________________
? ૬/૭
___ प्रवृत्ति-निवृत्तिमयचारित्रपरिणतिस्वादः ।
२५४१ अन्यथा प्रवृत्ति-निवृत्तिमया चारित्रपरिणतिः कात्स्न्येन आस्वादिता नैव स्यात् । दीर्घकालीन- प दीक्षापर्यायानन्तरमपि रसपूर्वमुपादेयधिया जायमानो बहिर्मुखी चित्तवृत्तिप्रवाहो हि दीक्षितदुर्घटनैव करुणाऽऽस्पदा। अतो बहिरुत्सुकता-कुतूहल-कौतुकादिकं यथा म्रियेत तथा उदासीनता संयमिना संप्राप्तव्यैव । सांवत्सरिकसंयमसाधनातः संयमी सर्वार्थसिद्धविमानवर्त्तित्रिदशतेजोलेश्याऽतिक्रान्तो भवतीति म भगवतीसूत्रे(१४/९/५३९) दर्शितां दीक्षितदशां समारो संयमिना संवत्सरमात्रकालमध्ये बहिर्मुखचित्तवृत्तिप्रवाहो यथा विरमेत् तथा प्रयतितव्यम् अन्तरङ्गोद्यमे पूर्वोक्ते पञ्चदशविधे।
काय-करणाऽन्तःकरणनिवृत्त्यभ्यासरुचिवृद्धिकृते चैकान्त-मौन-प्रत्याहार-धारणा-ध्यान-समाधि -कायोत्सर्गादिप्रधाना जिनेश्वरसाधना पौनःपुन्येन आदरभावतो विभावनीया स्वस्य च जैनत्वं विमृश्यम् । णि ततश्च निजस्वभावमग्नता-स्थिरता-रमणतादिकृते अन्तरङ्गोत्साहाद्याविर्भावेन बाह्यविषयेभ्यो देहेन्द्रिया- ... અભ્યાસ કેમ કરવામાં આવે છે, તેમ બાહ્ય-આંતર નિવૃત્તિઅંશનો પણ આગળની દશામાં તો અભ્યાસ થવો જ જોઈએ. વર્ષોની સંયમસાધના પછી પણ રસપૂર્વક બહારમાં ચિત્તવૃત્તિ ઉપાદેયબુદ્ધિથી ભટકે જ રાખે તે દીક્ષિત જીવનની કરુણ દુર્ઘટના (Tragedy) જ કહેવાય. તેથી બહારમાં ઉત્સુકતા-કુતૂહલ -કૌતુક-જિજ્ઞાસા મરી પરવારે તેવી ઉદાસીનતા સંયમીએ મેળવવી જ જોઈએ. ભગવતીસૂત્રમાં ૧ વર્ષની સંયમસાધના પછી સંયમી અનુત્તરવિમાનવાસી દેવની તેજોવેશ્યાને ઓળંગી જાય - આવું જણાવેલ છે. તે ભૂમિકાએ પહોંચવા માટે સંયમીએ એક વર્ષની અંદર જ બહિર્મુખી ચિત્તવૃત્તિને વિરામ આપવો જ જોઈએ. તે માટે પૂર્વોક્ત (જુઓ- પૃષ્ઠ ૨૪૯૫ થી ૨૫૦૦) અંતરંગ પુરુષાર્થ પંદર પ્રકારે કરવો જ જોઈએ. સવાલ :- શરીર-ઈન્દ્રિય-મનની નિવૃત્તિનો અભ્યાસ કરવામાં રુચિ કઈ રીતે જગાડવી ?
* નિવૃત્તિ અભ્યાસની રુચિના બે ઉપાય જ જવાબ :- (ાય.) શરીર, ઈન્દ્રિય અને અન્તઃકરણ – આ ત્રણેય શાંત થાય, સ્થિર થાય, નિવૃત્ત થાય, એ નીરવ થાય તેનો અભ્યાસ (Practice) કરવામાં જીવોને સામાન્યથી રુચિ જાગતી નથી. તેમ કરવામાં સમય બગડતો હોય, કશું પ્રયોજન ન સધાતું હોય - તેવી પ્રાયઃ જીવોને પ્રતીતિ થતી હોય છે. તેથી જ નિવૃત્તિનો () { અભ્યાસ કરવામાં કંટાળો, નીરસતા, થાક, ઊંઘ, બગાસા, ઝોકા, નિદ્રા, તંદ્રા વગેરેનો અનુભવ થતો હોય છે. પ્રવૃત્તિનો જ અભ્યાસ કરવા ટેવાયેલ શરીર, ઈન્દ્રિય અને મન નિવૃત્તિનો અભ્યાસ કરવામાં પ્રારંભમાં સાથ ન આપે - તેવું પણ બને. તેથી તેવી નિવૃત્તિના અભ્યાસમાં રુચિ-ઉલ્લાસ-ઉમંગ-શ્રદ્ધા -વિશ્વાસ લાવવા, ટકાવવા અને વધારવા માટે (A) તારક જિનેશ્વર ભગવંતની (૧) એકાન્ત, (૨) મૌન, (૩) ઈન્દ્રિયપ્રત્યાહાર, (૪) આત્મસ્વરૂપની ધારણા, (૫) ધ્યાન, (૬) સમાધિ, (૭) કાયોત્સર્ગ આદિની મુખ્યતાવાળી સાધનાને વારંવાર આદરભાવે ઊંડાણથી વિચારવી. તથા (B) “આપણે સામાન્ય જન નહિ પણ જૈન છીએ, જિનેશ્વરના અનુયાયી છીએ. જિનેશ્વરના સાધનામાર્ગે ચાલવાનો જેને ઉમળકો ન જાગે તેને જૈન કહેવડાવવાનો અધિકાર કઈ રીતે મળે ?' આ અંગે ઊંડી મીમાંસા કરવી. આ બે વિચારણાના લીધે “આ કરું. તે કરું. પેલુ કરું. શું કરું ?' - ઈત્યાદિ કર્તુત્વભાવના વળગાડમાંથી છૂટીને “હું મારામાં કરું, મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં કરું. પરમ નિર્વિકાર, શાશ્વત શાંતરસમય, સહજ સમાધિમય, અનંતાનંદમય