SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ २५४० 0 बहिर्मुखचित्तवृत्तिविरामविचारः ૨૬/૭ । नो ततस्ततो वार्यम् । अधिकीभवति हि वारितम्, अवारितं शान्तिमुपयाति ।।” (यो.शा.१२/२७) इति स योगशास्त्रकारिकाः गम्भीरबुद्ध्या तरसा आध्यात्मिकप्रयोजनसिद्धितात्पर्यतो भावनीयाः। एवं “संयतानि न चाक्षाणि, नैवोच्छृङ्खलितानि च। इति सम्यक्प्रतिपदा, त्वयेन्द्रियजयः कृतः ।।" (વી.તો.9૪/૨) તિ વીતરી સ્તોત્રછારિયા, “ ત્યનેત્ર ૨ પૃથતિ, સિદ્ધો વિન્થાત્ સ તત્ત્વતઃ” २. (अ.उप.२/९) इति अध्यात्मोपनिषदुक्तिश्च संवेग-वैराग्यवासितप्रज्ञया विभावनीया । + अतः अतिप्रवृत्तिभाराऽधःसम्मर्दिततया न भाव्यं दीक्षितदशायाम् । किन्तु आत्मस्वरूपानुसन्धानेन णि अन्तर्मुखीभूय शान्तचित्ततः देहाध्यासेन्द्रियाऽध्यास-बहिर्मुखचित्तवृत्तिनिवृत्त्यभ्यासोऽपि पातञ्जलसम्मतविरामप्रत्ययाऽभ्यासस्थानीयः (योगसूत्र-१/१८) आत्मरत्येकलक्षणेन ज्ञानयोगेन एवं कर्त्तव्यः एव, કે મનને અટકાવેલ હોય તો તે વધારે દોડવા માંડે છે. જો મનને અટકાવેલ ન હોય તો પોતાની મેળે તે મન શાંત થઈ જાય છે. પરંતુ સામે ચાલીને આસક્તિથી કે કુતૂહલથી નવા-નવા વિષયોમાં મનને દોડાવવું નહિ, પ્રવર્તાવવું નહિ. ગંભીર બુદ્ધિથી આ વાતને આત્માર્થી સાધકે વિચારવી. આધ્યાત્મિક પ્રયોજન ઝડપથી સિદ્ધ કરવા ઉપર વજન આપવું. અહીં દેહ-ઇન્દ્રિય-મનને ઉશ્રુંખલા બનાવવાની વાત નથી કરવી. પરંતુ તેને શાંત-સ્વસ્થ કરવાની વાત કરવી છે. આ તાત્પર્યને ખાસ ધ્યાનમાં લેવું. છે ઈન્દ્રિયવિજયનો માર્ગ છે. (વં.) એ જ રીતે વીતરાગસ્તોત્રનો એક શ્લોક પણ અહીં ગંભીરતાથી વિચારવો. ત્યાં શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “હે ભગવંત ! આપે ઈન્દ્રિયોનું દમન પણ ન કર્યું. તથા ઈન્દ્રિયોને બેમર્યાદપણે સામે ચાલીને વિષયોમાં પ્રવર્તાવી પણ નહિ. આ રીતે આપે સુંદર બુદ્ધિથી (સાચા માર્ગે ચાલીને) ઈન્દ્રિયવિજય રણ મેળવ્યો.” તેમજ અધ્યાત્મ ઉપનિષત્ ગ્રંથમાં મહોપાધ્યાયજીએ પણ માર્મિકપણે જણાવેલ છે કે “યોગસિદ્ધ પુરુષ પાંચેય ઈન્દ્રિયોના વિષયોને છોડે નહિ કે છોડવાનો પ્રયત્ન પણ કરે નહિ તથા ગ્રહણ કરે નહિ Lી કે ગ્રહણ કરવાનો પ્રયત્ન પણ કરે નહિ. માત્ર વિષયોને તે પરમાર્થથી જાણે-જુએ.” અત્યંત સંવેગ -વૈરાગ્યભાવિત પ્રજ્ઞાથી આ શાસ્ત્રોક્તિઓની વિભાવના કરવી. તથા બહારમાં કાયિક-વાચિક નિવૃત્તિનો તથા અંદરમાં વૈચારિક નિવૃત્તિનો અભ્યાસ કરવો. ૪ જ્ઞાનયોગ વડે ચિત્તનિવૃત્તિનો અભ્યાસ કરીએ ૪ (તા. તેથી પ્રવૃત્તિ-પ્રવૃત્તિ ને પ્રવૃત્તિના ભાર બોજ નીચે દટાઈ જવાની, કચડાઈ જવાની ગંભીર ગોઝારી ભૂલ દીક્ષિત જીવનમાં કદાપિ ન જ કરવી. પરંતુ અહીં બતાવ્યા મુજબ પોતાના આત્માના સ્વરૂપનું અનુસંધાન કરવા દ્વારા અંતર્મુખ થઈને શાંત ચિત્તે દેહાધ્યાસની + ઈન્ડિયાધ્યાસની + બહિર્મુખી ચિત્તવૃત્તિઓની નિવૃત્તિનો હેતુ બને તેવો અભ્યાસ પણ કરવો જ જોઈએ. પાતંજલ યોગદર્શનની (યોગસૂત્ર૧/૧૮) પરિભાષા મુજબ આ અભ્યાસ ‘વિરામ પ્રત્યય અભ્યાસ' કહેવાય છે. તે દીક્ષિત જીવનમાં વણાઈ જવો જોઈએ. માત્ર આત્મામાં આનંદની અનુભૂતિસ્વરૂપ જ્ઞાનયોગના માધ્યમથી આ નિવૃત્તિનો અભ્યાસ તાત્ત્વિક થાય. આવો નિવૃત્તિનો અભ્યાસ દીક્ષા જીવનમાં અતિ આવશ્યક છે. બાકી તો પ્રવૃત્તિ -નિવૃત્તિમય એવી ચારિત્રપરિણતિનો સંપૂર્ણપણે સાચો સ્વાદ માણી ન જ શકાય. ચારિત્રના પ્રવૃત્તિઅંશનો
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy