SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ २६२८ જ શાખા - ૧૭ અનુપ્રેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. ગીતાર્થ કોને કહેવાય ? ૨. મહો. યશોવિ.મ.સા.ને “ન્યાયવિશારદ' બિરુદ કેવી રીતે મળ્યું ? ૩. મહો. યશોવિ.મ.સા.ના સ્વાધ્યાયમાં પૂ.નયવિજય મ.સા.નું યોગદાન શું હતું ? ૪. મોક્ષમાર્ગને વિષે બે પ્રકારના ઉદ્યમ બતાવો. પ. પૂ. જીતવિજયજી મ.નું માહાભ્ય વર્ણવો. ૬. મહો. યશોવિ.મ.સા.ના જીવનમાં ગુરુભક્તિનો પ્રભાવ કેવો અનુભવાયો ? ૭. “પૂ. નયવિજય મ.સા. પણ કાશી ગયા હતા” - સિદ્ધ કરો. ૮. કળશમાં ગ્રંથકારે કઈ ભાવના વ્યક્ત કરી છે ? ૯. મહો. યશોવિ.મ.સા. પોતાના ગુરુ મ.સા.ના ગુણો વર્ણવવામાં શા માટે ખેદ વ્યક્ત કરે છે? પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. તત્ત્વચિંતામણિ ગ્રંથના રચયિતા કોણ છે ? આ ગ્રંથ પર કઈ પ્રસિદ્ધ વ્યાખ્યા રચાઈ છે ? ૨. મહોપાધ્યાયજી કઈ શતાબ્દીમાં થયેલા ? ૩. ગચ્છાચાર પયજ્ઞામાં આચાર્ય ભગવંતને કોની ઉપમા આપી છે એ સંદર્ભ સાથે જણાવો. ૪. સિંહસૂરિ મ.સા.નો પરિચય આપો. ૫. કળશ કયા છંદમાં રચ્યો છે? તથા કળશમાં મહો.યશોવિ.મ.સા.ની ઓળખાણ કેવી રીતે આપી છે ? ૬. સેનસૂરિજી મ.સા. કેટલા ગુણોથી શોભતા હતા ? ૭. કલ્યાણવિજય મ.સા.ના ગુરુભાઈ કોણ હતા ? ૮. મહાન કોને કહેવાય ? ૯. સમકિતપ્રાપ્તિનો ઉપાય જણાવો. ૧૦. તપગચ્છમાં હીરવિજયસૂરિ કેવી રીતે શોભતા હતા ? પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. “ગીતાર્થદુર્લભ કાળ આવશે’ - આ પ્રમાણે બૃહત્કલ્પ સૂત્રમાં કહેલું છે. ૨. અકબર બાદશાહે હીરસૂરિ મ.સા.ને “જગદ્ગુરુ'નું બિરુદ આપેલું. ૩. પાટ પરંપરામાં ‘હીરસૂરિ - સેનસૂરિ - સિંહસૂરિ - દેવસૂરિ' આ પ્રમાણે ક્રમ છે. ૪. ધનજી સુરાએ કાશીમાં વિદ્યાભ્યાસ કરાવવાની ઈચ્છા શ્રીયશોવિ.મ.સા. પાસે રજૂ કરી. ૫. આ ગ્રંથરચના કલ્પવૃક્ષની મંજરી સમાન છે. ૬. તત્ત્વચિંતામણિ ગ્રંથ નબન્યાયની પરિભાષામાં ગૂંથાયેલ છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy