દાન કરવું જોઈએ.”
અપાત્રને ભણાવનાર ગુરુ ગુનેગાર -- (અન્યથા.) જો અયોગ્ય જીવને ગુરુ ભણાવે તો ભણનાર કરતાં ભણાવનાર જીવને વધારે દોષ લાગુ પડે છે. કારણ કે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે રચેલ ષોડશક ગ્રંથ ઉપર યોગદીપિકા નામની વ્યાખ્યામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ જણાવેલ છે કે “ગુરુ મંડલીઆકાર = વર્તુળાકારે ગોઠવાયેલા શિષ્યવર્ગને ભણાવતા હોય તેવા અવસરે તે શાસ્ત્ર ભણવાની યોગ્યતા ન ધરાવનાર અપાત્ર જીવ જો વિદ્યાર્થીમંડલીમાં બેસે અને તેને ગુરુ અટકાવે નહિ અથવા તો સામે ચાલીને ગુરુ તેવા અપાત્ર જીવને વિદ્યાર્થીમંડલીમાં બેસવાની રજા આપે તો શાસ્ત્રોના પદાર્થોને અને પરમાર્થોને કહેનારા ગુરુ પણ દોષના ભાગીદાર થાય છે. તે અપાત્ર જીવને જેટલો દોષ લાગે છે તેના કરતાં પણ શાસ્ત્રના પદાર્થોને અને પરમાર્થોને ભણાવનારા ગુરુને વધારે દોષ લાગે છે - તેમ સમજવું. કારણ કે “અપાત્ર જીવને ભણાવવા નહિ' - આવા આગમ-સિદ્ધાન્તની ગુરુ જાણી જોઈને અવજ્ઞા કરે છે.” આ પ્રમાણે મહોપાધ્યાયજી મહારાજનું કથન લક્ષમાં રાખી શાસ્ત્રના રહસ્યાર્થો ગુરુએ અપાત્ર જીવને ભણાવવા નહિ.
ઈ અયોગ્યને યોગ્ય બનાવવા સ્પષ્ટતા :- બધા જ જીવો બધું જ ભણવા માટે લાયક પણ નથી હોતા તેમજ અયોગ્ય પણ સ નથી હોતા. તેથી છેદગ્રંથ વગેરેને ભણવાની લાયકાત ન ધરાવનારા જીવને ગુરુએ સંસ્કૃત, પ્રાકૃત
વગેરે ભાષામાં રચાયેલા આચારાંગ, પંચવસ્તુક, ધર્મસંગ્રહ વગેરે પ્રાથમિક આચારગ્રંથો પણ ન ભણાવવા - તેવું ન સમજવું. જે શિષ્યમાં જ્યારે જેવા પ્રકારની યોગ્યતા ગુરુને જણાય ત્યારે તે શિષ્યને તેવા પ્રકારના શાસ્ત્રનો અભ્યાસ કરાવવો. તેમજ તે અભ્યાસકાળ દરમ્યાન શિષ્યના જીવનમાં રહેલી ખામીઓને દૂર કરવાની પ્રેરણા વગેરે તેને કરી, તેના જીવનની તથાવિધ ખામીઓ દૂર થાય તેવો પ્રયત્ન કરવો. તથા તે ખામીઓ દૂર થયા બાદ ઉપરના ગ્રંથો પણ ગુરુએ શિષ્યને અવસરે અવશ્ય ભણાવવા. “આજે અયોગ્ય દેખાતો શિષ્ય કાયમ અયોગ્ય જ રહે - તેવો કોઈ નિયમ નથી. આવું કરવામાં ગુરુને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. કારણ કે “અયોગ્ય શિષ્યને ભણાવવા નહિ - આવી શાસ્ત્રાજ્ઞા છે. પરંતુ “અયોગ્ય શિષ્યને યોગ્ય કરવા નહિ - આવી કોઈ જિનાજ્ઞા નથી.
* તુચ્છપ્રકૃતિવાળાને ન ભણાવવા * (તતશ્ય.) તેથી આત્માદિ તત્ત્વની સુંદર રુચિ ધરાવનાર, નિચ્છિદ્ર મહિને ધારણ કરનાર તથા ધૃતિસંપન્ન એવા આત્માર્થી જીવને = આત્મતત્ત્વનું જ્ઞાન મેળવવા ઝંખનાર મુમુક્ષુને જ ગુરુએ ગંભીર